સૌંદર્ય સમસ્યા .
- હું 27 વરસની યુવતી છું. એક ઊચ્ચ કંપનીમાં સારા હોદા પર થોડા સમયમાં જોડાવાની છું. એક નોકરિયાત મહિલાના મેકઅપ માટે જણાવશો.
હું ૧૮ વરસની યુવતી છું. મને ખીલથી રક્ષા કરતું પેક જણાવશો.
એક યુવતી (નવી મુંબઇ)
લીમડાની પેસ્ટ મુલતાની માટી અને ચંદન પાવડર સપ્રમાણ માત્રામાં લઇ પેસ્ટ બનાવવી જોઇતા પ્રમાણમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ ધોઇનાખવું. આ એક ઉત્તમ એન્ટી-એકને ફેસ પેક છે.
હું ૩૩ વરસની મહિલા છું. મને મોઇશ્ચરાઇઝરના ફાયદા વિશે જણાવશો.
એક મહિલા (અમદાવાદ)
ત્વચાને યુવાન રાખે છે.
ઓઇલી ત્વચા હોય તો દિવસમાં એક જ વાર મોઇશ્ચરાઇઝરલગાડવુંં. રૂક્ષ ત્વચાવાળાએ દિવસમાં વારંવાર મોઇશ્ચરાઇઝર લગાડવું.
ગરદન અને પાંપણ પર પણ લગાડવું.
ઉત્તમ પરિણામ લાવવા માટે સહેજ ભીની ત્વચા પર લગાડવું.
હું ૧૮ વરસની યુવતી છું. વાળમાં ખોડો રહે છે. બજારમાં મળતા એન્ટી ડ્રેન્ડ્રફ શેમ્પુપણ વાપરી જોયા પરંતુ ફાયદો થતો નથી.મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (સુરત)
શરીરના આંતરિક કારણોને લીધે વાળમાં ખોડો થતો હોય છે તેથી પહેલાં આંતરિક કારણોના નિવારણ કરવા. અસમતોલ આહાર તેમજ અપૂરતા પ્રમાણમાં પાણી પીવાથી વાળમાં ખોડાની શક્યતા વધે છે. રોજિંદા આહારમાં સલાડ તેમજ તાજા ફળોનું પ્રમાણ વધારો. ઉપરાંત દિવસમાં આઠ-દસ ગ્લાસ પાણી પીઓ, હુંફાળા કોપરેલથી વાળમાં મસાજ કરવો અને લીંબુનો રસ લગાડવો. બે કલાક સુધી વાળમાં રહેવા દઇ હળવા શેમ્પૂથી વાળ ધોવા. ઘણા લોકોમાં એવો ભ્રમ છે કે ઉત્તમ પરિણામ માટે વાળમાં તેલ આખી રાત રહેવું જોઇએ પરંતુ આ ખોટું છે.
હું ૨૭ વરસની યુવતી છું. એક ઊચ્ચકંપનીમાં સારા હોદા પર થોડા સમયમાં જોડાવાની છું. એક નોકરિયાત મહિલાના મેકઅપ માટે જણાવશો.
એક મહિલા ( મુંબઇ)
કાજળ આંજવું . કાજળ આંખને આકર્ષક બનાવે છે તેમજ આંખ થાકેલી નથી લાગતી.કાજળ ઊચ્ચગણવક્તાયુકત્ હોવું જોઇએ જેથી જલદી પ્રસરે નહીં તેમજ ડાઘા ન પડે.
આખો દિવસ કામ કર્યા બાદ ફરી તાજગી અનુભવવા ફેસવોશનો ઉપયોગ કરવો.
કન્સિલરમોડી રાતના ઊજાગરાને કારણે આંખ પાસેના કુંડાળા છુપાવવા
લિપ બ્લામ બમણું ઉપયોગી છે. એક તો હોઠનેે હાઇડ્રેટસ કરે છે તેમજ ચમકતા રાખે છે. પરફ્યૂમ સવારથી ઓફિસે જવા નીકળ્યો હો અને પહોંચો ત્યાં સુધી તો શરીર પરસેવાથી તરબતર થઇ જાય છે. પરસેવાની ગંધ દૂરરાખે શરીર મહેકતું કરી છે.
હું ૨૫ વરસની યુવતી છું. મારી ત્વચા સામાન્યથી રૂક્ષ છે. તેમજ સંવેદનશીલ પણ છે. ક્લિનઝિંગ મિલ્ક અને લેકટોકેલોમાઇન ત્વચાની કાળજી માટે લગાડું છું પરંતુ ટી-ઝોન પર વ્હાઇટહેડ્સની તકલીફ દૂર થતી નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (થાણા)
ટી-ઝોનને લઇને તમારી મિશ્ર ત્વચા કહી શકાય.આ પ્રકારની ત્વચાની કાળજી થોડી અઘરી પડે છે. મારી સલાહ છે કે તમે ક્લિનઝિંગનો વપરાશ બંધ કરી ફેસવોશ વાપરશો.ગાલ અને કપાળ પર રૂક્ષતા જણાતી હોય તો તેલવિનાનું મોઇશ્ચરાઇઝર ફક્ત આ ભાગમાં જ લગાડશો.એક ચમચી થૂલું, અડધી ચમચી જવ, અડધી ચમચી કોર્નફ્લોર અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી વ્હાઇટહેડ્સ પર લગાડવી સુકાઇ જાય બાદ રગડીને કાઢવી.
- સુરેખા મહેતા