સૌંદર્ય સમસ્યા .

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મને ખૂબ ખીલ થાય છે. તેનાથી બચવા માટે શું કરું? મારે સૂર્યપ્રકાશમાં રહીને વધારે કામ કરવું પડે છે.

મને કેમિકલયુક્ત કંડિશનર લગાવવાથી તકલીફ થાય છે. તેનાથી બચવા માટે કોઈ સરળ ઉપાય જણાવો?

એક યુવતી (મુંબઇ)

વાળમાં શેમ્પૂ કર્યા પછી કંડિશનર કરવાથી તેની ચમક વધે છે. જો વાળ ઘણા શુષ્ક હોય, તો બજારમાં ઉપલબ્ધ સારી કંપનીનું કંડિશનર ઉપયોગમાં લો. તેનાથી તમારી તકલીફ ઓછી થશે. ઈચ્છો તો લિવ ઈન કંડિશનરનો ઉપયોગ પણ કરી શકો છો, જેને લગાવ્યા પછી ધોવામાં નથી આવતું. વાળમાં કુદરતી ભીનાશ માટે ઘરમાં જ પેક તૈયાર કરી શકો છો. તે માટે દૂધ, કેળું અને મધને મિશ્ર કરીને વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળને ધોઈ લો. અઠવાડિયે એકવાર વાળને ગરમ ટુવાલમાં લપેટીને સ્ટીમ અચૂક આપો. તેનાથી સ્કેલ્પનાં છિદ્રો ખૂલી જાય છે. વાળ સ્વસ્થ રહે છે અને તેમની ચમક ચળવાઈ રહે છે.

મારી સ્કિન પર અળાઈ ખૂબ નીકળે છે.

એક મહિલા (નવી મુંબઇ)

સતત પરસેવો થવાથી સ્કિન ભીની રહે છે અને અળાઈ થાય છે. તેનાથી બળતરા અને ખંજવાળ બંને થવા લાગે છે. સ્કિન પર જખમ પણ થઈ જાય છે. અળાઈથી સ્કિનની ઉપરનું પડ ખરબચડું પણ થઈ જાય છે. અળાઈથી બચવા માટે સ્કિનને ડ્રાઈ રાખવી જરૂરી હોય છે. તે સિવાય ગરમીથી બચો. ઠંડકમાં રહો. દિવસમાં ઓછામાં ઓછું ૨ વાર નહાઈ લો. ખંજવાળ ઓછી કરવા માટે કેલમાઈન લોશનનો ઉપયોગ કરો.

મને ખૂબ ખીલ થાય છે. તેનાથી બચવા માટે શું કરું? મારે સૂર્યપ્રકાશમાં રહીને વધારે કામ કરવું પડે છે.

એક મહિલા (અમદાવાદ)

ઓઈલી સ્કિન હોય તેમને આવા પ્રકારની સમસ્યા ઊભી થાય છે. જ્યારે ખીલ મોટા થઈ જાય છે, જેનાથી ચહેરો ખરાબ લાગે છે. તેના પર કોઈ જખમ પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે ચહેરાને દિવસમાં અનેકવાર સ્વચ્છ પાણીથી ધોઈ લો. ફેસવોશ સારી કંપનીનું લો. 

સૂર્યપ્રકાશમાં નીકળતાં પહેલાં સ્કિનને અનુરૂપ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. તેનાથી  સનબર્ન અને એલર્જી બંનેથી બચી શકાય છે.

હું ઓફિસમાં કમ્પ્યૂટર પર કામ કરું છું. તેનાથી ઘણીવાર આંખ દુખવા લાગે છે.

કમ્પ્યૂટર પર કામ કરતી વખતે વચ્ચે વચ્ચે આંખને પટપટાવતાં રહો. કલાકો સુધી સતત કામ કરવાથી આંખને વધારે શ્રમ પડે છે. તેથી દર ૨૦ મિનિટ પછી કમ્પ્યૂટર પરથી નજર હટાવીને બીજી બાજુ જુઓ. તેનાથી આંખ પરનું દબાણ ઓછું થશે અને આંખમાં દુખાવો નહીં થાય. જો તમે કોન્ટેક્ટ લેન્સ લગાવો છો, ત્યારે લેન્સ લગાવતાં અને કાઢતાં પહેલાં તમારા હાથને સાફ કરો. તમારા ડાયટ પર પણ ધ્યાન રાખો. સમયાંતરે આંખની તપાસ પણ કરાવતા રહો.

મારો રંગ શ્યામ છે. થોડા જ મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી હું ઘરમાં જ રહીને પોતાનો રંગ નિખારી શકું?

એક યુવતી (નવસારી)

રંગ નિખારવા માટે આખા સરસવને દૂધમાં ઉકાળીને પીસી લો. તેમાં ગુલાબજળ ઉમેરીને ઉબટણને જેમ લગાવો. ચણાનો લોટ, હળદર અને દહીંની પેસ્ટમાં થોડું સરસવ તેલ ઉમેરીને ઉબટણ ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી ઊઠે છે. તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે, જેનાથી સ્કિનમાં નિખાર આવે છે.

- જયવિકા આશર


Google NewsGoogle News