સૌંદર્ય સમસ્યા .
- હું 25 વરસની યુવતી છું. મને ખીલની સમસ્યા છે. તો મારે ક્યો ફેસપેક વાપરવો જોઇએ. તે જણાવશો.
હું ૨૫ વરસની યુવતી છું. મને ખીલની સમસ્યા છે. તો મારે ક્યો ફેસપેક વાપરવો જોઇએ. તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
ખીલની તકલીફથી રાહત પામવા સંતરા.લીંબુ અને તરબૂચ ખાવા. તેમાં વિટામિન એ, સી, અને ેઇ સમાયેલા છે. જેથી નવા ખીલ ફૂટવાનું પ્રમાણ ઓછું થાય. પેટ સાફ રહે છે. અધિક તાલીય ત્વચા માટે સ્ટ્રોબેરી, અનાનાસ અથવા લીંબુ જેવા ખાટા ફળ અને ટમેટાયુક્ત કુદરતી ફેસિયલનો ઉપયોગ કરવો. જેથી ત્વચા સાફ રહેશે ખીલના ડાઘ આછા થશે અને ત્વચા ચમકીલી થશે.
હું ૧૯ વરસની યુવતી છું. નખની કાળજીના ઉપાય જણાવશો.
એક યુવતી (નવસારી)
હાથ ધોયાબાદ હંમેશા ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું અનેસૂતા પહેલાં નખ પર ક્યુટિકલ ક્રીમ તેમજ ક્યુટિકલ ઓઇલ લગાડવું.બેબી ઓઇલ પણ લગાડી શકાય.
નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે.
નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે.
નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટૂકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું.
હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાની કાળજી લેવાના ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
સ્નાન બાદ શરીર લૂછતા પહેલાં બોડી ઓઇલ લગાડવું. જે ભાગ પર તડકો પડતો હોય તે ભાગ પર સનસ્ક્રીન લગાડવુ ંભૂલવું નહીં. મહિનામાં એક વખત ત્વચાને સ્ક્રબ કરવી અને ત્યાર બાદ કોઇ બોડી પેક લગાડવું. જેથી તાજગી અનુભવાશે અને ત્વચામાં કસાવ આવશે.
હું ૩૧ વરસની મહિલા છું. મારી આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા છે. મેં બટાકું છૂંદીને લગાડયું પણ ફાયદો થતો નથી.
- એક મહિલા (ગુજરાત)
* ખીરાના પૈંતા કરી આંખ પર દસ પંદર મિનિટ મુકી રાખવા. ઉપરાંત ચાના પાન ઉકાળી તે પાણીમાં રૂ ભીંજવી આંખ પર અડધો કલાક રાખવું. પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી. નિયમિત આઠ-દસ ગ્લાસ પાણી પીવું.
હું ૨૩ વરસની યુવતી છું. મારું ફિગર ૩૪-૨૬-૩૪ અને કદ પાંચ ફૂટ પાંચ ઈંચ છે. વાન ગોરો અને વાળ લાંબા ઘટ્ટ છે. હું કોલેજમાં ભણું છું. કેવો પોશાક વધુ શોભશે તે જણાવશો.
- એક યુવતી (ભાવનગર)
* તમારું કદ અને ફિગર બન્ને સારા છે. તમે કાંઈ પણ પહેરી શકો છો. જેમ કે શૉર્ટ કુરતીની સાથે જીન્સ, સ્કર્ટ અથવા પેન્ટ, તમારી ત્વચા ગોરી હોવાથી તમને દરેક રંગ શોભશે. જે પરિધાન પહેરી આરામ અનુભવો તે પહેરશો.
- જયવિકા આશર