સૌંદર્ય સમસ્યા .
- મારા નાક પર કાળા તલ થઇગયા છે. બ્લેક હેડ રિમૂવરથી થોડા દૂર તો કર્યા પરંતુ નાક પર કાળા ડાઘા રહી ગયા છે. મારે બ્લેક હેડ્સ કાઢવા કે નહીં તે જણાવશો.
હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાની કાળજી લેવાના ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
સ્નાન બાદ શરીર લૂછતા પહેલાં બોડી ઓઇલ લગાડવું.
જે ભાગ પર તડકો પડતો હોય તે ભાગ પર સનસ્ક્રીન લગાડવુ ંભૂલવું નહીં.
મહિનામાં એક વખત ત્વચાને સ્ક્રબ કરવી અને ત્યાર બાદ કોઇ બોડી પેક લગાડવું. જેથી તાજગી અનુભવાશે અને ત્વચામાં કસાવ આવશે.
હું ૨૬ વરસની યુવતી છું, મારે એ જાણવું છે કે ત્વચાને દોષ દૂર કરનાર લેઝર ટેક્નિક કેટલી કારગત નીવડે છે અને તેનાથી કઈ સમસ્યાઓનો છૂટકારો થાય છે તે જણાવશો.
- એક યુવતી ( વાપી)
ટેક્નિકથી પરમનન્ટ રીતે વાળને દૂર કરી શકાય છે. ખીલ, ચહેરા પરના ડાઘ અને કરચલીથી છૂટકારો પામી શકાય છે.
હું ૨૯ વરસની મહિલા છું. મારા નાક પર કાળા તલ થઇગયા છે. બ્લેક હેડ રિમૂવરથી થોડા દૂર તો કર્યા પરંતુ નાક પર કાળા ડાઘા રહી ગયા છે. મારે બ્લેક હેડ્સ કાઢવા કે નહીં તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
બ્લેક હેડ્સ કાઢો તેનો કોઇ વાંધો નથી. પરંતુ પદ્ધતિ યોગ્ય હોવી જોઇએ. તમારી સમસ્યા જોતા લાગે છે કે, તમે ચહેરા પર ક્રીમ લગાવી સ્ટીમ લીધી નથી. આથી બ્લેકે હેડ્સ કાઢવા માટે ત્વચાને વધારે દબાવવામાં આવી હોય તો કાળા ડાઘ રહી જાય છે. હવે તેના પર રોજ લીંબુનો રસ લગાવો. બ્લેકહેડ્સ કાડવા માટે પહેલાં રોમકૂપ ખોલવા વરાળ અવશ્ય લો. જેથી બ્લેક હેડ્સ નરમ પડી જશે અને રિમૂવરના સામાન્ય દબાણથી જ બહાર નીકળી જશે.
હું ૪૫ વરસની મહિલા છું. મારા શરીર કરતાં મારા પગ સ્થૂળ થતા જાય છે જેથી મને ઉઠવા-બેસવા તથા ચાલવાની તકલીફ પડતી જાય છે. મારે કેવા વ્યાયામ કરવા જોઇએ તે જણાવશો.
એક મહિલા ( મુંબઇ)
* પગની સ્થૂળતા ઓછી કરવા માટે સાયકલિંગ,જોગિંગ,ઉઠબેસ કરવાનું શરૂ કરી દો. ઉઠબેસ સારી કસરત છે પણ શરૂઆતમાં થોડી તકલીફ થશે. ધીરે ધીરે ઉઠબેસની સંખ્યા વધારતા જશો. રોજ બે-પાંચ મિનિટ પગ પર તેલથી માલિશ કરશો.
હું ૨૩ વરસની યુવતી છું. મારી હડપચીની નીચેના ભાગનો રંગ કાળો છે. તેને સામાન્ય કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (ગાંધીનગર)
હડપચીની નીચેના કાળા ભાગને સામાન્ય કરવા માટે લીંબુ અને દહીં ભેળવી પેસ્ટ બનાવી કાળા ભાગ પર લગાડવી. અને પાંચ મિનિટ સુધી મસાજ કરવો. એકાંતરે આ ઉપચાર કરવાથી ફાયદો થશે.
- જયવિકા આશર