Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 17 વરસની યુવતી છું. મારો રંગ શ્યામ છે તેને ગોરો કરવાના ઉપચાર જણાવશો. મારા વાળ ભૂખરા, રૂક્ષ અને દ્વિમુખી છે તો તેને રેશમ જેવા મુલાયમ કરવાના તરીકા જણાવશો.

હું ૩૫ વરસની મહિલા છું. થોડા વરસ મારા ચહેરા પર પુરૂષોને દાઢી આવે તેવી દાઢી ઊગે છે તેથી બહાર નીકળવામાં સંકોચ થાય છે. પરંતુ મારો પોતાનો ધંધો હોવાથી મારે કામ માટે બહાર તો જવું જ પડે છે. મેં હર્બલ પાઉડર લગાડયા, દોઢ વરસ સુધી ઇલેક્ટ્રોલાઇસિસ કરાવ્યું, દવાઓ પણ ખાધી પરંતુ ફાયદો થતો નથી. ચહેરા પરથી દરરોજ વાળ દૂર કરવા પડે છે. મારી આ સમસ્યાનો ઉપચાર જણાવશો

એક મહિલા (અમદાવાદ)

ઉત્તર :  નવી નવી ટેક્નિકોથી આ સમસ્યાથી છૂટકારો પામી શકાય છે. પરંતુ સાથે સાથે તમારા હોર્મોન્સના પ્રમાણમાં થતા ફેરફારમાં થતી ગરબડનો ઉપચાર પ્રથમ કરવો જોઇએ. તમે કઇ દવા ખાધી છે તેનો ઉલ્લેખ કર્યો નથી. તબીબની સલાહ લઇ તમે હોર્મોન્સની તપાસ કરાવો અને ત્યારબાદ દવાની સાથે સાથે કોસ્મેટિક નિષ્ણાતની સલાહ અનુસરો.

હું ૨૪ વરસની યુવતી છું. મને આંખમાં ખંજવાળ આવે છે તથા આંખની નીચે કાળા કુંડાળા પણ થઇ ગયા છે. મારા પેટ પર ચરબી જામી ગઇ છે તેને દૂર કરવાનો ઉપાય જણાવશો.

એક યુવતી (જામનગર)

ઉત્તર :  આંખમાં ખંજવાળનું કારણ ઇન્ફેક્શન હોઇ શકે તે માટે તમે આંખના નિષ્ણાંતની સલાહ લેશો. આંખની નીચેના કાળા કુંડાળા માનસિક તાણ, અનિંદ્રા, અસમતોલ આહાર, રક્તમાં લાલ કણની ઉણપથી થઇ શકે છે. તમે સમતોલ આહાર લેશો, સંતરા, ટામેટા, ગાજરનો રસ પીઓ. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીઓ, બદામના તેલથી આંખની આસપાસ માલિશ કરવું. પેટ પરની ચરબી ઓછી કરવા નિષ્ણાંતની સલાહ લઇ નિયમિત કસરત કરો.

હું ૧૭ વરસની યુવતી છું. મારો રંગ શ્યામ છે તેને ગોરો કરવાના ઉપચાર જણાવશો. મારા વાળ ભૂખરા, રૂક્ષ અને દ્વિમુખી છે તો તેને રેશમ જેવા મુલાયમ કરવાના તરીકા જણાવશો.

એક યુવતી (ભુજ)

ઉત્તર : શરીરનો વાન કુદરતી હોય છે તેમાં ફેરફાર કરી શકાતો નથી. હા, વાનને થોડો હળવો કરી શકાય છે. ચણાનો લોટ, હળદર અને કાચું દૂધ ભેળવી પેસ્ટ બનાવી અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા પર લગાડવું. ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લૉશન લગાડવું. માનસિક તાણથી દૂર રહેવું. સમતોલ આહાર લેવો. પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું.

વાળને મુલાયમ કરવા વાળ અરીઠા અથવા શિકાકાઇથી ધોવા. અઠવાડિયામાં બે વખત કોપરેલથી હળવો મસાજ કરવો. વાળ ધોયા બાદ કંડિશનર જરૂર લગાડવું. કંડિશનર માટે મહેંદી, ઇંડા અથવા ચાના પાણીનો ઉપયોગ કરી શકાય.

હું ૧૭ વરસની યુવતી છું. મારા હોઠની આસપાસ વાળ ઊગે છે. થોડા વખત મેં હેર રિમૂવરથી વાળ દૂર કર્યા તો હવે તે સ્થાને ડાઘ પડી ગયેલ જણાય છે. મારી આ સમસ્યા દૂર કરવાના ઉપચાર જણાવશો.

એક યુવતી (ભાવનગર)

ઉત્તર :   અણવાંચ્છિત વાળ કાયમ માટે દૂર કરવા કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લેવી. વાળને દૂર કરવા થ્રેડિંગ કરાવી શકો છો તથા વાળને છુપાવવા બ્લિચ કરાવી શકાય. હેર રિમુવરનો ઉપયોગ હિતાવહ નથી તેનાથી ડાઘ પડી જવાની શક્યતા રહે છે.

- જયવિકા આશર


Google NewsGoogle News