મૂંઝવણ .
- હું કાકીને મા સમાન ગણતો હતો. એમની મમતા અચાનક પ્રેમમાં બદલાઈ ગઈ અને શારીરિક સંબંધ બંધાયો...
* હું સરકારી સંસ્થામાં એન્જિનીયર છું, બાળપણમાં જ મારાં માતા-પિતા ગુજરી ગયા. કાકીને મા સમાન ગણતો હતો. એમની મમતા અચાનક પ્રેમમાં બદલાઈ ગઈ અને શારીરિક સંબંધ બંધાયો જ્યારે ભાન થયું ત્યારે મેં એમનાથી દૂર રહેવાનું નક્કી કરી લીધું. હવે હું જ્યાં નોકરી કરું છું એ શહેરમાં રહું છું, પરંતુ મારા કાકીને ઈચ્છવા છતાં ભૂલી શકતો નથી શું કરવું?
મારી બીજી પણ સમસ્યા છે. તે એ છે કે જે યુવતી સાથે મારી સગાઈ થઈ છે એની અને મારી રાશિ એક છે. મેં સાંભળ્યું છે કે એક રાશિવાળા લોકો વચ્ચે બનતું નથી હોતું. શું આ સાચું છે? અમારું લગ્નજીવન ટકશે કે નહીં?
એકભાઈ (નવસારી)
* તમે સારું કર્યું. યોગ્ય સમયે તમારી કાકી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હવે જ્યાં સુધી એમને ન ભૂલી શકવાની વાત છે તો એમાં સમય લાગી શકે છે. લગ્ન થઈ ગયા પછી તમારી પત્ની અને બાળકોમાં વ્યસ્ત બની જતાં તમે એમને સંપૂર્ણપણે ભૂલી જશો. માટે ચિંતિત ન બનો.
તમારી મંગેતરની રાશિ અંગે તમારા મનમાં જે ભ્રમ છે એ અર્થવિહીન છે. લગ્નજીવન પરસ્પરની સમજણ અને સહકારથી નભે છે તમે શિક્ષિત યુવક છો માટે અંધશ્રદ્ધામા માનશો નહીં.
* હું ૧૭ વર્ષની ૧૨ મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની છું, હું ગયા વર્ષે ફેઈલ થઈ ગઈ હતી. ૧૧મા ધોરણમાં મારા ૮૦ ટકા માર્ક્સ આવ્યા હતા. હું સાયન્સની વિદ્યાર્થિની છું. ગયા વર્ષે મારી બહેનના લગ્નમાં એના દિયર સાથે પરિચય થયો હતો. અમે બંને એકબીજાને ચાહવા લાગ્યાં. એના કારણે મારા ભણતર ઉપર અસર થઈ અને હું ફેઈલ થઈ ગઈ. મારે મારા ઘરના લોકોના ઠપકાનો સામનો કરવો પડયો. એમને મારા પ્રેમ વિશે જાણ થઈ ગઈ છે. ભણવામાં મારું મન લાગતું નથી. કોઈ ઉપાય બતાવો.
એક યુવતી (સુરત)
* તમે ઉંમરના જે તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છો એમાં કોઈ મનગમતા યુવાન તરફ આકર્ષિત થવું અને એના વિચારોમાં ખોવાઈ જવું સ્વાભાવિક છે, પરંતુ આટલું બધું ગાંડપણ સારું નહીં કે તમારા ભણતરપર આટલી બધી અસર કરે. તમે એક હોંશિયાર વિદ્યાર્થિની છો. એકવાર સમજણના અભાવે ફેલ થઈ ગયા એનું પુનરાવર્તન ન થાય એ માટે બધું ભૂલીને તમારું તમામ ધ્યાન ભણતર પર કેન્દ્રિત કરો. મન દઈને ભણશો તો ચોક્કસ સારા માર્ક્સ મેળવીને પાસ થશો.
* હું ૩૨ વર્ષની વર્કિંગ વુમન છું, મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે. મારું લગ્નજીવન સુખી છે. છેલ્લા એક વર્ષથી મારી યોનિમાંથી સફેદ દુર્ગંધ મારતો સ્ત્રાવ થઈ રહ્યો છે. એના કારણે સહવાસની પણ ઈચ્છા નથી થતી. ઘણીવાર મન થાય છે પણ શરીર સાથ આપતું નથી. પતિ પણ ઉદાસ રહે છે. કોઈ ઉપચાર બતાવશો.
એક મહિલા (મુંબઈ)
* તમે શ્વેતપ્રદરની સમસ્યાથી ગ્રસ્ત છો. કોઈ સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને સારવાર કરાવો. સમસ્યામાંથી છૂટકારો મળશે.
મારી હથેળીઓ અને પગનાં તળિયામાં ખૂબ પરસેવો થાય છે. આ તકલીફ બારે માસ રહે ે. વચ્ચે વચ્ચે ક્યારેક થોડાં દિવસ આરામ રહે છે. પણ ફરી પાછી આ તકલીફ ઊભી થઈ જાય છે. મેં અનુભવ્યું છે કે, તાણ કે ગભરામણ થવાથી આ તકલીફ વધી જાય છે. મારે આ તકલીફમાંથી કેવી રીતે છુટકારો મેળવવો?
એક મહિલા (ભાવનગર)
* તમારી તકલીફ મૂળ સ્વરૂપે તાણ સાથે જ સંકળાયેલી છે. જો આપણે તાણથી ઘેરાયેલા રહીએ, તો આપણા મગજમાં આવેલી હાઈપરએક્ટિવ નર્વસ સિસ્ટમ પર તેની સીધી અસર પડે છે અને આપણી ત્વચામાં આવેલી પ્રસ્વેદ ગ્રંથિઓ વધારે સક્રિય બની જાય છે.
આ ગ્રંથિઓ હથેળીઓ અને પગનાં તળિયામાં શરીરના બીજા ભાગો કરતાં વધારે હોવાથી તેમાં સૌથી વધુ પરસેવો થાય છે. તમારી જાણકારી માટે શરીરના બીજા ભાગો, જેમ કે પીઠ પર પરસેવાની ગ્રંથિઓની સંખ્યા જ્યાં પ્રતિ ચોરસમીટર ૬૦ થી ૬૫ ની વચ્ચે હોય છે, ત્યાં જ હથેળીઓ અને પગનાં તળિયામાં આ સંખ્યા ૬૦૦ થી ૬૨૫ની વચ્ચે હોય છે. એટલા માટે જ શરીરના આ ભાગોમાં વધારે પરસેવો થવો સ્વાભાવિક છે.
આ તકલીફમાંથી છુટકારો મેળવવા માટે જરૂરી એ છે કે, તમે તમારા મનને બને તેટલું વધારે શાંત રાખો. કોઈ મુશ્કેલી આવે તો તેનાથી વધારે ચલિત ન થાઓ અને સહજ રહીને તેના સમાધાનનો ઉપાય વિચારો.
સવાર-સાંજ ચાલવાનું રાખો. બની શકે તો હળવી કસરતો પણ કરી શકો છો. જો તેમ છતાં તકલીફ ચાલુ રહે તો યોગ્ય રહેશે કે કોઈ સાઈકોલોજિસ્ટ સાથે પરામર્શ કરો.
હાલમાં, તમે હથેળીઓ અને પગનાં તળિયા પર એલ્યુમિનિયમ ક્લોરાઈડનું લોશન અને પાઉડરનો ઉપયોગ કરી શકો છો. આનાથી પરસેવો થવાની તકલીફમાં થોડી રાહત ચોક્કસ મળશે.
- અનિતા