Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારા વાળ માટે કેવા હેરબ્રશ વાપરવા જોઇએ તેની મને યોગ્ય જાણકારી નથી. હું કોઇ પણ કાંસકા વાપરું છું. મને હેરબ્રશ વિશે યોગ્ય માહિતી આપશો. 

હું ૨૧ વરસની યુવતી છું. નેઇલ પોલીશને કઇ રીતે સંભાળીને રખાય તેની માહિતી આપશો.

એક યુવતી (અમદાવાદ)

લાકડાના ડબ્બામાં નેઇલ પોલીશ રાખવાથી જલદી ખરાબ થતું નથી.

નેલ પોલીશનું બ્રશ સુકાઇ ગયું હોય તો તેને એસીટોન અથવા નેઇલ પોલીશ રિમૂવરથી સાફ કરવું.

નેલપોલિશ સુકાઇ જાય તો નેલ પોલિશ રિમૂવર ભેળવી તેને પાતળું કરવું નહીં. રિમૂવરમાં મોજૂદ રસાયણિક તત્વ નેલ પોલિશને ખરાબ કરશે.

નેલ પોલિશ લગાડતા પહેલાં નખ ને ધોઇ-લૂછીને ક્રિમ લગાડી મસાજ કરવું.જેથી નેલ પોલિશ નખ પર વધુ દિવસ ટકી રહેશે.

હું ૨૫ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. તેના માટેના ફેસપેક જણાવશો.

એક યુવતી (વડોદરા)

કોઇ કોઇ વખત ચહેરા પર છાશ લગાડવી. છાશ ચહેરા પરના વધારાના તેલને શોષી લેશે જેથી ત્વચા ઓઇલી નહીં લાગે.

સફરજનની સ્લાઇસ ચહેરા પર મૂકવી. સફરજન ચહેરા પરના વધારાના તેલને શોષી લેશે જેથી ત્વચા ઓઇલી નહીં લાગે.

હું ૨૧ વરસની યુવતી છું. મારા વાળ માટે કેવા હેરબ્રશ વાપરવા જોઇએ તેની મને યોગ્ય જાણકારી નથી. હું કોઇ પણ કાંસકા વાપરું છું. મને હેરબ્રશ વિશે યોગ્ય માહિતી આપશો.

એક યુવતી (સુરત)

કાંસકા તથા હેરબ્રશ ખરીદતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે તેના દાંતા અણીદાર અથવા બહુ સખત ન હોય. નાયલોન બ્રિસલ્સવાળા બ્રશનો ઉપયોગ કરવો નહીં. વાળના પ્રકારને ધ્યાનમાં રાખી બ્રશની પસંદગી કરવી. વાળ જાડા અને સખત હોય તો અડધા નાયલોન અને અડધા કુદરતી દાંતાવાળા બ્રશનો ઉપયોગ કરવો. હળવા મુલાયમ વાળ માટે કુદરતી દાંતાવાળા બ્રશ કે કાંસકાનો ઉપયોગ કરવો.

હું ૨૭ વરસની મહિલા છું. મારી આંખની આસપાસ કાળા કુંડાળા છે તે દૂર કરવાના ઉપાય જણાવશો.

એક મહિલા (વાપી)

ખીરા અને બટાકાના રસને મિક્સ કરી કોટન પેડને તેમાં ભીંજવી.આંખ પર મૂકવું. ૧૫-૨૦ મિનિટ પછી ઠંડા પાણીમાં આંખને સાફ કરવી. આ ઉપરાંત ભરપૂર નિંદ્રા લેવી. તેમજ આંખના વ્યાયામ કરવા.સવારે ઊઘાડા પગે લીલાછમ ઘાસ પર ચાલવું.સામાન્ય રીતે લોહીમાં રક્તકણનું પ્રમાણ ઓછું હોય ત્યારે કાળા કુંડાળા થતા હોય છે. તબીબીની સલાહ લઇ બ્લડ ચેક કરાવી લેશો. 

હું ૨૫ વરસની નોકરિયાત યુવતી છું. ઓફિસ કામ માટે તડકામાં વારંવાર બહાર જવું પડતું હોવાથી ત્વચા કાળી પડી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (રાજકોટ)

તડકામાં નીકળતા પૂર્વે ત્વચા પર સનસ્ક્રિન લોશન લગાડવું.  શક્ય હોય તેટલું અંગ ઢાંકવું. ચહેરા પર લીંબુના રસનો ઉપયોગ કરવો.છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે.

હું ૨૧ વરસની યુવતી છું. મારી પાંપણના વાળ પાતળા છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (આણંદ)

જૈતૂનનું તેલ આંગળી પર લગાડી હળવે હાથે પાંપણ પર લગાડવું. અને ધીરે ધીરે મસાજ કરવો. સૂતા પહેલાં કરવું. આંખમાં તેલ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

- જયવિકા આશર


Google NewsGoogle News