Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

પેડીક્યોર ઘરે કરી શકાય? તેની પધ્ધતિસર રીત જણાવશો

એક મહિલા :  (સુરત)

*: નેલપોલીશ રિમુવરમાં રૂ પલાળી નખ પર લગાડેલ નેલપોલીશ રૂની મદદથી કાઢી નાખો. નેલકટરથી નખને આકારમાં કાપો અને નખની અંદરનો મેલ કાઢી નાખો. સાબુ મેળવેલા ગરમ પાણીમાં એક ચમચો ડેટોલ ભેળવો અને પગને થોડીવાર પલાળી રાખો. સ્ક્રબરથી નખ, એડી અને પગના પંજા હળવેથી સાફ કરો. સ્ક્રબર ન હોય તો બ્રશ પણ ચાલશે. પગના તળિયા સ્ક્રબરથી બરાબર સાફ કરવા. ક્રીમ અથવા લોશનથી   પાંચ-દસ મિનિટ સુધી પગને મસાજ કરો.  નરમ સળીથી નખને નીચે અને તેની કિનારી બરાબર સાફ કરો.  હવે છેલ્લે નેલપોલીશ લગાડો. સૂકાઈ જાય બાદ બીજો કોટ લગાડવો.

હું ૩૩ વરસની યુવતી છું, મારી ત્વચા તથા વાન સામાન્ય છે. મારા ચહેરા પર ધાબા પડી ગયા છે, જે હવે મોટા થતા જાય છે, મારો ચહેરો ખરાબ દેખાય છે. મારી સમસ્યાનું નિવારણ કરવા ઘરગથ્થું ઉપચાર જણાવશો.

એક યુવતી (અંકલેશ્વર)

* : તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું તરત જ શરૂ કરી દો. ચહેરા પરના ડાઘા ઘણી વખત વારસાગત પણ હોય છે. ત્વચાને પોષણ આપનાર ઉચ્ચગુણવત્તા યુક્ત ક્રિમનો પણ ઉપયોગ કરશો તો ફાયદાકારક રહેશે. હોમિયોપેથી તબીબની સલાહ લો એ તમને અવશ્ય મદદરૂપ થશે.

હું ૨૨ વરસની યુવતી છું, મારા હાથ રૂક્ષ, ખરબચડા નિસ્તેજ તથા કરચલી પડી હોવાથી ખૂબ જ ગંદા હોય છે. પરિણામે મને બ્રેસલેટ કે બંગડી પહેરવાનો સંકોચ થાય છે. મારા હાથને મુલાયમ કરવાના કોઈ ઘરગથ્થુ ઉપચાર  જણાવશો? તો આભારી થઈશ.

એક યુવતી  (બિલિમોરા)

* : મેનિક્યોરથી તમારા હાથ ચોક્ક્સ સુંદર થઈ જશે ઘરગથ્થુ ઉપચાર તરીકે એક ચમચી સાકર, એક લીંબુનો રસ ભેળવી મિશ્રણ બનાવવું, આ મિશ્રણને હાથ પર હળવે હળવે ત્યાં સુધી રગડવું જ્યાં સુધી ત્વચા ઉપર  સાકર ઓગળીનેેે એક રસ થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો આ મિશ્રણ ઓગળી જાય ત્યાં સુધી  હળવા હાથે રગડવું નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

  હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાને ઘર બેઠાં ટોનિંગ કરી શકું તેવો ઉપાય જણાવશો.

ચોકલેટ ફેસિયલ વિશે મેં સાંભળ્યું છે તેનો શો ફાયદો છે તે જણાવશો.

એક યુવતી (મુંબઇ)

ત્વચા ટોનિંગ કરવા એલોવિરા રસ ગુલાબજળમાં ભેળવી ટોનરની માફક લગાડવું. ત્વચા કસેલી થશે.

ચોકલેટ ફેસિયલ સનટેનિંગથી ત્વચાનું રક્ષણ કરે છે તે ત્વચામાં ડિપ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. જેથી ત્વચામાં  નમી જળવાઇ રહે છે અને ત્વચા મુલાયમ રહે છે. તે મૃત ત્વચાને દૂર કરે છે જેથી ત્વચા કસાયેલી બને છે.

હું ૨૭ વરસની યુવતી છું. મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

એક યુવતી (નાસિક)

અઠવાડિયામાં એક વાર રાતના સૂતા પહેલાં કોપરેલ તેલમાં એરડિંયુ ભેળવી વાળમાં લગાડવું અને હળવો મસાજ કરવો. અને ત્યાર બાદ જાડા  ટુવાલને ગરમ પાણીમાં બોળી નિચોવી વાળને ફરતી વીંટાળી પાંચ-દસ મિનિટ શેક આપવો. સવારે શેમ્પૂ કરવું. શેમ્પૂ રોજ કરતા હો તો કંડિશનરનો ઉપયોગ કરવો. કંડિશનર વાળની રૂક્ષતા દૂર કરીને મુલાયમ કરે છે.

હું ૩૫ વરસની મહિલા છું.ત્વચા પર એન્ટિએજિંગનો પ્રભાવ પડવાની થવાની શરૂઆત થઇ છે તે કઇ રીતે જાણ થાય? એન્ટિએજિંગ ક્રિમનો ઉપયોગ ક્યારે શરૂ કરવો જોઇએ તે પણ જણાવશો.

એક મહિલા ( ગુજરાત)

વય વધવાની સાથે ત્વચા પર ઊંમરનો પ્રભાવ પડે  છે. પરિણામે ત્વચા કરમાઇ જાય છે, પાતળી થાય છે તેમજ લબડી પડે છે. વધતી વયની સોથી વધારે અસર આંખની નીચેના ભાગને થાય છે. હસતી વખતે ગાલ પર ઘેરી રેખાઓ અંકિત થાય છે. કપાળ પર કરચલી પડે છે અને રેખાઓ અંકિત થાય છે. એન્ટિએજિંગ ક્રિમનો ઉપયોગ ૨૫ વરસની વયથી જ શરૂ કરવો જોઇએ. તેનાથી બચવા વધુ વખત તડકામાં રહેવું નહીં અને તડકામાં જવું પડે તો સનસ્ક્રીન ક્રિમ લગાડવું. રાતના સૂતા પહેલાં મઓઇશ્ચરાઇઝર લગાડવું.

- જયવિકા આશર


Google NewsGoogle News