Get The App

મૂંઝવણ .

Updated: Jan 2nd, 2023


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારી પત્ની કહે છે કે અમારા જાતીય સમાગમ વચ્ચે ઓછામાં  ઓછો  ચાર  દિવસનો ગાળો હોવો જોઈએ. આ મુદાને કારણે અમારી વચ્ચે ભારે તાણ સર્જાઈ છે. 

હું ૨૦ વર્ષનો યુવાન છું. મને હસ્તમૈથુન કરવાની ઈચ્છા થાય અને ન કરું તો છાતીમાં દુખાવો શરૂ થાય છે. હું સવારે ઊઠીને લાંબુ બગાસું ખાઉં છું તો પણ ઇન્દ્રિય ઉત્તેજિત થઈ જાય છે. શું આ એબનોર્મલ છે?

એક યુવક (કલ્યાણ)

હસ્તમૈથુનને કારણે ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થતો. તમને  હસ્તમૈથુન  કરવાની ઇચ્છા  થાય એટલે કે તમને  ઉત્તેજના થાય  ત્યારે માત્ર  તમારી  ઇન્દ્રિયમાં  જ લોહીનો  ભરાવો  નથી. થતો, શરીરના જુદા-જુદા ભાગમાં  પણ  રુધિરાભિસરણ  તેજ  બની  જાય છે. ઘણા લોકો આવા સમયે માથામાં, છાતીમાં કે વૃષણમા ં દુખાવો  થતો હોવાની ફરિયાદ કરતા હોય છે. આનો શ્રે ઉપાય એ છે કે  હસ્તમૈથુનની  ઇચ્છા પૂરી કરી દેવી. બગાસાં અને ઉત્તેજનાનો સંબંધ છે  ત્યાં સુધી તમે ડોક્ટરની  યોગ્ય સલાહ લઈને ઉપચાર કરાવી શકો છો. 

મારી ઉંમર ૪૨ વર્ષ છે અને મારી પત્નીની ઉંમર ૩૮ વર્ષ છે. અમારાં લગ્નને પંદર વર્ષ થયાં છે અને અમે હંમેશાં સક્રિય જાતીય જીવન ભોગવ્યું છે. અત્યારે સામાન્ય રીતે અમે એકાંતરે સમાગમ કરીએ છીએ, પરંતુ મારી પત્ની કહે છે કે અમારા જાતીય સમાગમ વચ્ચે ઓછામાં  ઓછો  ચાર  દિવસનો ગાળો હોવો જોઈએ. આ મુદાને કારણે અમારી વચ્ચે ભારે તાણ સર્જાઈ છે. અમારે શું કરવું જોઈએ? અમે જ્યારે-જ્યારે સંભોગ કરીએ છીએ ત્યારે અમને બન્નેને એમાંથી  આનંદ  મળે છે.

એક પતિ (બારડોલી)

તમે કેટલી વાર સંભોગ કરો છો એનો તમારા આરોગ્ય, સ્કૂત કે  શક્તિ સાથે કોઈ સંબંધ નથી. સંભોગની સંખ્યા નહીં, પરંતુ એની ગુણવત્તા મહત્ત્વની છે. જાતીય આનંદને કોઈ ચોક્કસ માત્રામાં  માપી ન શકાય. એનો આનંદ કે સુખ બન્ને વ્યક્તિઓએ અરસપરસ વહેંચવાનાં હોય છે. તમે તથા તમારી  પત્ની  કેટલી વાર સંભોગ કરો છો એના કરતાં તમને  બન્નેને એમાંથી કેટલો આનંદ મળે છે એ મહત્ત્વનું છે. તમે ઇચ્છો એટલી વાર સંભોગ કરી  શકો છો. બે  સંભોગ વચ્ચે  ચાર દિવસનો  ગાળો  હોવો જ  જોઈએ એવું  જરૂરી નથી. તમે ધારો તો એક  દિવસમાં બે વાર પણ સંભોગ કરી શકો છો. 

તાજેતરમાં મારી  મરજી  વિરુદ્ધ મારાં લગ્ન થયાં હતાં. જાતીય જીવનની બાબતોમાં હું બિનઅનુભવી હતો અને મેં જ્યારે મારી પત્ની   સાથે સંભોગ  કરવાની કોશિશ કરી ત્યારે એ પ્રયાસ નિષ્ફળ ગયો. મારી  પત્ની   સાથે સંભોગ કરતાં મને પીડા તથા  બેચેની લાગી. પછીથી  મને ખબર પડી કે મારા  શિશ્નની  બહારની  ચામડી પૂરેપૂરી ખેંચાઈ ગઈ હતી. હું  તેની સાથે સંભોગ ચાલુ ન રાખી શક્યો. હકીકતમાં  એ દિવસે  બીજી વાર  મારું શિશ્નોત્થાન  પણ થયું નહીં ત્યાર પછી મને પેશાબ કરવામાં કોઈ તકલીફ નથી પડી અને મેં નોર્મલ   રીતે હસ્તમૈથુન પણ કર્યું છે, પરંતુ મારી પત્ની  સાથે સંભોગ નથી કર્યો.   આને પરિણામે અમારા લગ્નજીવનમાં ભારે તાણ સર્જાઈ છે.

એક પુરુષ (અમદાવાદ)

 તમે  તમારા શિશ્ન પરની  ત્વચા પાછી  ખેંચવામાં  તકલીફ અનુભવતા હો એમ લાગે છે. તમને બાળપણમાં એ કઈ રીતે કરવું એ શીખવાડયું હોત તો સારું થાત. ઉપલી ત્વચા પાછી ખેંચવી અને પછી શરીરના બીજા કોઈ પણ ભાગની માફક સાબુ તથા પાણીથી શિશ્ન ધોઈ નાખવું  અ ે પુરુષના આરોગ્ય માટે મહત્ત્વનું છે. 

મારું  સૂચન છે કે તમે શિશ્ન પર તેલ લગાડીને એના પરની ત્વચા પાછી  ખેંચવાની કોશિશ કરો. જો તમે થોડાક દિવસ આમ કરશો તો સંભોગ દરમિયાન પીડા નહીં થાય. આમ  છતાં  સંભોગની ક્રિયા  દરમ્યાન પીડા ચાલુ રહે તો તમારે સર્જ્યનને   મળવું જોઈએ અને ત્વચા કઢાવી નાખવી  જોઈએ.

- અનિતા


Google NewsGoogle News