Get The App

મૂંઝવણ .

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારી પત્ની મારાથી સાત વર્ષ નાની છે. અમે જ્યારે પણ સંભોગ કરીએ છીએ ત્યારે તેને ખૂબ જ દુ:ખાવો થાય છે. 

* હું ૩૦ વર્ષનો છું અને મારી પત્ની ૨૬ વર્ષની છે. અમને બે વર્ષનો પુત્ર છે. તેણે છેલ્લા બે મહિનાથી સ્તનપાન બંધ કર્યું છે ત્યારથી મારી પત્નીને માસિકસ્રાવ બંધ થઈ ગયો છે તો શું મારી પત્ની મેનોપોઝમાં આવી ગઈ હશે? આટલી નાની ઉંમરે તે મેનોપોઝમાં આવી શકે?

એક યુવક (અમદાવાદ)

* આ ઉંમરે મેનોપોઝમાં આવવાની શક્યતા ઘણી ઓછી છે, પણ તમારી પત્નીને ફરી પ્રેગ્નન્સી તો નથી રહીને એ ચેક કરાવવું અનિવાર્ય છે. આના માટે તમારી પત્નીનું સવારનું યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ માટે આપી દેવું. જો એ પોઝિટિવ આવે તો સમજવું કે તમારી પત્ની પ્રેગ્નન્ટ છે અને એને કારણે મહિનો નથી આવતો. જો પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવી હોય તો કોઈ સ્ત્રીરોગ વિશેષજ્ઞાને બતાવવું હિતાવહ રહેશે.

* હું ૪૬ વર્ષની યુવતી છું. છેલ્લા ચાર-પાંચ મહિનાથી મને વધુપડતા બ્લિડિંગની તકલીફ છે. ડૉક્ટરને બતાવીને દવા કરવા છતાં બ્લિડિંગ ચાલુ જ રહેતાં છેલ્લે ડૉક્ટરે ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી અને દોઢ મહિના પહેલાં ઑપરેશન કરીને એ દૂર કરવામાં આવ્યું હતું. ઑપરેશન પછી પણ રોજ લોહીના આઠથી દસ ટીપાં પડે છે. તો શું ઑપરેશન બરાબર નહીં થયું હોય? બ્લિડિંગ પૂરેપૂરું બંધ થાય એ માટે શું કરવું? ઑપરેશન પછી હું કેટલા સમય બાદ સંભોગ કરી શકું અને કોન્ડોમ વગર સંભોગ કરવાથી પ્રેગ્નન્સી રહે કે કેમ એ પણ સલાહ આપશો.

એક યુવતી (વડોદરા)

* તમને હજી બ્લિડિંગ ચાલુ ન રહેવું જોઈએ એટલે તમારે બીજા કોઈ ગાઇનેકોલોજિસ્ટનો ઓપિનિયન લેવાની આવશ્યકતા છે. ગર્ભાશય કાઢી નાખ્યા પછી બ્લિડિંગ ન થવું જોઈએ અને જો થતું હોય તો એનું બીજું કોઈ કારણ તો નથીને એની યોગ્ય ચકાસણી થવી જોઈએ. ધારો કે તમને સંભોગ કરવાની ઇચ્છા થતી હોય અને ઇન્દ્રિયના પ્રવેશ વખતે દુ:ખાવો થતો ન હોય તો તમે કોન્ડોમ સાથે જ સંભોગ કરી શકો છો.

* હું પંચાવન વર્ષનો છું અને મારી પત્ની ૪૫ વર્ષની છે. અમને સંભોગ કરવાની ઇચ્છા બહુ થાય છે. સંભોગના બે કલાક પહેલાં ઇન્દ્રિય મજબૂત રહે એ માટે હું ગોળી લઉઁ છું. એક વખત સંભોગ કર્યા પછી ફરી કરવાની ઇચ્છા થાય છે, પણ ઇન્દ્રિય મજબૂત નથી રહેતી અને મન અશાંત રહે છે. આનો ઉપાય શું?

એક પુરુષ (સુરત)

* તમે ફોર્ઝેસ્ટ - ૨૦ મિલિગ્રામની ગોળી સંભોગ કરવાના એક કલાક પહેલાં લો. આ ગોળીમાં એક વખત સ્ખલન થઈ ગયા પછી પણ જો તમને રિપિટ પર્ફોમેન્સ કરવો હોય/ ફરી મૈથુન કરવું હોય તો ઘણાખરા કિસ્સામાં સંભોગ કરવાની ક્ષમતા આવી જાય છે. આ ગોળી ચોવીસ કલાકમાં વધુમાં વધુ એક વખત લઈ શકાય. આ ગોળી ડૉક્ટરની સાલહ નીચે લેવી હિતાવહ છે. કોઈ વ્યક્તિ જો બ્લડપ્રેશર નાઇટ્રેટયુક્ત દવા લેતી હોય તો ગોળી ન લઈ શકે. 

* મારી ઉંમર ૨૯ વર્ષની છે. મારા લગ્નને ત્રણ મહિના થયા છે. મારી પત્ની મારાથી સાત વર્ષ નાની છે. અમે જ્યારે પણ સંભોગ કરીએ છીએ ત્યારે તેને ખૂબ જ દુ:ખાવો થાય છે. મારી પત્ની મારાથી સાત વર્ષ નાની છે એટલે આ સમસ્યા થતી હશે? મને એમ લાગે છે કે હું મારી પત્ની જોડે જબરદસ્તી કરી રહ્યો છું. મને એમ પણ લાગે છે કે તેનામાં બાળકબુધ્ધિ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (અમદાવાદ)

* તમારી ઉંમર ૨૯ વર્ષની છે અને તમારી પત્ની તમારાથી સાત વર્ષ નાની છે એટલે ૨૨ વર્ષની છે. આપણા દેશના કાયદા પ્રમાણે ૨૧ વર્ષની સ્ત્રી પુખ્ત વયની ગણાય છે એટલે તમારી પત્નીમાં બાળકબુધ્ધિ હોઈ શકે, પણ તે બાળક નથી, પુખ્ત છે. સાઉથમાં એટલે કે કર્ણાટક, ગોવા વગેરે રાજ્યોમાં પુરુષો તેમના કરતાં સાતથી દસ વર્ષ નાની સ્ત્રી જ પસંદ કરતા હોય છે. લગ્ન થયાં એટલે બન્નેએ એકબીજાને શારીરિક સંબંધની સહમતી આપી દીધી એમ કહેવાય એટલે તમે બળજબરી કરી રહ્યા છો એવો ભાવ મનમાં લાવતા નહીં. સૌપ્રથમ તમારે તો પત્નીનો પ્રેમ જીતવો જરૂરી છે. કામસૂત્રમાં પ્રથમ રાતનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. પ્રથમ છથી સાત રાત એકબીજાને સમજવામાં, વાર્તાલાપમાં ગાળવી. મનગમતાં ભોજન કરવાં. સંધ્યા સમયે આનંદકિલ્લોલ કરતાં-કરતાં ઓચિંતો એકબીજાના શરીરનો સ્પર્શ થાય અને એમાંથી સેક્સનો અગ્નિ પ્રગટે છે એટલે મુખ્ય વાત એ કે કોઈ બળજબરી ન કરતાં શાંતિથી એકબીજાને સમજીને અને સહમતીથી આગળ વધવું.

- અનિતા


Google NewsGoogle News