સૌંદર્ય સમસ્યા .
- મેં હાલમાં જ ફાઉન્ડેશન લગાડવાનું શરૂ કર્યું છે. અને મને ખીલ થવાની શરૂઆત થઇ છે
હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ દ્વિમુખી થઇ ગયા છે તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (નડિયાદ)
* દ્વિમુખી વાળની સમસ્યા સામાન્ય છે. દ્વિમુખી વાળને દૂર કરવાનો એક જ ઉપાય છે. વાળને નિયમિત ટ્રિમ કરવા જેથી વાળ વધારે ટૂંકા ન થઇ જાય.
હું ૨૧ વરસની યુવતી છું. મેં હાલમાં જ ફાઉન્ડેશન લગાડવાનું શરૂ કર્યું છે. અને મને ખીલ થવાની શરૂઆત થઇ છે તેથી મને વહેમ છે કે ફાઉન્ડેશનના કારણે ખીલ થતા હશે. મારી આ શંકા સાચી છે કે ખોટી છે તે જણાવશો.
એક યુવતી (ખાનપુર)
* ના. ફાઉન્ડેશનના ઉપયોગથી ખીલ થતા નથી.ખીલ બેકટેરિયાને કારણે થતા હોય છે.ત્વચાની કાળજી બરાબર લેવાતી ન હોય તો ખીલ થઇ શકે છે. રાતના સૂતા પહેલા ત્વચાને બરાબર ક્લિન કરશો જેથી છિદ્રો બંધ થઇ ન જાય.રાતના સૂતા પહેલા ચહેરાને ધોવો.તમે એકને પ્રોન સ્કિન ફાઉન્ડેશન લગાડી શકો છો. જે બજારમાં મળે છે.
હું ૨૦ વરસની યુવતી છું. રોયલ લુક માટે કેવો પોશાક પહેરવો જોઇએ તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
* તમારા કદને શોભે તેવા નવી ફેશનના પોશાક સારા લાગશે. પરંતુ સામાન્ય રીતે રોયલ લુક માટે સિલ્કના ડ્રેસીસ ઉત્તમ છે. તેના પર સિકવન્સનું થોડું વર્ક હોવું જરૂરી છે.સિલ્કમાં તમારી પાસે કલરની પસંદગી છે. ઓરંજ,પીળો,પિન્ક રોઝ અને લવન્ડર આ રંગો શિયાળામાં પણ તમને હોટ લુક આપશે.
હું ૨૨ વરસની યુવતી છું. મારા વાળ ડ્રાય છે. તેની સારસંભાળના ઉપાયો જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
* શુષ્ક વાળ માટે કોપરેલ,જૈતૂન અથવા બદામનું તેલ હુંફાળું કરી અઠવાડિયે એક વાર વાળની જડને સ્પર્શે તે રીતે લગાડવું.
શેમ્પૂ કરતાં પૂર્વે હળવું કંડિશનર લગાડવું. જે વાળને શુષ્ક નહીં થવા દે. અને પછી શેમ્પૂ કરવું.
*કંડિશનરયુક્ત શેમ્પુ વાપરવું.વાળ વધુ ડ્રાય હોય તો અલગથી કંડિશનર લગાડવું.
હું ૨૨ વરસની યુવતી છું. મારી પાંપણ પાતળી છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)
* જૈતૂનના તેલને આંગળી પર લગાડી હળવા હાથે પાંપણ પર માલિશ કરવું. દરરોજ રાતના નિયમિત કરવું.તેલવાળો હાથ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
હું ૨૭ વરસની મહિલા છું. વરસોથી ચાંદલો કરું છું. મારા કપાલ પર ચાંદલાના ાકારનું નિશાન બની ગયું છે તે દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
* વરસોથી એક જ સ્થાનનો ઉપયોગ થતો હોય તો ચોક્કસ નિશાન બની જ જાય.કાંડા ઘડિયાળ પહેરવાથી પણ કાંડા પર નિશાની બની જતી હોય છે.એક જ સ્થાને નિયમિકત ચાંદલો કરવાથી ચાંદલાનો ડાગ પડી જાય તે સામાન્ય છે.આ ડાઘ ને છુપાડવા માટે મેકઅપનો સહારો લેવો તેમજ એન્ટસેપ્ટિક ક્રિમ લગાડીન ેચાંદલો કરવો.
- જયવિકા