મૂંઝવણ .
- અમારા પ્રેમલગ્ન છે તેમ છતાં પતિ રોમાન્સથી જોજનો દૂર રહે છે. ક્યારેક ક્યારેક સહવાસ કરે છે. ચુંબન, સ્પર્શ, આલિંગનનું તેમને મન કોઈ મહત્ત્વ નથી.
મારી ઉંમર બાવીસ વર્ષની છે અને મેં થોડા સમય પહેલાં ત્રીસ વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યાં છે. સંભોગ કર્યા પછી મારા પતિનું વીર્ય તરત બહાર નીકળી જાય છે, અંદર રહેતું નથી. એને કારણે અમને બાળક નહીં થાય એવો ડર મનમાં પેસી ગયો છે. હું ગર્ભવતી થઈ શકીશ ખરી?
- એક યુવતી (મુંબઈ)
* આ એક સામાન્ય પરિસ્થિતિ છે. તમે જે બહાર નીકળેલું પ્રવાહી જુઓ છો એ શુક્રાણુ લઈ જતું પ્રવાહી છે, એ શુક્રાણુ નથી. ઘણી સ્ત્રીઓની યોનિમાંથી સંભોગ પછી પ્રવાહી બહાર નીકળી જાય એવું બનતું હોય છે. જો કે આને કારણે પ્રેગનન્સી રહે નહીં એવું બનતું નથી. જો પ્રવાહી યોનિમાં રહે એવું તમે ઈચ્છતાં હો તો પતિના શિશ્નમાંથી વીર્ય બહાર પડે કે તરત તમારે ઓશીકા તમારી પીઠની પાછળ મૂકીને ઘૂંટણ ઉપર કરી દેવા જોઈએ.
મારો બોયફ્રેન્ડ મારા કરતાં એક ઈંચ ઊંચો છે. અમે સંભોગ કરીએ છીએ ત્યારે હું તેની ઉપર હોઉં છું ત્યારે જ પરાકાષ્ઠા અનુભવું છું. શું અમારી ઊંચાઈમાં રહેલા ફરકને પરાકાષ્ઠા સાથે સંબંધ હોઈ શકે?
- એક યુવતી (વડોદરા)
* કશો જ સંબંધ નથી. સ્ત્રી જ્યારે ઉપર હોય છે ત્યારે તે સંભોગનો આનંદ વધારે માણે છે, કારણ કે આ સ્થિતિમાં યોેનિ અને શિશ્ન એકબીજાના સીધા સંપર્કમાં રહે છે અને પુરુષ ઉપર હોય એના કરતાં ઘણું વધારે ઘર્ષણ અનુભવે છે. ઉપરાંત સ્ત્રી જ્યારે ઉપર હોય છે, ત્યારે તે વધુ આસાનીથી હલનચલન કરી શકે છે. આ સ્થિતિની નવીનતા પણ કામેચ્છા વધારવાનું કારણ હોઈ શકે છે. ઊંચાઈને પરાકાષ્ઠાની શક્યતા સાથે કશો સંબંધ નથી. તમારા કિસ્સામાં જોે તમે ઊભાં ઊભાં સંભોગ કરો તો જ ઊંચાઈના ફરકથી પરાકાષ્ઠામાં વિક્ષેપ પડી શકે.
હું ૩૩ વર્ષની નોકરિયાત સ્ત્રી અને બે નાનાં બાળકોની માતા છું. મારા પતિ બેંક ઓફિસર છે. અમારા પ્રેમલગ્ન છે તેમ છતાં પતિ રોમાન્સથી જોજનો દૂર રહે છે. ક્યારેક ક્યારેક સહવાસ કરે છે. ચુંબન, સ્પર્શ, આલિંગનનું તેમને મન કોઈ મહત્ત્વ નથી. જ્યારે હું તેમની પાસેથી આ બધાની અપેક્ષા રાખું છું.
મારી એક અન્ય સમસ્યા છે. અમે બંનેએ નક્કી કર્યું હતું કે બીજું બાળક થશે અને ઘરમાં દરેક પ્રકારની સુખસગવડો પ્રાપ્ત થશે પછી હું નોકરી છોેડી દઈશ. પરંતુ હવે પતિ આના માટે તૈયાર નથી. બાળકોને આયા પાસે મુકીને જઈએ છીએ. આયા ૩૨ વર્ષની છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી તરછોડાયેલી છે. આખો દિવસ ઊંઘ્યા કરે છે અથવા તો ટી.વી. જોયા કરે છે. તેને છૂટી કરવા માટે પતિ તૈયાર નથી. મારા પિયરમાં અને સાસરામાં એવું કોઈ નથી કે જે અમારી પાસે આવીને રહી શકે.
મારા પતિને ઓફિસ કામે બહાર જવું પડે છે ત્યારે બેંકવાળા પરિવાર સહિત મોકલવા માટે પણ તૈયાર થાય છે, પરંતુ મારા પતિ જવા નથી માગતા. દરમિયાન મારું પૂરેપૂરું ધ્યાન ઘરમાં રહે છે. હું શું કરું?
- એક સ્ત્રી (મુંબઈ)
* દરેક વ્યક્તિમાં જાતીય ઈચ્છા અને રોમાન્સ પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. કેટલાક નિયમિત સહવાસ ઈચ્છે તો કેટલાક ક્યારેક એમાં કોઈ બેમત નથી કે સહવાસ પહેલાંની જાતીય ક્રિડા સહવાસને વધુ રસપ્રદ બનાવે છે, પરંતુ તમારા પતિ આવું નથી કરતા તો એમાં તમે શું કરી શકો? જેટલી ક્ષણો તે સહવાસ માટે આપે છે એનોે ભરપૂર ઉપયોગ કરો.
તમારી બીજી સમસ્યા આજની ભોગવાદી સંસ્કૃતિ અને મોંઘવારીને લીધે પેદા થઈ છે. તમારા પતિને એવું લાગતું હશે કે માત્ર તેમની કમાણી આના માટે પૂરતી નથી તેથી તમે નોકરી છોડી દો એવું તે ઈચ્છતા નથી.
તમારાં બાળકોને આયાના ભરોસે મૂકવાને બદલે કોઈ ક્રેચ અથવા ડે બોર્ડિંગ સ્કૂલમાં મૂકો તો તેમનો ઉછેર વધુ સારી રીતે થશે, કારણ કે બાળકો પોતાની ઉંમરના બાળકો સાથે રહેશે એટલે તેમની પાસેથી પણ કંઈક શીખશે. તેનાથી તેમને વધુ આનંદ મળશે અને તમને પણ કોઈ જાતની ચિંતા નહીં રહે.
અમારા લગ્નને માત્ર ત્રણ મહિના થયા છે. મારા પતિએ મને જોઈને હા પાડી હતી, પરંતુ લગ્ન પછી તે ખુશ નથી લાગતા. જ્યારે જુઓ ત્યારે ચિડાયેલા રહે છે. હું તેમને તથા તેમના ઘરના લોકોને ખુશ રાખવાનો બને એટલો પ્રયાસ કરું છું, પરંતુ તેઓ ખુશ નથી થતા. તો હું શું કરું?
પતિની ઉપેક્ષા સહન નથી થતી. હંમેશા તાણ અનુભવું છું. મારા પતિ પોતાની બહેનો અને અન્ય કુટુંબીજનો સાથે નોર્મલ રહે છે. ફક્ત મારાથી દૂર રહે છે. હું શું કરું? પતિ અને ઘરના લોકોનો સ્વભાવ કેવી રીતે બદલું?
- એક મહિલા (સુરત)
* તમે એવો ખુલાસો નથી કર્યો પણ તમારા પતિના અને તમારા શૈક્ષણિક સ્તરમાં વધારે પડતી અસમાનતા તો નથી ને, અથવા તો બંને પરિવારજનોના જીવન સ્તરમાં વધારે અંતર તો નથી ને જેના કારણે તમે તેમની અપેક્ષા પૂરી ન કરી શકતા હો?
કારણ ગમે તે હોય, પરંતુ હવે તમે તેમના જીવનસાથી છો. તમારા બંને વચ્ચે તાલમેલ હોવો જ જોઈએ. હજુ લગ્નને ખૂબ થોડો સમય થયો છે. આટલા ઓછા સમયમાં એકબીજાને ઓળખી શકવાનું ઘણું અઘરું છે. ચિંતા ન કરો. હંમેશાં તેમની સાથે રહેશો તો ધીરે ધીરે તેમના ગમાઅણગમા વિશે જાણતા થશો.
તમે તમારી જાતને તેમની અપેક્ષાઓને અનુરૂપ ઢાળી લેશો તો મોડાવહેલા તેમનું દિલ પણ જીતી લેશો અને તેમનું ચીડિયાપણું દૂર થઈ જશે.
જરૂર છે થોડી ધીરજ અને વિશ્વાસની, ત્યાર પછી દામ્પત્યજીવન મધુર બનતા વાર નહીં લાગે.
- અનિતા