સૌંદર્ય સમસ્યા .

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- ગોરા થવા માટે કોઈ ક્રીમ વાપરી શકાય? મારી વય 19 વરસની છે અને ત્વચા તૈલીય છે.

મારી પુત્રીની વય આઠ વરસની છે. વાન ગોરો છે. તથા દેખાવડી છે. પરંતુ હોઠ ઉપરની ત્વચા ચહેરા ત્વચાના રંગની સરખામણીમાં કાળાશ પડતી છે, જેથી ચહેરો ખરાબ દેખાય છે. આ કાળાશ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.

એક  મહિલા (ગુજરાત)

ગુલાબજળ, ગ્લિસિરિન અને લીંબુના રસને સપ્રમાણ માત્રામાં ભેળવી ચહેરા પર અડધો ક્લાક સુધી લગાડી રાખી ધોઈ નાખવું. આ ઉપરાંત કાચા દૂધથી ચહેરો નિયમિત સાફ કરવાથી ફાયદો થશે.

પ્રશ્ન: હું ૧૫ વરસની યુવતી છું. છેલ્લાં બે વરસથી ચશ્મા પહેરું છું. હાલમાં મારા ચશ્માનો નંબર ૩ છે. આ બે વરસમાં મારી આંખો અંદરની તરફ ઘસી ગઈ હોય એવું લાગે છે અને ઝીણી પણ લાગે છે. શું ચશ્મા પહેરવાથી આવું થતું હશે? યોગ્ય માર્ગદર્શન આપશો.

 એક યુવતી (સુરત)

ઉત્તર: વહેલી સવારે તથા સાંજે ખુલ્લી હવામાં આંખોનો વ્યાયામ કરવો. દ્રષ્ટિ જેટલી ઉપર તરફ કરી શકો તેટલી કરવી અને આ સમયે ગરદન સીધી રાખવો. જરા થોભો અને પછી નીચેની તરફ જુવો. ગરદન સીધી રાખીને જ ડાબી તથા જમણી તરફ કીકીઓને ફેરવો. ત્યારબાદ દૂર રાખેલી વસ્તુઓને એકીટશે જુઓ. થોડીવાર આંખ બંધ કરી દો. હવે બંને હથેળીઓને રગડી આંખ પર પાંચ મિનિટ સુધી રાખો અને આંખને ધીરે ધીરે ખોલી કીકી ચારે તરફ ફેરવો. તનાવમુક્ત રહો, લીલાછમ ઘાસમાં ઉઘાડા પગે વહેલી સવારે ચાલો. જરૂરત ન હોય ત્યારે ચશ્મા ઉતારી લો. પ્રકાશમાં જ વાંચો.

હું ૨૧ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. મને ચહેરા પર ખીલ ફૂટી નીકળે છે. મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે. પરંતુ ખીલના ડાઘા (કાણા જેવાં) રહી ગયાં છે. જેનાથી ચહેરો કદરૂપો દેખાય છે. મારી સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

એક યુવતી (પાલઘર)

૦  સૂકા લીલા વટાણાનો લોટ બે ચમચાં, બે ચમચા ચંદન પાવડર, બે ચમચા મુલતાની માટી, ચપટી કપૂર ભુક્કો ભેળવી જોઈતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરી મુલાયમ પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાડવી. સુકાઈ ગયા બાદ રૂના પૂમડાને પાણીમાં બોળી હળવા હાથે લૂંછતાં જવું. ૧૫-૨૦ દિવસમાં ફાયદો જણાશે.

પ્રશ્ન: ગોરા થવા માટે કોઈ ક્રીમ વાપરી શકાય? મારી વય ૧૯ વરસની છે અને ત્વચા તૈલીય છે.

એક યુવતી  :  (સુરત)

ઉત્તર: કોઈપણ ક્રીમથી ત્વચા ગોરી થતી નથી. તમારી વય હજી ૧૯ વરસની જ છે અને ત્વચા તૈલીય છે તેથી ક્રીમથી કોઈ ફાયદો થશે નહીં. ત્વચાની સામાન્ય કાળજી રાખો જેથી કુદરતી જ રંગ ઉઘડશે. ફેશિયલ સ્ક્રબ અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત વાપરવાથી ફાયદો થશે.

- જયવિકા આશર


Google NewsGoogle News