સૌંદર્ય સમસ્યા .
- બે મહિના બાદ મારા લગ્ન થવાના છે. મારે કેવું ફેશિયલ કરાવવું જેથી મારી ત્વચા લગ્ન સમયે હેલ્ધી લાગે તથા ગ્લો કરે તે જણાવશો.
હું ૨૪ વરસની યુવતી છું.મારો વાન ગોરો છે. મારે કેવો મેકઅપ કરવો જોઇએ તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
ગોરા વાન ધરાવનારે મેકઅપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેકઅપ વધુ પડતો ન લાગે.કારણકે ગોરા રંગ પર મેકઅપ થોડો પણ વધારે હોય તો ભદ્દો દેખાય છે.
પહેલા બેસ મેકઅપ કરવું. ફાઉન્ડેશન હેવી ન લગાડાય તેનું ધ્યાન રાખવું. નેચરલ લુક માટે ટિન્ટેડ અથવા શિયર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.
આંખે ફોકસ કરવી હોય તો લિપ મેકઅપ હળવો અને આંખને સોફ્ટ લુક આપવું.
આઇ મેકઅપ માટે મેટલિક કલર્સ બ્રાઉન અથવા કોપર પસંદ કરવો.
બ્રાઇટ પિંક રંગની લિપસ્ટિક લગાડવી નહીં.ઓરેન્જ તેમજ બ્રાઉન શેડ્સ હોટ લુક આપશે.કુદરતી શેડ્સની લિપસ્ટિક સારી લાગશે.
અંતમાં બ્લશઓન લગાડી ગાલને હાઇલાઇટ કરવા.
બે મહિના બાદ મારા લગ્ન થવાના છે. મારે કેવું ફેશિયલ કરાવવું જેથી મારી ત્વચા લગ્ન સમયે હેલ્ધી લાગે તથા ગ્લો કરે તે જણાવશો.મેં આ પૂર્વે બે વરસ પહેલાં મારી બહેનના લગ્નમાં ફેશિયલ કરાવ્યું હતું તે જાણશો.
એક યુવતી (ભાવનગર)
તમારા લગ્ન હોવાથી તમે પ્રોફેસનલ બ્યુટિશિયન પાસે જ ફેશિયલ કરાવશો.ફેશિયલ હંમેશા સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખીને તેમજ તે અનુસાર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ થવો જોઇએ.તમારી ત્વચા વધારે પડતી રૂક્ષ અથવા સંવેદનશીલ હોય તો તે રીતે ફેશિયલ કરાવવું જોઇએ.વધારે પડતી ડ્રાય સ્કિન પર સ્ક્રબ તથા સ્ટીમનું પ્રમાણ નહીંવત હોય છે. તમે ત્વચાની કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેતા હોય તો તે બ્યુટિશિયનને પહેલાંથી જણાવી દેવું.લગ્ન પહેલાં કોઇ અવનવા સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ ટ્રાઇ કરશો નહીં. જો તે તમારી ત્વચાને માફક નહીં આવે તો એલર્જી થવાની શક્યતા રહે છે.સવારે સનસ્ક્રિન અને રાતના મોઇશ્ચરાઇઝિંગ ક્રિમનો ઉપયોગ જરૂર કરવો.
હું ૨૫ વરસની નોકરિયાત યુવતી છું. મોટા રોમ છિદ્રોને નાના દેખાડવા માટે શું કરવું જોઇએ તે જણાવશો.
એક યુવતી (આણંદ)
ચહેરો સાફ કરીને ટોનર લગાડશો.ત્યાર બાદ ઓઇલ ફ્રી ફાઉન્ડેશન લેવું અને બ્લેન્ડ કરતાં એકસાર લગાડવું. અને છેલ્લે તેની ઉપર પફથી પાવડર લગાડવો.
હું ૨૧ વરસની યુવતી છું. મારા હોઠ સુકાઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક યુવતી (ભુજ)
ખૂબ પાણી પીશો. તેમજ હોઠ પર મધ પણ લગાડશો.મધમાં કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાની નમી જાળવી રાખે છે. સાથે સાથે તે ત્વચાની સુરક્ષા પણ કરે છે.
હું ૨૨ વરસની યુવતી છું. હાથ-પગની દેખભાળ રાખવાના ઉપાયો જણાવશો.
એક યુવતી (ગાંધીનગર)
સાકર અને લીંબુને ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી હળવે હાથે રગડવું.અને પછી હાથ ધોઇ નાખવા.સંતરાની તાજી છાલને હાથ પર રગડવી. ત્વચા સાફ થઇ જશે. બદામ અને મધ સપ્રમાણ માત્રામાં ભેળવી નખ અને ક્યુટિકલ્સ પર હળવે હળવે માલિશ કરવું અને ૨૦ મિનિટ બાદ હોથ ધોઇ નાખવા.
- જયવિકા આશર