Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 22 વરસની યુવતી છું. ઋતુમાં ફેરફાર થતાં જ મારા ચહેરા પર નાના નાના દાણા ફૂટી નીકળે છે તેને દૂર કરવા ઘરગથ્થુ પેક જણાવશો.

હું ૨૧ વરસની યુવતી છું, મુંબઈની હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરું છું. મારી રૂમ પાર્ટનર આફ્રિકન છે. તેને એક વાત એ જાણવી છે કે સૌંદર્ય સમસ્યાને લગતા પ્રશ્નોના ઉત્તર, જે વાળ, ત્વચા, મેકઅપ માટે આપવામાં આવે છે તે તેઓને માફક આવે કે નહીં? આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપશો.

- એક યુવતી (મુંબઈ)

મોટાભાગના  સૌંદર્યલક્ષી પ્રશ્નો ભારતીય મહિલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તે આફ્રિકન મહિલાઓની ત્વચા તથા ચરબીના થરની સમસ્યા માટે ફાયદાકારક નીવડી શકે છે.  વાળના પ્રકારમાં ફરક હોવાથી વાળને લગતી સમસ્યાના ઉકેલ લાગુ પડતા નથી.  મેકઅપમાં પણ થોડો ફેરફાર કરવો શક્ય છે.

આફ્રિકન મહિલાઓની ત્વચા મુલાયમ હોય છે. ત્વચાના પ્રકાર જાણી તે પ્રમાણે ઉપચાર કરી શકો છો.  વ્યાયામ તો એકસરખા જ હોય છે. આહારમાં પણ એ ફેરફાર કરવાથી ફાયદો થાય છે. પરંતુ ખોરાકમાં ફરક હોવાથી થોડા સુધારા કરવાથી જ ફાયદો થઈ શકે.

હું ૧૯ વરસની યુવતી છું. મારે એ જાણવું છે કે ઘરે આર્ટિફિશિયલ નખ બનાવી શકાય? બનાવી શકાતા હોય તો તેની રીત જણાવશો. મને લાંબા નખ ગમે છે. પરંતુ મારા નખ બટકીને તૂટી જાય છે મારી આ સમસ્યાનો યોગ્ય ઉત્તર આપશો.

- એક યુવતી (બારડોલી)

ના, આર્ટિફિશિયલ નખ ઘેર બનાવી શકાય નહીં. તેને બજારમાંથી જ ખરીદવા પડે. કૃત્રિમ નખ કોઈક વખત જ શુભપ્રસંગે પહેરી શકાય. તે તમારી સમસ્યાનો  ઉકેલ કરી શકશે નહીં. હલકી  ગુણવત્તા ધરાવતા નખના વપરાશથી ત્વચાની એલર્જી થવાની શક્યતા રહે છે. તમને દાંતથી નખ તોડવાની આદત તો નથી ને? કે પછી નખનો ઉપોયગ બૉટલના ઢાંકણા ખોલવા તો નથી કરતા ને? આ પ્રકારની આદતથી નખને હાનિ પહોંચે છે. ઉપરાંત ઈન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. તમારા નખની કાળજી લેશો તો તમારી સમસ્યા ઉકેલી શકાશે. ઘણી વખત વિટામીનની ઉણપને કારણે પણ નખ તૂટતા જોવા મળે છે. તેથી તમે તબીબની પણ સલાહ લેશો.

 હું ૨૮ વરસની યુવતી છું. મારા માથાની ત્વચા રૂક્ષ થઈ ગઈ છે. વાળમાં ખોડો થઈ ગયો છે. બજારમાં મળતા એન્ટ્રી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કર્યો પરંતુ ફાયદો થતો નથી. મારી સમસ્યાનો યોગ્ય ઉત્તર જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

માથાની ત્વચાને પહોંચે તે રીતે તેલથી મસાજ કરો. ખોડાને દૂર કરવા ૫૦ ગ્રામ મેથીને રાતના પાણીમાં પલાળી દેવી.  સવારે વાટવી. સ્નાનમાં એક કલાક પૂર્વે તેલમાં ભેળવી વાળના મૂળને પહોંચે તે રીતે લગાડવું.

હું ૨૨ વરસની યુવતી છું. ઋતુમાં ફેરફાર થતાં જ મારા ચહેરા પર નાના નાના દાણા ફૂટી નીકળે છે તેને દૂર કરવા ઘરગથ્થુ પેક જણાવશો.

- એક યુવતી (ભુજ)

તમે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની આદત પાડો. જેથી શરીરમાંથી ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર ફેંકાઈ જશે અને ત્વચા સ્વચ્છ થઈ જશે. આ ઉપરાંત એક ચમચો મુલતાની માટીમાં અડધો ચમચો ચંદન પાઉડર, પા ચમચો લીમડાનો પાવડર, એક ચમચો ગુલાબજળ ભેળવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવું.

 હું ૨૪ વરસની યુવતી છું. મારે એ જાણવું છે કે દર મહિને ફેશ્યિલ કરાવવાથી ત્વચાને હાનિ પહોંચે?

- એક યુવતી 

ફેશિયલ માટે ઉપયોેગમાં લેવાતી સામગ્રી ઉત્તમ ગુણવત્તાની હશે તો કોઈ તકલીફ નહીં થાય. તમે ઘરે પણ ત્વચાની કાળજી લઈ શકશો.  

- જયવિકા આશર


Google NewsGoogle News