Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


હું ફેસિયલ કરાવું છું ત્યારે મારા ચહેરા પર આ કાળા કુંડાળા વધુ ઉપસી આવે છે. મારી આ સમસ્યાના નિવારણનો ઉપાય જણાવશો. 

હું ૨૨ વરસની યુવતી છું. મારી  કાયા પાતળી છે, તેથી મારે પરિધાનની પસંદગી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જેથી હું થોડી જાડી દેખાઉં.

એક યુવતી (મુંબઇ)

મોટી મોટી ફૂલવાળી ડિઝાઇન તમારી કાઠી પર સારી લાગશે.

સ્ટાર્ચ કરેલા સુતરાઉ તેમજ હેન્ડલૂમના વસ્ત્રો  પહેરવાથી તમારું શરીર ભરેલું લાગશે.

ચેક્સ અથવા રાઉન્ડ સ્ટ્રિપ્સ તમારા દુબળાપણાને  છૂપાવવામાં સહાયક નિવડશે.

પફવાળા પરિધાન પહેરવા.

રંગબેરંગી કપડા પહેરવાથી શરીર ભરાવદાર દેખાય છે. ફક્ત સાદા રંગના પોશાકથી વધારે પાતળા દેખાશો.

આભૂૂષણની બાબતમાં પણ ખાસ કાળજી રાખવી. હળવા ઘરેણા તમારી નજાકતમાં વધારો કરે છે. ખાસ પ્રસંગે ભારી પોશાક પહેર્યો હોય તો તેની સાથે મેચ ખાતી ભારી જ્વેલરી પહેરી શકાય.

પરિધાનો સાથે જોડા મેચ કરતી વખતે પ્લેટફોર્મ શૂથી  બદલે જાળીદાર ડિઝાઇનના સેન્ડલ પસંદ કરવાથી વ્યક્તિત્વ નિખરી ઊઠશે.

હું ૨૨ વરસની યુવતી છું.  મને પીઠ ખુલ્લી દેખાય તેવા  પોશાક પહેરવા બહુ ગમે છે સાડી પણ હું થોડી નીચી પહેરું છું. હવે મારી સમસ્યા એ છે કે મારી પીઠ સુંદર નથી તેથી મને સંકોચ રહ્યા કરે છે. પીઠને સુંદર કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

સ્નાન કરતી વખતે પીઠ પર વિશેષ ધ્યાન આપવું. સ્નાન કરતી વખતે લાંબા હાથાવાળા બ્રશ અથવા ટુવાલ  પીઠ પર રગડવાથી રોમ છિદ્રો  સાફ થાય છે. જો પીઠ પર ફોડકીઓ થતી હોય તો  તેનો ઇલાજ કરાવવો. 

પીઠ પર ડાઘ-ધાબા હોય તો સૂતા પહેલા પીઠ પર ક્રિમ લગાડવું. જો વાળમાં ખોડો થતો હોય તો તે પીઠ પર ખરીને ઇન્ફેકશન કરે નહીં તેનું ધ્યાન રાખવું.

ગરમીમાં સૂર્યના કિરણોની ત્વચા પર સીધી અસર પડતી હોવાથી ગરમીમાં વધુ કાળજી રાખવી. પીઠ પર સનસ્ક્રિન લોશન લગાડવું. જધ્યેય એક જ હોવો જોઇએ કે ત્વચા કોમળ, નરમ અને નમીયુક્ત રહે. 

ે આઇ જેલનો ઉપયોગ લાભદાયક થશે.

હું ૩૨ વરસની ગૃહિણી છું. મારે મારી સોંદર્યની કાળજી હવે કઇ રીતે રાખવી તે જણાવશો.

એક મહિલા (રાજકોટ)

દરેક વયની મહિલાએ નિયમિત ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. જેમ કે ક્લિંઝિગ,ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ. તમે જેલ-બેસ્ડ ક્લિનઝર જેમ કે એલોવિરાથી મસાજ કરી વધારાનું ક્રિમ  સ્વચ્છ કોટનથી લૂછી નાખવું.પાણીમાં રોઝ વોટર નાખી તેને આઇસ ટ્રેમાં જમાવી આ ક્યૂબથી ત્વચાને ટોન કરવી. એક ચમચી ઓલિવ ઓઇલ અને મધ ભેળવી મસાજ કરવો.

હું ૨૭ વરસની યુવતી છું.સવારે ઊંઘમાંથી ઊઠું કે આંખ  પર સોજો હોય છે. જેને આપણે સામાન્ય રીતે 'પફ આઇઝ' કહીએ છીએ. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (મહેસાણા)

થોડા બરફના પાણીમાં એક ચમચી મધ ભેળવી આંખ પર સવારે છાંટવું.એક કાકડી ખમણી તેમાં ફૂદીનાનાં તાજા પાનની પેસ્ટ ભેળવી આંખ પર લગાડવું અને દસ મિનિટ રહેવા દઇ ધોઇ નાખવું.

- જયવિકા આશર 

Tags :