સૌંદર્ય સમસ્યા .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- હું 22 વરસની યુવતી છું. મારી પાંપણ પાતળી છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

 હું ૨૦ વરસની યુવતી છું. રોયલ લુક માટે કેવો પોશાક પહેરવો જોઇએ તે જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* તમારા કદને શોભે તેવા નવી ફેશનના પોશાક સારા લાગશે. પરંતુ સામાન્ય રીતે રોયલ લુક માટે સિલ્કના ડ્રેસીસ ઉત્તમ છે. તેના પર સિકવન્સનું થોડું વર્ક હોવું જરૂરી છે.સિલ્કમાં તમારી પાસે કલરની પસંદગી છે. ઓરંજ,પીળો,પિન્ક રોઝ અને લવન્ડર આ રંગો શિયાળામાં પણ તમને હોટ લુક આપશે.

હું ૨૨ વરસની યુવતી છું. મારી પાંપણ પાતળી છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* જૈતૂનના તેલને આંગળી પર લગાડી હળવા હાથે પાંપણ પર માલિશ કરવું. દરરોજ રાતના નિયમિત કરવું.તેલવાળો હાથ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.

હું ૨૭ વરસની મહિલા છું. વરસોથી ચાંદલો કરું છું. મારા કપાલ પર ચાંદલાના આકારનું નિશાન બની ગયું છે તે દૂર કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (વલસાડ)

* વરસોથી એક જ સ્થાનનો ઉપયોગ થતો હોય તો ચોક્કસ નિશાન બની જ જાય.કાંડા ઘડિયાળ પહેરવાથી પણ કાંડા પર નિશાની બની જતી હોય છે.એક જ સ્થાને નિયમિકત ચાંદલો કરવાથી ચાંદલાનો ડાગ પડી જાય તે સામાન્ય છે.આ ડાઘ ને છુપાડવા માટે મેકઅપનો સહારો લેવો તેમજ એન્ટસેપ્ટિક ક્રિમ લગાડીન ેચાંદલો કરવો.

હું ૨૫ વરસની યુવતી છું. નિયમિત ત્વચાની કાળજી કરવાની થોડી ટિપ્સ આપશો.

એક યુવતી (નાસિક)

* સંતરાનો રસ અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા કોમળ બને છે.

ખીરાનો રસ,લીંબુનો રસ,બટાકાનો રસ,અડધો ચમચો ગ્લિસરીન તથા થોડું ગુલાબજળ ભેળવી લગાડવાથી ઝાંય આછી થાય છે.

 હું ૧૮ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય હોવાથી ચહેરા પર ખીલ ફૂટી નીકળે છે. ત્વચામાંથી ચીકણાઇ દૂર કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (ભુજ)

દિવસમાં ત્રણ વખત પાણીથી ચહેરો ધોવો. એક ચમચો કેવોલીન પાવડર,અડધો ચમચો જવનો લોટ,ચપટી ચંદન પાવડર પાણી સાથે ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું દસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. રોજિંદા આહારમાં ફળ,શાક,ફણગાવેલા કઠોળનું પ્રમાણ વધારવું. આ બાબતોમાં નિયમિત રહેવાથી ત્વચા સ્વસ્થ નજર આવશે અને ત્વચા સામાન્ય બનશે.

 હું ૨૨ વરસની યુવતી છું. મારી પાંપણ પાતળી છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* જૈતૂનના તેલને આંગળી પર લગાડી હળવા હાથે પાંપણ પર માલિશ કરવું. દરરોજ રાતના નિયમિત કરવું.તેલવાળો હાથ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.

હું ૧૯ વરસની યુવતી છું. ઇમિટેશન વીંટી પહેરવાથી મારી આંગળીની ત્વચા લીલા રંગની થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજેે ઉપચાર જણાવશો.

મને એ જાણવું છે કે મેકઅપ કરતી વખતે કંસિલર પહેલા લગાડવું જોઇએ કે ફાઉન્ડેશન ?

એક યુવતી (અમદાવાદ)

* નકલી ધાતુની વીટી પહેરતા પહેલા આંગળી પર હેન્ડક્રિમ લગાડવું. જેથી ધાતુ અને ત્વચા વચ્ચે સીધો સંપર્ક ન થાય.

મેકઅપ ત્યારે જ કુદરતી લાગે છે જ્યારે કંસિલરને થોડા ફાઉન્ડેશનમાં ભેળવીને લગાવાય.

- જયવિકા આશર


Google NewsGoogle News