Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારી બહેનને આંખપાસે કાળા કુંડાળા થાય છે. મારી બહેનપણીએ કહ્યું કે સાત-આઠ કલાકની પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો કાળા કુંડાળા થાય. આ વાત સાચી છે ?

હું ૨૨ વરસની યુવતી છું. મારી ત્વચા સામાન્ય છે. મને સામાન્ય ત્વચા માટેનો ઘરગથ્થુ ફેસપેક જણાવશો.

એક યુવતી (વાપી)

એક ટેબલસ્પુન મુલતાની માટીમાંદહીં ભેળવી  મુલાયમ પેસ્ટ બનાવવી. તેમાં એક ટેબલસ્પુન એવોકોડો અથવા દ્રાક્ષ અથવા આદુનો ગર અને  એક ટી.સ્પૂન ગુલાબજળ નાખી બરાબર હલાવી ચહેરા પર લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

હું ૨૬ વરસની યુવતી છું.મારા થોડા સમયમાં લગ્ન થવાના છે. કિંલજર તરીકે હાથ માટે ક્યો પેક ઉપયોગમાં લેવો જોઇેએ તેની માહિતી આપશો.

એક યુવતી (અમદાવાદ)

એક ચમચી મધ, એક ઇંડાનો સફેદ ભાગ,એક ચમચી ગિલ્સરિન, બે ચમચી જવનો લોટ ભેળવી પેસ્ટ બનાવવી અને હાથ પર લગાડવી. સુકાઇ જાય બાદ અડધો કલાક રહીને હાથ ધોઇ નાખવો.

હું ૨૧ વરસની યુવતી છું. વાળને ચમકદાર બનાવવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

વાળ ધોવાના એક કલાક પહેલાં હુંફાળા કોપરેલથી મસાજ કરી જાડો ગરમ ટુવાલ વાળને વીંટાળી દેવો. એક-દોઢ કલાક બાદ વાળ ધોઇ નાખવા. એક ઇંડાની સફેદી, બે ચમચા એરંડિયું અને એક ચમચો ગ્લિસરિન ભેળવી વાળની જડમાં લગાડી અડધો-પોણો કલાક બાદ વાળ ધોઇ નાખવા.

મારી બહેનને આંખપાસે કાળા કુંડાળા થાય છે. મારી બહેનપણીએ કહ્યું કે સાત-આઠ કલાકની પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો કાળા કુંડાળા થાય. આ વાત સાચી છે કે ખોટી તે જણાવશો. હું સુરતના એક ગામડામાં રહું છું. તેથી મને સૌંદર્ય વિશે બહુ માહિતી નથી.

એક યુવતી (સુરત)

આંખની આસપાસના કાળા કુંડાળા ઘણા કારણોસર થતાં હોય છે. જેમકે વારસાગત, કોમપ્યુટર પર કલાકો સુધી કામ કરવું, લોહીમાં લાલકણોનું પ્રમાણ ઓછુ ંહોવું,અસતોલ આહાર અને અપૂરતી નિંદ્રા, લાંબી બીમારી. તમે આ કારણોમાંથી તમારી બહેનને લગતું યોગ્ય કારણ શોધો અને તેની સારવાર કરાવો.

હું ૩૩ વરસની એક શિક્ષિકા છું. મારી સમસ્યા એ છે કે, પહેલાં તો મારો વાન ગોરો હતો. પરંતુ હવે કાળો પડી ગયો છે. મારી વરસો જૂની બહેનપણી મળે છે તો તેને મને જોઇને કેટલી કાળી લાગે છે તેવું કહે છે. મારું ં પહેલાં જેવું કોમ્પ્લેેક્શન  રહ્યું નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.

એક મહિલા (મુંબઇ)

તડકાના સંપર્કમાં આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે ત્વચા પ્રભાવિત થાય છે. અને ધીરે ધીરે તે ટેન થતી જાય છે. તમ ેઘરગથ્થુ ઉપચાર તરીકે ચણાના લોટમાં મલાઇ કે દહીં તેમજ હળદર ભેળવી અઠવાડિયામાં ત્રણ-ચાર વખત ચહેરા પર લગાડો અને સુકાઇ જાય બાદ ધોઇ નાખો. તેમજ ચોખાના કરકરા લોટની પેસ્ટ બનાવી ચહેરા પર હળવે હાથ ેરગડો.અને ચહેરો ધોઇ નાખો.ફાયદો થશે.આ ઉપરાંત એસપીએફ ૧૫ યુક્ત સનસ્ક્રીન ક્રીમ લગાડો. 

 -જયવિકા આશર


Google NewsGoogle News