Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 23 વરસની યુવતી છું. મને ફાઉન્ડેશનના ઉપયોગ પર માહિતી આપશો.

હું ૨૨ વરસની યુવતી છું. મારી ત્વચા સામાન્ય છે. મારા માટે ક્યો પેક ફાયદાકારક રહે તે જણાવશો.

એક યુવતી (મુંબઇ)

સામાન્ય ત્વચા માટે સફરજનનો પેક ઉત્તમ છે. એક સફરજનના નાના-નાના ટુકડા કરી તેને મિક્સરમાં વાટી લેવા અને તેમાં બે ચમચા મધ તેમજ અડધા લીંબુનો રસ ભેળવી ફ્રિજમાં દસ મિનિટ રાખી દેવો. આ મિશ્રણ ચહેરા પર હળવા હાથે મધ ઘટ્ટ થતું લાગે ત્યાં સુધી લગાડવું અને ત્રીસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

હું ૧૬ વરસની યુવતી છું. મારા વાળ નિસ્તેજ તથા રૂક્ષ થઇ ગયા છે. તેમજ પહેલાં કરતાં પાતળા પણ થઇ ગયા છે. પહેલાં તો મારા વાળ ઘટ્ટ તથા કાળા હોવાથી સુંદર દેખાતા હતા. પહેલાં જેવા મારા વાળ કરવા મારે ક્યા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઇએ તે જણાવશો.

એક યુવતી (વલસાડ)

નારિયેળનું દૂધ અને એક લીંબુનો રસ ભેળવી વાળની જડને પહોંચે તે રીતે હળવે હાથે મસાજ કરવો. એક કલાક બાદ ઇંડાયુક્ત શેમ્પૂથી વાળ બરાબર ધોવાથી વાળ ખરતા અટકી જશે અને વાળ સુંદર ચમકીલા થશે.

હું ૨૩ વરસની યુવતી છું. મને ફાઉન્ડેશનના ઉપયોગ પર માહિતી આપશો.

એક યુવતી (અમદાવાદ)

*મેકઅપ લગાડયા બાદ ફાઉન્ડેશન લગાડવું નહીં.

*ફાઉન્ડેશનને પ્રકાશથી બચાવવું.તેને ઠંડી તથા છાયડામાં રાખવું.

*નિયમિત ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરતા હો તો નાની બોટલ જ ખરીદવી.

*ઉપયોગ કરતા પહેલાં શીશીને બરાબર હલાવવું.

*ફાઉન્ડેશન ફાટી ગયેલું જણાય તો તેનો ઉપયોગ કરવો નહીં.

હું ૨૮ વરસની યુવતી છું. મારા પગ પર કાળા ડાઘા તથા પગની ત્વચા ખરબચડી થઇ ગઈ હોવાથી પગ ગંદા દેખાય છે. પગને સુંદર બનાવવાના આસાન ઉપાય જણાવશો.

એક યુવતી (જામનગર)

રોજ સ્નાન કરતી વખતે પગની સફાઇ બરાબર કરવી. બંને પગને સાબુ લગાડી રગડીને ધોવા તેમજ આંગળીઓની વચ્ચેનો મેલ દૂર કરવો.

*પ્યુમિક સ્ટોનથી પગની એડીની ખરબચડી ત્વચા દૂર કરવી.

*પગને કોરા કરવા.આંગળીઓ વચ્ચે ભીનાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવું. 

*પગમાં ટેલકમ પાવડર લગાડવો જેથી પગ ભીના હશે તો ભીનાશને પાવડર શોષી લેશે.

*પગમાં બરાબર ફિટ હતા હોય તેવા યોગ્ય માપના જ જૂતા પહેરવા.

*વધારે પડતી હાઇહિલ તેમજ ચુસ્ત જોડા પહેરવા નહીં.

*પગને સુંદર રાખવા નિયમિત પેડિકયોર કરવું. ઇંડાની સફેદી લગાડવાથી પણ ફાયદો થશે.

હું ૨૬ વરસની યુવતી છું. મારા ચહેરા પર કાળાશ છવાઇ ગઇ છે તેને દૂર કરવાના ઉપચાર જણાવશો.

એક યુવતી (સુરત)

ઉત્તર-ચહેરા પર છાશ લગાડવાથી ફાયદો થશે.તેમજ ત્વચા નિખરશે. રાતના બદામને પાણીમાં ભીંજવી સવારે છાલ ઉતારી તેને વાટી પેસ્ટ બનાવવી. એમાં એક ચમચો સંતરાનો રસ ભેળવી ચહેરા પર લગાડી ત્રીસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ટમેટાં,ખીરા અને ગાજરનો રસ સમાન માત્રામાં ભેળવી ચહેરા પર લગાડવું.

-જયવીકા આશર


Google NewsGoogle News