ભરાવદાર નિતંબ બને છે આકર્ષણનું કેન્દ્ર
- આપણા ભારતમાં ભરાવદાર નિતંબ ધરાવતી સ્ત્રી વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બનતી આવી છે. પરંતુ જેનિફર લોપેઝ જેવી રમણીઓએ શરૂ કરેલી નવી ફેશનને કારણે ગજગામિનીઓનો ઉત્સાહ વધ્યો છે.
વર્ષો પૂર્વે એક ટૉક શૉ દરમિયાન ફરદીન ખાને તેને કરીનાના નિતંબ પસંદ હોવાનું જણાવી લોકોને એક આંચકો આપ્યો હતો. આમા ફરદીનનો કોઈ વાંક નથી. સ્ત્રીના શરીરનો આ ભાગ લોકોને ખાસ કરીને પુરુષોને આંચકો આપે એવો જ છે. અને મજાની વાત તો એ છે કે નિતંબ તરીકે ઓળખાતો આ ભાગ સ્ત્રીને તેના નિતંબ, અંગ્રેજી કલ્ચરમાં ઉછરેલા લોકોની ભાષામાં કહીએ તો બમ્સ નાના હોવાની ફરિયાદ છે તો કેટલીક સ્ત્રીઓને તેમના ભરાવદાર નિતંબની ચિંતા એટલી સતાવે છે કે તેમની રાતોની ઊંઘ વેરણ બની જાય છે જો કે કેટલાક પુરુષોએ જણાવ્યા પ્રમાણે પુરુષોની નજર સૌ પ્રથમ સ્ત્રીના નિતંબ પર પડે છે અને ત્યાર પછી તે આગળ વધતી વધતી તેના શરીરના ઉપરના હિસ્સા સુધી પહોંચે છે. શરીરના આ હિસ્સાને આટલું મહત્ત્વ આપવાની જરૂર શું છે? વસ્ત્રોથી ઢંકાયેલા આ હિસ્સાની અવગણના કરવામાં આવે તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહે નહિં. અને આમ પણ વિકૃત માનસના લોકોને જ આમા વધુ રસ હોય છે.
આમ છતાં પણ રસ્તા પર પસાર થતી કોઈ નારીના સુડોળ નિતંબ જોઈ અદેખાઈ કર્યા વિના રહેવાતું નથી. કમર અને નિતંબ મટકાવી નાચતી સેક્સી જેનિફર લોપેઝ કે સેક્સી ફિલ્મી અભિનેત્રી જેવા નિતંબની સ્વામિની થવાની ઈચ્છા ઉત્પન્ન થયા વગર રહેતી નથી.
આપણા ભારતમાં ભરાવદાર નિતંબ ધરાવતી સ્ત્રી વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બનતી આવી છે. પરંતુ જેનિફર લોપેઝ જેવી રમણીઓએ શરૂ કરેલી નવી ફેશનને કારણે ગજગામિનીઓનો ઉત્સાહ વધ્યો છે. તેમને નડતા શરમ અને સંકોચ દૂર થયા છે. એક સમયે નાક, ચહેરા કે શરીર પરની ચરબી દૂર કરવા માટે કોસ્મેટિક સર્જનોની મુલાકાત લેતી રમણીઓ આજકાલ હવે તેમના નિતંબ ભરાવદાર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જનોની મુલાકાત લઈ રહી છે. જો કે આ પ્રોસેસ દુઃખદાયક છે પરંતુ સૌંદર્ય પામવાની ઘેલછા સામે આ દુઃખદરદની કોઈ કિંમત નથી.
સ્ત્રી અને પુરુષની શારીરિક રચનાની વાત કરીએ તો સ્ત્રીઓના નિતંબ જમરૂખ આકારના હોય છે જ્યારે પુરુષોની કમરનો ઘેરાવો વધુ હોય છે. તેમના નિતંબ સફરજનને મળતા આવે છે. તેમની કમરમાં ચરબીનો થર વધુ હોવાથી તેમને હાર્ટ એટેકની શક્યતા વધુ છે આથી કમર કરતા નિતંબ પર મેદનો ભરાવો વધુ હોય તો વધુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવો ડૉક્ટરોનો અભિપ્રાય છે.
ફેશન પરસ્ત નારી આજે તેના ફીગર પ્રત્યે વધુ જાગૃત બની છે. ખાસ કરીને નિતંબને લગતા વ્યાયામ પર તે વધુ ભાર આપે છે. ચાલવાથી તેમજ જમીન પર સૂઈને પગ ઊંચા કરવાને કારણે નિતંબ સુડોળ બને છે. એવો વ્યાયામ નિષ્માતોનો દાવો છે. આ નિષ્ણાતો નિતંબના વ્યાયામની અવગણના કરતા સ્ત્રી અને પુરુષોને આ પ્રકારના વ્યાયામ શરૂ કરવાની સલાહ આપે છે.
''ચહેરો, હાથ અને પગ સુંદર બનાવવા આજની નારી પાણીની જેમ પૈસા ખર્ચવા તૈયાર છે પણ નિતંબનો પ્રશ્ન આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે. નિતંબની સુંદરતાની તેમને કોઈ પરવા નથી. તેઓ ભૂલી જાય છે કે તેમની નજરે ન પડતા આ નિતંબ કપડામાં ઢંકાયા હોવા છતાં લોકોની નજરમાંથી બચી શકતા નથી. જો કે આ પાછળ સ્ત્રીની શરમ કામ કરતી હોય તો નવાઈ નહીં'' મુંબઈની એક નિષ્ણાત બ્યુટિશિયને પોતાના મનના ભાવ રજૂ કરતા આ હકીકત છતી કરી હતી.
શરીરના આ ભાગની બ્યુટી ટ્રીટમેન્ટ માટે આબ્યુટિશિયને દરિયાઈ મીઠાનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત હળદરનો લેપ લગાવવાથી મૃત કોશો દૂર થાય છે અને ત્વચાને નવજીવન પ્રાપ્ત થાય છે એમ પણ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત સેલ્ટીક સી સોલ્ટ, સુગંધી તેલ ધરાવતું હર્બલ ઓઈલનો વપરાશ થઈ શકે છે.
જોકે નિતંબ માટે વપરાતી પ્રોડક્ટોની ભારતમાં અછત છે પણ તેમાં બોડી લેપ અને સ્ક્રબના ઉપયોગથી ફાયદો થાય છે. હળદર, ચણાનો લોટ અને ચંદનનાં લેપથી પણ ત્વચાને નવજીવન પ્રાપ્ત થાય છે. આજે તો મોટી મોટી હોટેલો તેમજ સ્પામાં મસાજની સુવિધા ઉપલબ્ધ છે. આ મસાજથી પણ બમ્સ સુડોળ બને છે. અને જમા થયેલા મેદ દૂર થાય છે.
ભરાવદાર નિતંબ માટે પેડ વારવાની ફેશન આજકાલની નથી ભૂતકાળમાં પણ નારીઓ તેમના નિતંબને સેક્સી બનાવવા પંડિંગનો સહારો લેતી હતી આજે પણ આ ઉપાય અજમાવવામાં આવે છે. આ ઉપરાંત આજે ફેશન વિશ્વમાં કોર્સટને મહિમા વધી ગયો છે અને ભરાવદાર નિતંબ નાના દેખાય એ માટે ડ્રેસ પણ તમારી વહારે આવી શકે છે. ભરાવદાર નિતંબ ધરાવતી લલનાઓએ ટૂંકા ટોપ્સ અને સ્કર્ટ કે પેન્ટની અંદર ખોંસેલા ટોપ્સ પહેરવા નહીં એને બદલે બમ લાઈન સુધી પહોંચે એવા ટોપ્સ સાંકડા ટ્રાઉઝર્સ કે સ્કર્ટ સાથે પહેરવાની સલાહ ડ્રેસ ડિઝાઈનરો આપે છે.
જીવન છે તો સમસ્યાનો સામનો કરવો જ પડવાનો છે પરંતુ ઈશ્વરે સમસ્યા સાથે જ તેનો ઉકેલ પણ આપ્યો છે આથી બુધ્ધિ વાપરી સમસ્યાનું સમાધાન કરવામાં જ ભલાઈ છે. ઈશ્વરે બક્ષેલા શરીરના અંગ-ઉપાંગો પ્રત્યે ફરિયાદ કરી આંસુ સારતા બેસી રહેવાથી સમસ્યાનું સમાધાન મળશે નહીં અને લોકોની આકર્ષક દેહદ્રષ્ટી જોઈ તમને વધુ દુઃખ થશે આથી આગળ-પાછળનો વિચાર કરી ચિંતા કર્યાં વિના મનમાંથી નિતંબની ચિંતા દૂર કરી તેને સુડોળ બનાવવા પ્રયત્ન કરવામાં જ ભલાઈ છે એમ નથી લાગતું.