મૂંઝવણ .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- હું 27 વર્ષની અપરિણીત સ્ત્રી છું. છેલ્લા ચાર વર્ષથી મેં એક પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે. અમે સંભોગ પણ કર્યો છે. કમનસીબે અમે પરણી નથી શક્યાં. 

* હું ૨૮ વર્ષનો પરિણીત યુવાન છું. મે મહિનામાં મારા લગ્ન થયાં હતાં. હવે હું અને મારી પત્ની બાળક પેદા કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ. મને પહેલી જ ડિલિવરીમાં પુત્ર જોઈએ છે. ક્યા સમયે અને કેવી રીતે સંભોગ કરવાથી પુત્ર આવે એ સમજાવશો.

એક યુવાન (વલસાડ)

* હજી સુધી દુનિયામાં શું ખાવાથી, ક્યારે સંભોગ કરવાથી કે કઈ રીતે સંભોગ કરવાથી છોકરો જ જન્મે એવું નિદાન નથી શોધાયું. આમાં માત્ર ઈશ્વરની ઇચ્છા જ કામ કરે છે. ઘણા લોકો બ્રાહ્મમુહૂર્તમાં સંભોગ કરવાનું કહે છે તો ઘણા લોકો સ્ત્રીનો માસિક પિરિયડ પૂરો થાય એના અમુક દિવસ પછી સંભોગ કરવાની સલાહ આપે છે. આ બધી મિથ્યા વાતો છે, હકીકત નથી. આવા અખતરા કરવાનું કોઈ કહે તો એમાં પડવું નહીં, પણ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવું.

* મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમને દોઢ વર્ષનું એક બાળક છે. હવે ત્રણેક વર્ષ સુધી અમારે બીજું બાળક નથી જોઈતું. મારી પત્ની ગર્ભવતી ન બને એ માટે હું તેને ગર્ભનિરોધક ગોળી લેવડાવવા માગું છું તો એ ગોળી કઈ રીતે લેવી એની સલાહ આપશો.

એક યુવક (વડોદરા)

* બજારમાં ઓછા પાવરની ગર્ભનિરોધક ગોળી મળે છે એ તમે તમારી પત્નીને સારા ગાઇનેકોલોજિસ્ટની સલાહ અનુસાર આપી શકો છો. જ્યારે તમારી પત્ની મહિનામાં બેસે ત્યારે તેને ગોળી આપવાની શરૂઆત કરવી અને સતત એકવીસ દિવસ સુધી આપવી. પછી આઠેક દિવસ બાદ ફરી મહિનો આવી જશે. એ સમયે પાછી પહેલા દિવસથી ગોળી શરૂ કરાવી દેવાની. એક વાતની ખાસ તકેદારી રાખવી કે જ્યારે પહેલી વાર તમે પત્નીને ગોળી લેવડાવવાની શરૂઆત કરાવો ત્યારે સંભોગ કરતી વખતે તમારે બે અઠવાડિયા માટે નિરોધ વાપરવું જરૂરી છે. બીજી સાઇકલમાં તમારે નિરોધ વાપરવાની જરૂર નથી.

* હું ૨૪ વર્ષની પરિણીત યુવતી છું. મારા લગ્ન હમણા જ થયાં છે. મારે હમણાં બાળક નથી જોઈતું. એ માટે હું ગર્ભનિરોધક ગોળી લેવા માગું છું. ક્યા સંજોગોમાં સ્ત્રીએ ગર્ભનિરોધક ગોળીઓ ન ગળવી જોઈએ?

એક યુવતી (અમદાવાદ)

* જો સ્ત્રીને લાંબા સમયથી લિવરની કોઈક બીમારી લાગુ પડી હોય, તેણે લિવર માટે વિવિધ પ્રકારની તપાસ કરાવી હોય, સ્તન કેન્સર થયું હોય, ગર્ભાશય કે યોનિને લગતો અસાધારણ રક્તસ્ત્રાવ થયો હોય અથવા રક્તવાહિનીમાં લોહી ગંઠાઈ જવાની રક્તાભિસરણની બીમારી હોય કે હાઇપરટેન્શન અને માઇગ્રેન જેવું દરદ હોય તો ગર્ભનિરોધક ગોળીઓ ગળવી ન જોઈએ. બીજા પ્રતિકૂળ સંજોગોમાં ડાયાબિટીઝ અને વાઇની બીમારીમાં તથા સ્તનપાન કરાવતી માતાના કિસ્સામાં પ્રથમ છ મહિના દરમિયાન ગર્ભનિરોધક ગોળી પ્રતિબંધિત ગણાય છે. જો કે એનો ઉપયોગ કરતા પહેલા સ્ત્રી-રોગના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

* હું ૨૭ વર્ષની અપરિણીત સ્ત્રી છું. છેલ્લા ચાર વર્ષથી મેં એક પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે. અમે સંભોગ પણ કર્યો છે. કમનસીબે અમે પરણી નથી શક્યાં. હવે મારા લગ્ન એક રૂઢિચુસ્ત પરિવારના પુરુષ સાથે થવાના છે. હું તેમનાથી આ વાત છૂપી રાખવા માગું છું, પરંતુ હું કુમારિકા નથી એ વાત છુપાવી શકું એમ નથી. હું જાણું છું કે સંભોગ સિવાય બીજા અનેક કારણોસર યોનિનું આવરણ તૂટી શકે છે. મારે શી રીતે પુરવાર કરવું કે મારા કિસ્સામાં પણ એવું જ થયું છે?

એક સ્ત્રી (સુરેન્દ્રનગર)

* જો કોઈ સ્ત્રી એમ કહે કે તે કુમારિકા છે તો દુનિયામાં કોઈ પણ ટેસ્ટ સાબિત ન કરી શકે કે તે કુમારિકા નથી. તમારા નિર્ણયને મક્કમતાથી વળગી રહો. આવી મામૂલી વાતને મોટું સ્વરૂપ ન આપશો.

* હું ૪૧ વર્ષનો પુરુષ છું. મેં પંદરમા વર્ષથી હસ્તમૈથુન શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી દરરોજ હસ્તમૈથુન કર્યા બાદ મને રાત્રે વીર્યસ્ખલન થવાનું શરૂ થયું હતું ત્યારથી દરરોજ રાત્રે સતત વીર્યસ્ખલન થયા કરે છે અને શિશ્નોત્થાનની ક્ષમતા લગભગ ગુમાવી બેઠો છું. ૧૯૯૫માં મારા લગ્ન થયા હતા અને મારે એક તંદુરસ્ત પુત્રી છે. હકીકતમાં મારી પત્ની ફરી સગર્ભા છે, પરંતુ મારું શિશ્નોત્થાન માત્ર ત્રીસેક સેકન્ડ ટકે છે અને મારા વીર્યનો રંગ લગભગ પાણી જેવો છે. આ સિવાય હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મને સલાહ આપવાની કૃપા કરશો.

એક પુરુષ (વડોદરા)

* હસ્તમૈથુન કે રાત્રે થનારા વીર્યસ્ખલનોથી કોઈ પણ પ્રકારની જાતીય ઊણપ નથી આવતી. એ નોર્મલ, શારીરિક પ્રતિક્રિયાઓ છે અને રોગનિદાનને લગતી કોઈ સમસ્યાઓ નથી. વીર્યનો રંગ, પ્રમાણ અને એનું સાતત્ય ઘણી વાર ઉંમર સાથે બદલાય છે. જીવનસાથીનો સંભોગથી દૂર રહેવાનો સમયગાળો તથા તેની ઉત્તેજનાની તીવ્રતા પણ વીર્યના પ્રમાણ પર અસર કરે છે. આ માટે તમારે કોઈ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર નથી.

* જી-સ્પોટ શું છે? એને કેવી રીતે ઉશ્કેરી શકાય?

એક યુવાન (મુંબઈ)

* જી-સ્પોટ અથવા ગ્રાફેનબર્ગ સ્પોટ સ્ત્રીની યોનિનો એ સંવેદનશીલ હિસ્સો છે જે જાતીય ઉત્તેજનાનો સૌથી વધારે અનુભવ કરી શકે છે. 

યોનિમાર્ગના પ્રવેશમાર્ગથી બે ઇંચના અંતરે અંદરની બાજુએ એ આવેલો હોય છે. આંગળીઓને આ પ્રદેશમાં આગળપાછળ અને એક સાઇડથી બીજી સાઇડ ફેરવવાથી (સ્ટિમ્યુલેટ  કરવાથી) વધતી જતી ઉત્તેજનાને આધારે જી-સ્પોટનું ચોક્કસ સ્થાન પારખી શકાય છે. વધતાજતા સ્ટિમ્યુલેશનથી જી-સ્પોટ ફૂલીને કડક બની જાય છે. જી-સ્પોટની સાથે ક્લિટોરિસ (મદનાંકુર)ને પણ સ્ટિમ્યુલેટ કરવામાં આવે તો સ્ત્રીની ઉત્તેજના ઓર વધે છે.

- અનિતા


Google NewsGoogle News