Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 18 વરસની યુવતી છું. મારા વાળ વાંકડિયા છે તેને સીધા કઇ રીતે કરવા તે જણાવશો.

હું ૪૫ વરસની ગૃહિણી તથા બે સંતાનની માતા છું. મારું કદ ૫ ફુટ ૩ ઇંચ અને વજન ૪૦ કિ.ગ્રા. જ છે. મેં તબીબની સલાહ પ્રમાણે ઇન્જેક્શન તથા ટૉનિક પણ લીધા છે પરંતુ કોઇ ફાયદો થયો નથી. મને કોઇ બીમારી નથી તે જાણશો. ઘરગથ્થુ ઉપાયથી વજન વધારી શકું તેવા ઇલાજ જણાવશો.

એક બહેન (ભુજ)

* તમે પહેલાથી જ પાતળા છો કે પાછળથી થઇ ગયા છો તે સ્પષ્ટ જણાવ્યું નથી. તમે નિયમીત વ્યાયામની આદત પાડો અને કસરત કર્યા બાદ તરત જ ખાવ. તેનાથી વજન વધવામાં મદદ મળશે. 

રોજિંદા આહારમાં  કેલરીયુક્ત ખાદ્યપદાર્થનું પ્રમાણ વધારશો. ઘી-ખજૂરમાં સૂકા મેવાનો ભૂક્કો ભરીને ખાવાથી પણ મેદ ચડે છે. ઘી-ભાત પણ ચરબી વધારવામાં સહાયક છે. ઉપરાંત રોજ બે-ત્રણ કેળા ખાશો. કેરી, કેળા, બટાટા, પ્રોટીન, દૂધ તથા દૂધની બનાવટ આવશ્યક માત્રામાં ખાતા રહેશો. ટેન્શનવાળા સ્વભાવને કારણે પણ ઘણી વખત વજન વધતું હોતું નથી. તેથી તાણમુક્ત રહો અને આનંદમાં રહેવાના પ્રયાસ કરો. ખુશ મિજાજ રહો ચોક્કસ વજન વધશે. જો તમારો બાંધો પાતળો જ હશે તો વજન વધારવામાં સરળતા નહીં રહે તેથી ધીરજ રાખશો.

હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ વાંકડિયા છે તેને સીધા કઇ રીતે કરવા તે જણાવશો.

એક યુવતી (સુરત)

* વાંકડિયા વાળને સીધા કરવાની પ્રક્રિયાને 'સ્ટ્રેટનિંગ' કહે છે. આ એક રસાયણિક પ્રક્રિયા છે જે બ્યુટીપાર્લરમાં ઉપલબ્ધ છે. પરંતુ કુશળ સૌંદર્ય વિશેષજ્ઞાની દેખરેખ હેઠળ જ ઠરાવવી. કુદરતી ઉપચારથી સમય વધુ લાગશે. ઘરમાં નિયમીત 'હિના ઉપચાર' દ્વારા  વાળ સીધા થાય છે.  મહેંદીમાં તાજુ-ઘટ્ટ દહીં, ઇંડુ નાખી પેક બનાવવો. એરંડિયુ તથા કોપરેલથી વાળમાં મસાજ કરવો અને પછી પેક લગાડવો. ધીરે ધીરે વાળ સીધા થશે, મજબૂત, તેમજ સુંદર પણ થશે. પેક એક કલાક બાદ ધોઇ નાખવો ને વાળમાં સીધો દાંતિયો ફેરવવો.

હું ૨૭ વરસની યુવતી છું. મારા ચહેરા પર ખીલના ડાઘા તથા ગઠ્ઠા થઇ ગયા છે. હવે  ખીલ થતા નથી પરંતુ ચહેરા પરના ચાંદા તથા ડાઘાથી ચહેરો કદરૂપો લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* ખીલનાં મૂળ ત્વચાની ઊંડાઇ સુધી ગયા હોય તો આ પ્રકારની સમસ્યા થતી હોય છે. ખીલને કદી હાથેથી ફોડવા નહીં. અડધો ચમચો જવનો લોટ, અડધો ચમચો ચણાનો લોટ, ચપટી હળદર, લીંબુના રસનાં થોડા ટીંપા, ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર હળવે હાથે પાંચ-સાત મિનિટ રાખવું. ૧૦ મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોવો. આ ઉપચારથી ડાઘા ધીરે-ધીરે ઓછા થશે. પરંતુ ચહેરા પરના ચાંદા માટે નિષ્ણાંત બ્યુટિશિયનની સલાહ લેશો. તડકામાં નીકળતા પૂર્વે સનસ્ક્રીન ક્રિમ અવશ્ય લગાડવું.

- જયવિકા આશર


Google NewsGoogle News