મૂંઝવણ .
- મારા વીર્યમાં જીવતા શુક્રાણુ કરતાં મરેલા શુક્રાણુની સંખ્યા ઘણી વધારે છે. મારી પત્નીના બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટરનું કહેવું છે કે અમારે ટેસ્ટટયુબ બેબી કરવી પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આનો ઉપાય શું?
મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લગ્નને એક વર્ષ થયું છે. હું જ્યારે પણ સંભોગ કરું છું ત્યારે મારું વીર્ય જલદી નીકળી જાય છે. એને લીધે હું મારી પત્નીને પૂરેપૂરો સંતોષ નથી આપી શકતો. મને એવી કોઈ દવાનું નામ આપશો જેનાથી મારું શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજિત રહે અને હું મારી પત્ની સાથે લાંબા સમય સુધી સંભોગ કરી શકું.
- એક યુવક (જામનગર)
* તમને ઈચ્છા થાય છે અને ઈન્દ્રિયમાં ઉત્તેજના પણ આવે છે, માત્ર યોનિ પ્રવેશ પછી વીર્યનું સ્ખલન તમે ઈચ્છો છો એના કરતાં વહેલું થઈ જાય છે. આ સમસ્યાનાં ચાર કારણો હોય છે. (૧) તીવ્ર કામેચ્છા, (૨) ઈન્દ્રિયના આગળના ભાગ પર વધુ પડતી સંવેદના, (૩) પ્રોસ્ટેટ અથવા મૂત્રનલિકામાં ઈન્ફેક્શન અને (૪) ડાયાબિટીઝની શરૂઆત. ઘણાખરા કિસ્સાઓમાં જો પેરોક્સિટિનની ૨૦ મિલીગ્રામની ગોળી નિર્ધારિત સંભોગના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. એટલે કે એક માણસનું વીર્ય જલદી છૂટી જતું હોય તો એમાં તેને રાહત મળી વીર્ય મોડું છૂટે એવી પ્રક્રિયા સર્જાય છે. આ ગોળી પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ હોવાને કારણે ડોક્ટરની સલાહ નીચે લેવી હિતાવહ છે.
મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. અમારે એક પુત્ર હતો જે એક વર્ષ પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. હવે અમને બાળક જોઈએ છે, પણ મારા સ્પર્મ કાઉન્ટિંગ ઓછા છે. ડોક્ટરના રિપોર્ટ મુજબ મારા વીર્યમાં જીવતા શુક્રાણુ કરતાં મરેલા શુક્રાણુની સંખ્યા ઘણી વધારે છે. મારી પત્નીના બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટરનું કહેવું છે કે અમારે ટેસ્ટટયુબ બેબી કરવી પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આનો ઉપાય શું? મારે શું કરવું જોઈએ?
- એક યુવક (સુરત)
* એક વખત બાળક થઈ ગયું હોય પછી આમ અચાનક શુક્રજંતુ ઓછા થઈ જાય એવું બનવાના ચાન્સિસ નથી એવું નથી. પણ બહુ ઓછા હોય છે. આવા સંજોગોમાં સારા પેથોલોજિસ્ટ પાસે આજે વીર્યસ્ખલન થયું હોય તો ચાર દિવસ પછી જઈને વીર્યનો રિપોર્ટ ચેક કરાવવો. આ માટે કોઈ લેબોરેટરીમાં વીર્યની તપાસ કરાવવી. જો તમારો કાઉન્ટ વીસ મિલિયન પર સીસીથી વધારે હોય અને ગતિ ગ્રેડ ત્રણ કે ચાર જેટલી હોય તો સમજવું કે રિપોેર્ટ નોર્મલ છે તથા ટેસ્ટટયુબ બેબી કરવાની કોઈ જરૂર નથી.
હું પંચાવન વર્ષનો પરિણીત પુરુષ છું. મારાં લગ્નને ૩૩ વર્ષ થયાં છે. છેલ્લાં ત્રણ મહિનાથી મારું શિશ્ન ટટ્ટાર અને કડક થતું નથી. મને સંભોગ કરવાની ઈચ્છા ઘણી થાય છે, પણ ડર લાગે છે કે પત્નીને ઉત્તેજિત કર્યા પછી યોનિપ્રવેશ નહીં કરાવી શકું તો શું થશે? મને ડાયાબિટીઝ છે. જમ્યા પછી ૩૦૦ની આસપાસ રહે છે. દવા લઉં છું.
- એક પુરુષ (નડિયાદ)
* ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવો તમારા હિતમાં છે. જમ્યા પછી બે કલાકે શુગરનું લેવલ ૧૫૦ થી ૧૭૦ સુધીનું હોવું જરૂરી છે. ડાયાબિટીઝની બીમારીમાં વ્યક્તિની કામેચ્છા યથાવત્ રહે છે, પણ ઈન્દ્રિયમાં આવતી ઉત્તેજનામાં ઊણપ વર્તાવા માંડે છે. આવી વ્યક્તિને સંભોગની ક્ષમતા પર યથાવત્ આવવા વાયેગ્રા કે દેશી વાયેગ્રા ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવી ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવામાં આવે તો એ વ્યક્તિનીં ઈન્દ્રિયની ઉત્તેજના (કડકપણા)માં નોંધપાત્ર વધારો કરી શકે છે. દેશી વાયેગ્રા કામેચ્છા નથી વધારતી, પણ આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરવાની તાકાત ધરાવે છે. આ ગોળી ભૂખ્યા પેટે લેવાથી (દા.ત. જમવાના અડધા કલાક પહેલાં) વધુ અસર બતાવે છે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વખત લઈ શકાય છે. એટલું ધ્યાન રાખવું કે જો કોઈ વ્યક્તિ બ્લડપ્રેશરની ગોળી લેતી હોય તો એમાં નાઈટ્રેટ ન હોવું જોઈએ.
હું ૨૩ વર્ષની પરિણીત યુવતી છું, મારા લગ્નને ચાર-પાંચ મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે હું ઉત્તેજિત થાઉં છું ત્યારે મને બિલકુલ સ્ત્રાવ નથી થતો. મને યોનિમાં લિંગ અથવા આંગળી નાખવાનું મન થાય છે, પણ ત્યાં સ્પર્શતા તીવ્ર વેદના થાય છે. એને કારણે મને ઈચ્છા થવા છતાં હું મારા પતિ સાથે સંભોગ નથી કરી શકતી. હું તેમને કોઈ જાતીય સુખ નથી આપી શકતી. મને પતિનું લીંગ જોવા કે સ્પર્શવાની ઈચ્છા પણ નથી થતી. મને આ બંને સમસ્યાનો ઉકેલ બતાવશો.
- એક યુવતી (રાજકોટ)
* કામેચ્છા જાગ્રત થાય તો એની સાથે સાથે યોનિમાર્ગમાં ચીકાશ પણ પેદા થાય છે. જો તમારી ઈચ્છા હોય છતાં યોનિમાર્ગમાં ચીકાશ પેદા ન થતી હોય તો એનાં ત્રણ કારણો હોઈ શકે. પહેલું એ કે સંભોગ પહેલાંની ક્રિયા એટલે કે સંવનનની ક્રિયામાં તમે ઓછો સમય ગુજારતા હો.
બીજું, યોનિમાર્ગમાં કોઈ ઈન્ફેક્શન હોય તો પણ તમને યોનિમાં લુબ્રિકેશન (ભીનાશ) ઉત્પન્ન ન થાય. ત્રીજું એ કે હોેર્મોનના અસંતુલનને કારણે પણ આવું થઈ શકે. તમારા હોેર્મોનનું અસંતુલન હોવાની કોઈ શક્યતા નથી, કારણ કે એ ૪૫ વર્ષ પછી જ્યારે મહિનો આવતો બંધ થઈ જાય, મેનોપોઝમાં આવે ત્યારે જ આ સમસ્યા સર્જાઈ શકે. આમ ઉપરનાં ત્રણ કારણોમાંથી પહેલું અથવા પહેલાં બંને કારણ તમારી સમસ્યાની જડ છે.
ઘણી વાર યોેનિમાંથી દહીં જેવું સફેદ પાણી ઝરતું હોય છે. એનું કારણ ફંગલ ઈન્ફેક્શન હોય છે. કોઈ વાર પીળાશ પડતું પાણી ઝરતું હોય છે અને અંદરના કપડાં પર એના ડાઘ લાગતા હોય છે. એનું કારણ બેક્ટેરિયલ કે ટ્રાઈકોેમોનલ ઈન્ફેક્શન હોઈ શકે. બજારમાં મળતી ભનૈહ-લીહ નામની યોનિમાં મૂકવાની ગોળી આ બધાનો એક સરળ ઉપાય છે. સાત દિવસ સુધી સતત એ ગોેળી રાત્રે સૂતી વખતે યોનિમાં મૂકવાની હોય છે. આ ગોળી ડોક્ટરની પાસે તપાસ કરાવીને પછી તેમની સલાહ અનુસાર મુકવી જોઈએ. ત્યાં સુધી તમારે સંભોગ કરવાથી દૂર રહેવું. નહીંતર ઈન્ફેક્શનની આપ-લે થયા કરશે અને રોગ જડમૂળથી નહીં નીકળે.
- અનિતા