સહિયર સમીક્ષા .
- મારું લિંગ નાનું હોવાથી અને સંભોગ સમય ઓછો હોવાથી હું મારી પત્નીને પૂર્ણપણે સંતોષ આપી શકતો નથી. આથી હું રાજી ખુશીથી મારી પત્નીને પરપુરુષ સાથે સંતોષ અપાવવા માગું છું.
* હું ૧૭ વર્ષની છંુ. તેમજ મારું માસિક પણ નિયમિત છે. પરંતુ મારી યોનિમાંથી સફેદ રંગના ચીકણા પ્રવાહીનો સ્રાવ થાય છે. જેમાંથી ગંદી વાસ આવે છે. મને હસ્તમૈથુન કરવાની ટેવ નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
* તમારી આ સમસ્યા સામાન્ય છે. જાતીય ઉત્તેજનોને કારણે આમ થવાની શક્યતા છે. ઈન્ફેક્શનને કારણે પણ આમ થઈ શકે છે. આ પ્રવાહી ગંધ મારતું હોવાથી તમારે સમય ન ગુમાવતા ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઉપચાર પછી તમારી સમસ્યા દૂર થઈ જશે.
* મારી ઉંમર ૩૮ વર્ષની છે. ચાર મહિના પહેલા મેં હનયાનું ઓપરેશન કરાવ્યું છે. ઓપરેશન બાદ હવે બધા રૂટિન કામ કરું છું પણ સેક્સ નથી માણતો. મને મનમાં ડર છે કે સેક્સ માણવાથી મને ફરીથી હનયા થશે તો?
એક યુવતી (વડોદરા)
* સારણગાંઠ-હનિર્યાને સેક્સ જોડે સીધો કોઇ જ સંબંધ નથી. સારણગાંઠો પેટની દીવાલ નબળી પડવાથી અને આંતરડાનું બહારની તરફ દબાણ થવાથી થાય છે. જેથી જેના પેટની દીવાલ નબળી પડેલી હોય તેવી વ્યક્તિમાં આ સારણગાંઠ અનુભવાતી હોય છે, પરંતુ ઓપરેશન દરમિયાન પેટની આ નબળી દીવાલ આગળ, અંદરની તરફ જાળી મૂકવામાં આવે છે. આથી, આંતરડા બહાર આવતા નથી. જાતીય જીવન દરમિયાન પેટની અંદર દબાણ આવતું નથી. આથી સારણગાંઠના ઓપરેશન પછી જાતીય જીવન માણવા કોઇ જ વાંધો નથી. સેક્સ માણવાથી ક્યારેય ફરી વાર હનયા નહીં થાય.
સેક્સ ટિપ્સ -
* જાતીય સમાગમ વખતે ફોનની રિંગ અથવા ડોરબેલ વાગી ઊઠે તોય એ સમય પૂરતું પુરુષના ઉત્થાન મંદ પડી શકે છે. જેના માટે સારવારની જરૂર નથી.
* ઉત્તેજિત અવસ્થા દરમિયાન ક્યારેક ી- પુરુષ એકબીજાને નખ મારે અથવા દાંત દબાવી દે તે સ્વાભાવિક છે. જો ગંભીર ઈજાઓ ન થતી હોય તો એને રોકવાની જરૂર નથી. એને માણતા શીખવું જરૂરી છે.
* હસ્તમૈથુનની શીઘ્રસ્ખલનની બિમારી નથી થતી.
* હું ૨૦ વર્ષની યુવતી છું. ગત વર્ષે જ મારા પિતાનું અવસાન થયું છે. હવે મારી મા જલદીથી મારા લગ્ન કરાવવા ઇચ્છે છે. તેમનું માનવું છે કે છોકરીના લગ્ન જેટલા જલદી શકાય હોય કરી દેવા જોઈએ. તેમણે મારા સંબંધની વાત દુબઈમાં રહેતા એક યુવક સાથે શરૂ કરી, એ જાણવા છતાં પણ કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું. છોકરો સારું કમાય છે અને લગ્નને લઈને સંપૂર્ણપણે ગંભીર છે, જો કે તે બીજી જાતિનો છે, તેથી ઘરવાળા આ સંબંધ માટે ના પાડી રહ્યા છે. શું કરું કે તેઓ લગ્નને લઈને જબરદસ્તી ન કરે?
એક યુવતી (સુરત)
* જો માત્ર છોકરાના આંતરજ્ઞાતીય હોવાથી જ તમારા ઘરના લોકોને તમારા બોયફ્રેન્ડ સાથે તમારા લગ્નને લઈને વાંધો છે, તો આ બિલકુલ ખોટું છે. જો છોકરામાં કોઈ જ ખોટ નથી અને તમને લાગે છે કે તમે તેની સાથે ખુશ રહેશો તો ઘરવાળાને રાજી કરવાનો પ્રયત્ન કરો. સમાજ પણ તેનો વિરોધ નથી કરતો.
મારી તથા મારી પત્નીની ઉંમર ૫૦ વર્ષ છે. લગ્નજીવનને ૨૫ વરસ થયા છે. મારું લિંગ નાનું હોવાથી અને સંભોગ સમય ઓછો હોવાથી હું મારી પત્નીને પૂર્ણપણે સંતોષ આપી શકતો નથી. આથી હું રાજી ખુશીથી મારી પત્નીને પરપુરુષ સાથે સંતોષ અપાવવા માગું છું.
- એક ભાઈ (વડોદરા)
* યોનિમાર્ગની જાતીય લંબાઈ છ ઈંચ છે અને એનાથી આગલા એક તૃતીયાંશ ભાગમાં જ સ્પર્શજ્ઞાન છે. આથી ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિય બે ઈંચ જેટલી, અથવા તેનાથી લાંબી હોય તો બસ છે. આમ પણ સ્ત્રીને સંભોગના સુખમાં રસ હોય છે. લિંગની લંબાઈ તેને માટે ગૌણ છે. સંભોગ કરતા પણ તમે એની કેવી રીતે સંતોેષ આપો છો એ મહત્ત્વનું છે પર પુરુષ દ્વારા સંતોષ આપવાને બદલે તમે તેને મુખ મૈથુન કે ફોર પ્લે દ્વારા સંતોષ આપી શકો છો. સંતોષ મહત્ત્વનો છે સંભોગ નહીં. અને આમ પણ અત્યાર સુધી તમે લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છો. અચાનક ૨૫ વરસ પછી આવો વિચાર કેમ આવ્યો?
- નયના