Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 20 વરસની યુવતી છું મારા ચહેરા પર રેખા અંકિત થઈ ગઈ છે. તથા આંખની આસપાસ કાળાકુંડાળા થયા છે.

હું ૨૦ વરસની યુવતી છું ગુજરાતના નાના ગામડામાં રહું છું હાથની આંગળી,નખ,કોણીને સુંદર બનાવવાના ઘરગુથ્થુ ઉપચાર જણાવશો.

એક યુવતી  ( કતારગામ )

* હાથ ધોવા ઊચ્ચ ગુણવત્તા યુક્ત સાબુનો ઉપયોગ કરવો.

* કપડાં,વાસણ ધોયા બાદ હાથ ધોયા પછી ઉચ્ચ ગુણવત્તાવાળી ક્રીમ અથવા લોશન અવશ્ય લગાડવા.

* રાત્રે સુતી પૂર્વે હાથે ગ્લિસિરીન, લીંબુનો રસ,ગુલાબજળ ભેળવી લગાડવું. સવારે હુંફાળા પાણીથી ધોઈ નાખવું.

* આંગળીઓને સુડોળ બનાવવા મુઠી વારંવાર બંધ કરવી તથા ખોલવી. આંગળીઓ માટે એક ઉત્તમ વ્યાયામ છે,

* હાથના નખને જૈતુન તેલથી માલિશ કરવું.

* ગરમીની ઋતુમાં હથેળી પર મહેંદી મુકવાથી હથેળીને ઠંડક પ્રદાન થાય છે.

* કોણીને સાફ રાખવા જૈતુન તેલથી માલિશ કરવું આ ઉપરાંત મહિનામાં બે વખત મેનિક્યાર કરાવવું.

ચહેરા તથા શરીરનો અન્ય બાહ્ય અવયવો કરતાં મારી ગરદન કાળાશ પડતી છે. એટલું જ નહીં કાળી રેખાઓ પણ અંકિત થઈ ગઈ છે. મારી આ સમસ્યા દુર કરવા ઘરગુથ્થુ ઉપચાર જણાવશો.

એક યુવતી   ( મુંબઈ)

* એક ચમચી કોપરેલમાં એક લીંબુનો રસ ભેળવી ગરદને હળવેે મસાજ કરી રહેવા દેવુ.

* મસુરની દાળનો લોટ,એક ચમચી ચંદન પાવડર અને થોડં મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ગરદને લગાડવી, સુકાઈ જાય બાદ મધમાં રૂનું પુમરું બોળી સુકોયેલી પેસ્ટ હળવેથી ઘસતાં ઘસતાં ગોળાકારે દૂર કરતાં જવું. નિયમિત કરવાથી પંદર દિવસ ફરક જણાશે.

હું ૨૦ વરસની યુવતી છું મારા ચહેરા પર રેખા અંકિત થઈ ગઈ છે. ઉપરાંત આંખની આસપાસ કાળાકુંડાળા થઈ ગયા છે. મેેં બદામનુ તેલ તથા કોપરેલનો ઉપયોગ કરી જોયો પરંતુ ફાયજો થતો નથી, મારી ત્વચા સામાન્ય છે. ફક્ત આંખની આસપાસ ચીકાશ રહે છે.

એક યુવતી  ( સુરત )

* ૨૦ વર્ષની વયે આંખના પાસેના કુુુંડાળા એ ગંભીર બાબત ગણાય. કુપોષણ, રક્તમાં લાલકણની ઊણપ અથવા આંતરિક તકલીફથી આંખ પાસે કાળા કુંડાળા થવાની શક્યતા વધી જાય છે. તેથી સૌ પ્રથમ તમે તબીબની સલાહ લો.

* આ દરમિયાન બદામ તથા કોપરેલ તેલનું મિશ્રણ કુંડાળાની આસપાસ લગાડો.

*  ઈંડાની સફેદીમાં લીંબુનો રસ ભેળવી લગાડવું. બરાબર સુકાઈ જાય બાદ બરફના ઠંડાપાણીથી ધોઈ નાખવું. અઠવાડિયે ત્રણ વખત કરવું.

* ગાઢ નિંદ્રા લેવી તથા માનસિક તાણથી દૂર રહેવું. * ઉજાગરા કરવા નહીં

- જયવિકા આશર


Google NewsGoogle News