Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારા ચહેરા પર ખીલના ડાઘા પડી ગયા છે ઉપરાંત વાળ પણ છે. જેથી હું સંકોચ અનુભવું છું. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

* હું ૨૧ વરસની યુવતી છું. કેળાનો માસ્ક કઈ રીતે બનાવાય તે જણાવશો.

 એક યુવતી (ગાંધીનગર)

* અડધા કેળાને છૂંદી તેમાં એક ચમચો મધ અને બે ચમચા ખાટું દહીં ભેળવી ચહેરા પર ૧૦ મિનિટ લગાડવું. ભીના કપડાથી હળવે હાથે ધીરેધીરે લૂછવું. બે ચમચા કૉર્ન  પાવડરમાં પાણી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી. સુકાઈ જાય બાદ ધીરેધીરે રગડી  કાઢવું. ચહેરો ધોઈ નાખવાથી ત્વચા ચમકીલી થશે અને ફેસિયલની ગરજ પૂરી કરશે.

* હું ૨૦ વરસની યુવતી છું, મારી ત્વચા તૈલીય છે. તૈલીય ત્વચા માટે ઉપયોગી થાય એવા સુકામેવાના નામ તથા ઉપયોગમાં લેવાની રીત જણાવશો. 

એક યુવતી (મુંબઈ)

* બદામ અને અખરોટ સપ્રમાણ માત્રામાં લઈ ભૂક્કો કરવો તેમાં ચોખાનો લોટ ભેળવવો. મિશ્રણ બનાવવું. આ મિશ્રણમાં અડધો કપ ડબલ ટોન્ડ દૂધ પાવડર ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરા પર રગડવાથી ચહેરા પર રોનક આવશે તથા ત્વચા સ્વચ્છ થશે. 

થોડા ચિલગોજા વાટી લેવા (વગર છાલના) અને પેસ્ટ બનાવી લેવી. પેસ્ટમાં એક ચમચો સંતરાનો રસ, એક ચમચો, ટમેટાનો રસ અને એક ચમચો લીંબુનો રસ ભેળવવો. આ મિશ્રણ ચહેરા પર ૧૦-૧૫ મિનિટ લગાડી રાખવું. તેના ઉપયોગથી ચહેરો તેલ રહિત થશે.

શિયાળામાં સૂકોમેવો ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે. કાજૂ, દ્રાક્ષ વગેરેનું સેવન ફાયદાકારક છે.

* હું ૧૯ વરસની યુવતી છું, મારા વાળ પાતળા છે. મારે કેવી હેર સ્ટાઈલ અને મેકઅપ કરવો જેથી મારો ચહેરો ભરાવદાર અને આકર્ષક લાગે? મારી આ સમસ્યાનું યોગ્ય નિવારણ કરશો.

એક યુવતી (ગુજરાત)

* તમારા વાળની કાળજી તેનો પ્રકાર જાણી કરવી. ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેલ અને શેમ્પૂનો ઉપયોગ કરવો. વાળ પાતળા હોવાથી છૂટા રાખવા નહીં. તમે અંબોડો વાળી શકો. વિટામિન 'એ'નું સેવન કરવું તથા સમતોલ આહાર લેવો. વાળને 'સ્ટેપ કટ'માં પણ કપાવી શકો. પાતળા ચહેરાને આકર્ષક બનાવવા ચહેરા પર 'રૂઝ' ચીકબોનની ઉપરની તરફ લગાડવાથી ચહેરો થોડો ભરાવદાર દેખાશે. થોડું રૂઝ માથા પર હડપચી પર પણ લગાડવું.

* હું ૧૭ વરસની યુવતી છું, મારી ત્વચા રૂક્ષ હોવાથી ખેંચાય છે. હોઠ હળવા કાળા છે તેને ગુલાબી મુલાયમ બનાવવાના ઉપચાર જણાવશો.

એક યુવતી (ગાંધીનગર)

* એક ચમચો મધમાં એક ચમચી ગુલાબજળ એક ચમચો જૈતુનનું તેલ ભેળવવું. આ મિશ્રણને ચહેરા પર લગાડવાથી ફાયદો થશે. 

હોઠ પરની  કાળાશ દૂર કરવા દૂધમાં મીઠું ભેળવી હોઠ પર લગાડવું. થોડી વાર રહી હોઠ ધોઈ નાખવા. નિયમિત કરવાથી હોઠની કાળાશ દૂર થશે. એક ચમચો કોપરેલમાં એક ચમચો બદામનું તેલ ભેળવવું.  હોઠ પર માલિશ કરવાથી હોઠ ગુલાબી તથા મુલાયમ રહેશે.

* હું ૩૦ વરસની યુવતી છું, મારા ચહેરા પર ખીલના ડાઘા પડી ગયા છે ઉપરાંત વાળ પણ છે. જેથી હું સંકોચ અનુભવું છું. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

એક યુવતી (ભૂજ)

* એક ચમચો ચણાનો લોટ, એક ચમચો લીંબુનો રસ, અડધો ચમચી હળદર, એક ચમચો ખીરાનો રસ, સૂકા લીમડાના પાનનો ભૂક્કો, ચાર ચમચા દૂધમાં ભેળવી ચહેરા પર લગાડવું. ખીલના ડાઘા હળવા થશે. આંબળાને વાટી ચહેરા પર ૧૦-૧૫ મિનિટ લગાડવાથી ફાયદો થશે. ચહેરા પરથી વાળ હટાવવા બ્લિચ કરાવવાથી તે દેખાશે નહીં.  નિષ્ણાતની સલાહથી પીલ ઑફ માસ્કનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.

-  જયવિકા આશર 

Tags :