મૂંઝવણ .
- મને મૈથુન વખતે પરાકાાનો અનુભવ થાય છે ત્યારે ઘણા જ સુખનો અનુભવ થાય છે, પણ તે વખતે મારા પગમાં તે કંપતા હોય તેવું વિચિત્ર સંવેદન થાય છે.
* મારાં લગ્ન થયાને બે વર્ષ થયાં છે. એક બાળકની હું માતા છું. મારી ઉંમર ૨૮ વર્ષની છે. મને મૈથુન વખતે પરાકાાનો અનુભવ થાય છે ત્યારે ઘણા જ સુખનો અનુભવ થાય છે, પણ તે વખતે મારા પગમાં તે કંપતા હોય તેવું વિચિત્ર સંવેદન થાય છે. પરાકાા પછી મને વિકનેસ જેવું લાગે છે, પણ પછી કંઈ નહીં. મને આવું પહેલેથી જ થાય છે. શું મારામાં કોઈ ખામી છે? જો ખામી હોય તો મારે માટે યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
* પહેલાં તો મનમાંથી ચિંતા દૂર કરો. તમારામાં કોઇ ખામી નથી. તમને થાય છે તેવું ઓછું કે વધતું ઘણાને થતું હોય છે. કામોત્તેજના વધવા માંડે તેની સાથે શરીરની માંસપેશીઓમાં તનાવ (ટેન્શન) પણ વધવા માંડે છે. પરાકાષ્ઠા (ઓર્ગેઝમ)ની ક્ષણોમાં આ તનાવ પણ ઘણો જ તીવ્ર હોય છે. પરાકાષ્ઠા આવી જતાં તે તનાવની સંગતા ત્વરાથી ઓસરી જાય છે. કોઇના પગોમાં આ તનાવ વિશેષરૂપે હોય અને પરાકાાની ક્ષણોમાં અને ખાસ તો પરાકાા સાવ સમીપ આવી ગઇ હોય તે ક્ષણોમાં કંપ- ધુ્રજારી જેવું સંવેદન થાય. પગમાં ઓચિંતા અને જોરદાર સ્પૅજોડિક જર્ક્સનો અનુભવ કેટલાકને થતો હોય છે. આ કોઇ ખામી નથી. તેથી તેના ઉપાયની ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતને બીજી રીતે સમજાવી શકાય. કામોત્તેજના વધતાં બ્લડપ્રેશર વધે છે. પરાકાાની અંતિમ ક્ષણો આવતાં બ્લડપ્રેશર જનન અવયવો અને સમગ્ર દેહમાં વધી જાય છે. પરાકાા પસાર થઇ જતાં ત્વરાથી પ્રેશર ઘટી જાય છે.
* મારી વય ૨૫ વર્ષની છે. લગ્નને ૬ વર્ષ થઇ ગયાં ં છે. એક પાંચ વર્ષની પુત્રી છે. મારું વજન ૫૦ કિલો છે. મારે સ્તનોને મોટી અનેકઠણ કરવાં છે. મેં સાંભળ્યું છે કે મુંબઈમાં કોઇ પ્રાઈવેટ હૉસ્પિટલમાં ઇન્જેક્શન આપીને સ્તનોને મોટાં કરવાનો ઉપચાર કરવામાં આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક પત્ની (અમદાવાદ)
* કોઇ ક્રીમ, લોશન કે તેલથી માલિશ કરવાથી સ્તનો મોટાં થતાં નથી. કોઇ ખાસ પ્રકારની કસરતોનાં સાધનોથી પણ બ્રેસ્ટ મોટાં કે કઠણ થતાં નથી કેમ કે સ્તનો મુખ્યત્વે ચરબી (ફેટ)ના કોષોમાંથી બનેલાં હોય છે. હોર્મોન્સના ઇન્જેક્શન આપવાથી શરીરમાં નમક (સોડિયમ ક્લોરાઇડ) અને પાણીનો સંગ્રહ (રિટેન્શન) થવાથી શરીર ફૂલી જાય. આમ અંત:ાવોથી આવા પાણી-નમકનો સંગ્રહ થવાથી બ્રેસ્ટ પણ મોટાં અને ફૂલેલાં લાગે, પણ તે કંઈ મેદધાતુ વધવાથી ખરેખર મોટાં થયાં નથી હોતાં. સ્ટેરોઇડ્ઝ બંધ કર્યા પછી તે વૃદ્ધિ કરી જાય. સ્ટેરોઇડ્ઝનો ઉપયોગ હાનિકારક છે. પ્રવાહી સિલિકોન બ્રેસ્ટમાં આપવાના ઉપચારનો યુએસએમાં નિષેધ (મનાઈ) છે કેમ કે તેમાં ગંભીર આરોગ્યહાનિના ભયસ્થનો રહેલા છે. સિલિકોન જેલને (ઇમ્પ્લાન્ટ્સ) બ્રેસ્ટ ટિસ્યુની નીચે મૂકવાની ક્રિયા સર્જરીથી કરવામાં આવે છે. આ ગંભીર પ્રકારની સર્જરી- કૉસ્મેટિક સર્જરી (ઓગમેન્ટેશન મેમોપ્લાસ્ટી) કરનાર નિષ્ણાત સર્જનો હોય છે. આવી સર્જરીનાં ભયસ્થાનો પણ છે જ.
* ૧૮ વર્ષનો હતો ત્યારે સાઇકલ વાગતાં એક વૃષણ પદ્ધતિ કામ કરતી બંધ થઈ ગઈ છે. સર્જન ડૉક્ટરના કહેવા પ્રમાણે હું સંભોગ નિયમિત કરી શકીશ. અમુક વર્ષ પછી હું મારી બીજી વૃધિ કામ કરતી બંધ થઇ જશે અથવા નબળી પડી જશે? શું બંધ પડી ગયેલી વૃષણગ્રંથિને ફરી કાર્ય કરતી કરી શકાય? શું અમુક વર્ષ પાછી હું સંભોગ નહીં કરી શકું? અથવા નબળાઈ આવી જશે? હાલમાં જે નોર્મલ વૃષણગ્રંથિ છે તેને કાયમ માટે નોર્મલ (ક્રિયાશીલ) રાખવાનો ઉપાય શો?
એક યુવક (બારડોલી)
* તમે સંભોગ નિયમિત કરી શકશો. આમ છતાં, તમારા મનમાં ઘણા પ્રશ્નો કરે છે. તમારી એક વૃષણગ્રંથિ જે ક્રિયાશીલ છે તે કુદરતના ક્રમમાં ક્રિયાશીલ રહેશે. કોઇ દવા-ઉપાય તેને કાયમ ક્રિયાશીલ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. તે હાલ ક્રિયાશીલ છે. તમે મૈથુન કરી શકવાને સક્ષમ છો, તેથી લગ્નજીવનમાં જાતીય સુખ આપવામાં અને પામવામાં તમને કોઇ બાધા આવશે નહિ. તમારે લગ્ન કરતાં પહેલાં તમારો 'સિમેન ટેસ્ટ' કરાવો. જો વીયજંતુઓ પર્યાપ્ત પ્રમાણમાં હોય તો તમે સંતાનના પિતા પણ બની શકવાની પોગ્યતા ધરાવો છો.
* ૨૨ વર્ષનો પરિણીત યુવાન છું. સમાગમ પછી ખૂબ જ થાક લાગે છે. સમાગમ પછી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે. લગ્નને છ માસ થયા છે. હજી સુધી પત્ની ગર્ભવતી થઇ નથી. માર્ગદર્શન આપશો.
એક યુવક (જામનગર)
* સમાગમ પછી થોડો 'થાક' લાગે, શરીર બધી રીતે નિરોગી હોય પછી ચિંતા કરવાની જરૂર નથી. મૈથુનક્રિયા પછી તરત અલગ ન પડી જવું. થોડી મિનિટો તેવી સ્થિતિમાં જ શાંત પડયા રહેવું.
તમે પત્નીથી છૂટા પડી જાઓ પછી પણ પત્નીને ચત્તી સૂતેલી જ સ્થિતિમાં દસ મિનિટ પડયા રહેવાની સૂચના આપવી. એક વાત સમજી લો- જે વીર્ય યોનિમાં ફેંકાય છે તેમાં વીર્યજંતુઓ તો દસ ટકા જેટલા જ હોય છે. સંખ્યા તે જંતુઓની કરોડોની હોય છે. તે ગર્ભાશય મુખ દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે. થોડું વીર્ય બહાર નીકળી જવાની બાબત ગર્ભ રહેવાની દ્રષ્ટિએ મહત્ત્વની નથી. હજુ લગ્નને માત્ર છ જ મહિના થયા છે. તેથી ચિંતા ન કરો. એક-દોઢ વર્ષના લગ્નજીવન અને સહજીવન છતાં ગર્ભ ન રહે તો ગાયનેકોલોજિસ્ટને મળીને બન્નેની તપાસ કરાવવી.
- અનિતા