સૌંદર્ય સમસ્યા .
- મને આઇમેકઅપ ખૂબ જ પસંદ છે અને તેનાથી મારી આંખો વધુ આકર્ષક પણ લાગે છે.મને આઇમેકઅપની થોડી ટિપ્સ આપશો.
હું ૨૮ વરસની નોકરિયાત મહિલા છું. વાળને કલર કરાવ્યા બાદ મારા વાળ રૂક્ષ થઇ ગયા છે.શુ ંવાળને રંગવાથી વાળ પર કલરની વિપરિત અસર પડી હશે ? મારી આ સમસ્યાના નિવારણ કાજેનો ઉપચાર જણાવશો.
એક મહિલા (નવી મુંબઇ)
વાળને રંગવા માટેનો રંગ જો ઊચ્ચગુણવત્તાયુક્ત ન હોય તો આડઅસર થઇ શકે છે. તેમજ હળવા રંગથી વાળ રંગવામા આવ્યા હોય તો વાળના પિગમેંટ્શ નાશ પામી શકે છે. વાળ કમજોર થઈ જાય છે. તેથી વાળ ઘેરા રંગથી રંગવા. તમે જ્યારે વાળમાં કાંસકો ફેરવો અથવા તો શેમ્પૂ કરો ત્યારે વાળ ખરવા લાગે છે. વાળને ધોવા માટે હંમેશા હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. હેરડાઇ માટે વિશેષ કંડિશનર આવે છે તે વાપરવું. સામાન્ય રીતે હેર ડાઇથી નુકશાન નથી થતું, પરંતુ હેરડાઇમાં રહેલા રસાયણોથી વાળને સુરક્ષિત રાખવા તેની કાળજી વધુ પ્રમાણમાં લેવી પડે છે. જો વાળની કાળજી નિયમિત રીતે લેશો તો વાળ રૂક્ષ નહીં થાય.
હું ૨૧ વરસની યુવતી છું. મને આઇમેકઅપ ખૂબ જ પસંદ છે અને તેનાથી મારી આંખો વધુ આકર્ષક પણ લાગે છે.મને આઇમેકઅપની થોડી ટિપ્સ આપશો.
એક યુવતી (અમદાવાદ)
આઇમેકઅપથી આંખ તેમજ પોશાકનો ઉઠાવ આવે છે. આઇમેકઅપ ડાર્ક કર્યો હોય તો લિપકલર હળવો રાખવો.
દિવસમાં વોટરપ્રૂફ આઇલાઇનર પેન્સિલનો ઉપયોગ સારો છે. પરંતુ એમાં બે રંગને બ્લેન્ડ કરવા નહીં. જો બે રંગનો ઉપયોગ કરવો હોય તો પાવડર આઇશેડો સારો રહેશે. આઇપેન્સિલને આઇલાઇનરની માફક લગાડવી. દિવસમાં ડાર્ક બ્લશર અને લિપર ન લગાડવું.
જો તમે ગોરા હશો તો કોઇ પણ કલર તમને સારો લાગશે.
ઘઉંવર્ણા પર લાલ, કોપર, ડાર્કપિંક, ટરક્વાઇઝ બ્લેક અને મરૂન રંગ સારો લાગે છે. ડસ્કી અથવા શ્યામ ત્વચા પર કોપર, બ્રાઉન, નેવી બ્લ્યૂ, ગ્રે રંગ સારા લાગે છે.
હું ૨૫ વરસની યુવતી છું. મને ખીલની સમસ્યા છે. તો મારે ક્યો ફેસપેક વાપરવો જોઇએ. તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
ખીલની તકલીફથી રાહત પામવા સંતરા.લીંબુ અને તરબૂચ ખાવા. તેમાં વિટામિન એ, સી, અને ેઇ સમાયેલા છે. જેથી નવા ખીલ ફૂટવાનું પ્રમાણ ઓછું થાય. પેટ સાફ રહે છે. અધિક તાલીય ત્વચા માટે સ્ટ્રોબેરી, અનાનાસ અથવા લીંબુ જેવા ખાટા ફળ અને ટમેટાયુક્ત કુદરતી ફેસિયલનો ઉપયોગ કરવો. જેથી ત્વચા સાફ રહેશે ખીલના ડાઘ આછા થશે અને ત્વચા ચમકીલી થશે.
હું ૧૯ વરસની યુવતી છું. નખની કાળજીના ઉપાય જણાવશો.
એક યુવતી (નવસારી)
હાથ ધોયાબાદ હંમેશા ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું અનેસૂતા પહેલાં નખ પર ક્યુટિકલ ક્રીમ તેમજ ક્યુટિકલ ઓઇલ લગાડવું.બેબી ઓઇલ પણ લગાડી શકાય.
નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે.
નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે.
નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટૂકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું.
- જયવિકા આશર