સહિયર સમીક્ષા .
અમે નવપરિણીત છીએ. મારી સમસ્યા એ છે કે મારી પત્નીને સેક્સમાં રસ નથી. સેક્સથી દૂર રહેવાના તે બહાના બનાવ્યા કરે છે. તેની કામેચ્છા વધારવા માટે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
હું ૧૬ વરસની કોલેજમાં ભણતી છોકરી છું. મારી સમસ્યા એ છે કે ૧૩ વર્ષની હતી. ત્યારથી મને માસિક શરૂ થયું છે. પરંતુ તે જ સમયથી માસિક દરમિયાન મને પેટમાં અસહ્ય દુ:ખાવો થાય છે. આ સમયે હું અભ્યાસ પર પણ ધ્યાન આપી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
* તબીબી ભાષામાં આ સમસ્યાને મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ કહે છે જેનો વત્તે ઓછે અંશે દરેક સ્ત્રીએ સામનો કરવો જ પડે છે. આ દુખાવો અસહ્ય હોય તો ડૉક્ટરની સલાહ લઇ તમે દવા લઇ શકો છો. આ સમયે પાણીનો ભરાવો થતો હોય છે. કેટલાકને આ કારણે સારવાર લેવી પડે છે. આથી તમે ડૉક્ટરની સલાહ લઇ તેમની સૂચનાનું પાલન કરો. ચિંતા કરવાની જરૂર નથી.
હું ૧૫ વરસનો છું. મારી સમસ્યા એ છે કે મને ભણવાનો ઘણો કંટાળો આવે છે. પરીક્ષા આવતા જ મને પરસેવો વળવા લાગે છે. સ્કૂલમાં જવું પણ મને ગમતું નથી. હું જાણું છું કે અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ પ્રત્યે મને રસ જાગે એ માટે મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક યુવક (બિલીમોરા)
* તમે વધુ પડતી માનસિક તાણનો ભોગ બન્યા છો. અભ્યાસનો વિચાર માત્ર જ તમને ધૂ્રજાવી મૂકે છે. અને તમારું મગજ શૂન્ય બનાવી દે છે. આનો એક માત્ર વિકલ્પ એ સમજવાનો છે કે સ્કૂલ એક જેલ નથી. પરંતુ એક એવી સંસ્થા છે જે તમને તમારા ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેમજ તમારું વ્યક્તિત્વ ઘડે છે. આ વાત તમને જીવનમાં આગળ વધવા કામ આવવાની છે. સ્પોર્ટસનો આધાર લો. તેમજ ફિટનેસ તરફ ધ્યાન આપો. વ્યાયામ કરવાથી થાકી જવાને કારણે સારી ઉંઘ આવશે અને એ કારણે તમને ચિંતા અને તાણમાંથી મુક્તિ મળશે. અભ્યાસમાં ચિત્ત પરોવો.
હું ૨૩ વરસની છું. મને ૨૪ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. મારી સમસ્યા એ છે કે મારો બૉયફ્રેન્ડ હમણા ડિપ્રેશનમાં સરી પડયો છે. તેને દાઢી અને છાતી પર પૂરતા પ્રમાણમાં વાળ નહીં હોવાથી તે પોતાની જાતને અપમાનિત માની રહ્યો છે. આનો કોઇ ઉપાય સૂચવવા વિનંતી શું ટેસ્ટોસ્ટેરોન એન્હાન્સમેન્ટ થેરપી અસરકારક છે?
એક યુવતી (વડોદરા)
* ટેસ્ટોસ્ટેરોન એન્હાન્સમેન્ટ થેરપીની સલાહ ઘણા ડૉક્ટરો આપતા નથી. કારણ કે, મેટાબોલિક અને ક્લિનિકલ પૂરાવામાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ નહીં હોય તો આ થેરપી ફાયદા કરતા નુકસાન વધુ કરે છે. અપરિણીત તેમજ પરિવારની શરૂઆત કરી હોય નહીં એવા લોકોને ડૉક્ટરો આ સારવારથી દૂર રહેવાની ચેતવણી આપે છે. આ માટે તમે કોઇ નિષ્ણાત એન્ડોક્રિનોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો.
અમે નવપરિણીત છીએ. મારી સમસ્યા એ છે કે મારી પત્નીને સેક્સમાં રસ નથી. સેક્સથી દૂર રહેવાના તે બહાના બનાવ્યા કરે છે. તેની કામેચ્છા વધારવા માટે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
એક ભાઇ (પાલણપૂર)
* આનો એક મહત્ત્વનો વિકલ્પ વાતચીત છે. તમારે એકબીજાની લાગણીઓ તેમજ પસંદ-નાપસંદ વિશે જાણવાની જરૂર છે. ફોરપ્લેને વધુ મહત્ત્વ આપો અને આ દરમિયાન તમારી લાગણીને શબ્દોમાં વ્યક્ત કરો. તેને શું ગમે છે એ પૂછો. તેના મનમાં સેક્સ પ્રત્યે કોઇ ડર કે ચિંતા હોય તો એ દૂર કરો. હજુ તમે નવા પરણેલા છો આથી એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરો અને તેને તમારામાં વિશ્વાસ ઉત્પન્ન થાય એવા પ્રયત્નો કરો. આ પછી તમારી સમસ્યા આપોઆપ દૂર થઇ જશે.
- નયના