વાચકની કલમ .
યાદ અતીતની
યાદ આવે છે બાલ્યાવસ્થાના એ સોનેરી દિવસો
વિતાવ્યા હતા જે હસતા-હસતા અને રમતા-રમતા
યુવાનીમાં છિનવી હતી સૂર્યોદયે મારા ગાલની લાલિમા
સૂર્યાસ્તના અંધકારમાં સમાઈ હતી મારા કેશની શ્યામલતા
શીતળ પવનમાં ઝણકાર હતો મારા પાયલનો
પંખીઓના રણકારમાં, અને કલરવમાં સ્વર હતો મારી વાણીનો
મારા સ્મિત અને હાસ્યને ઈર્ષાથી જોતા હતા ઉદ્યાનના પુષ્પો
મારા સૌંદર્યને સલામી આપતી હતી વૃક્ષની ડાળિયો
મારી મદ-મસ્ત ચાલને અનિમેષ નયને જોતા હતા સાગરના મોજા
મારા આગમનને કરતા હતા સત્કાર વૃક્ષના હરિયાળા પત્તા
મારી આંખોમાં હતી વિજળીની ચમક
મારી દૂર અદામાં હતી જવાની મહેક
ગગનના પંખીની જેમ આઝાદ હતી મારી જિંદગી
કૃપા હતી મારા પર ખુદાની કરતી હતી હું તેની બંદગી
જીવનમાં આવ્યા વળાંકો અનેક, સજળ નયને જોયા દુનિયાના ફરેબ
ગંભીર પણ મક્કમ પગલે આવી રહી છે વૃધ્ધાવસ્થા
વિતી ગયો એ સોનેરી સમય નથી રહી હવે કોઈ ઇચ્છા
ન રહે જોઈ કોઈ મારા અંતિમ આંસૂને, જોઈ રહે સ્નેહીજન અધ્ધર પરના સ્મિતને
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
કરો ના કોઈ ફરિયાદ
જોઈએ ના ખોટો વાદવિવાદ
સાધવો સદા સૌસંગે સંવાદ
પ્રેમને મૈત્રીનો માણી લેવો
સાકર-મધથી મીઠો સ્વાદ
સંભળાય જો મૈત્રીનો નાદ
પ્રેમથી દઈ દેવો પ્રતિસાદ
ક્ષમા આપી જાણો સૌ જીવોને
જુની ભૂલો કરતા ના યાદ
'લઘુગોવિંદ' દુઃખો મળે કર્મે
કરવી ના એની કોઈ ફરિયાદ
ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
એ સંદર્ભ રોજ લખું છું
તું જ મારો અર્થ છે તેથી
તારા સંદર્ભમાં રોજ લખું છું
વિતેલી પળોને વાગોળું છું
તારા પ્રેમનાં સાગરે
ડૂબું છું
ભરતી એ તરુ છું
પલળુ છું ને..
કિનારે બેસુ છું
યાદોએ સૂકાઈ જાઉં છું
ફરિયાદોનું બાષ્પીભવન થાય ત્યારે
પાપણની છત ટપકે છે
કેટલી બૂંદો
ભળે છે મહાસાગરે ત્યારે
સાગરે તુફાન ઊઠે છે
એ તુફાનનો અર્થ તું છે
એ સંદર્ભ રોજ લખું છું ને..
તું વાંચે છે એટલે લખું છું
નહીં તો..
યાદ કરીને હું જીવી જાત
'મીત' (સુરત)
સાજણ
હું પૂરા પ્રેમનો હકદાર
આ અડધો પડઘો પ્રેમ
સાજણ નહીં ચાલે
તારા પર મારો પૂરો અધિકાર
આ સમય નથીનો વિચાર
સાજણ નહીં ચાલે
વસાવી તુજને હૃદયમાં
મેં તો જીવ્યા કીધું
પ્રસંગે તૂટતા તાંતણાને
મહેનતે સીવ્યા કીધું
રહું હર ક્ષણમાં પ્રિતનો અહેસાસ
આ સગવડતાએ પ્રેમ સાજણ નહીં ચાલે
શ્વાસની હરમાળા જો ને
જપતી તારું નામ
'તું' ને 'તારું' સ્મરણ
બસ એક જ મારું કામ
હરપળ એકમેકમાં થાય ઓળઘોળ
આ ઘડીકની પ્રેમળદોર
સાજણ નહીં ચાલે
વલોવાયા સતત કરે
તારો ગુસ્સો મારા આંસુ
વીતી રહે ભરપૂર પછી
વિરહ તણું ચોમાસું
હવે તો મેળાપની બસ વાત
તારા વ્યસ્તતાના વંટોળ
સાજણ નહીં ચાલે
પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ' (વલસાડ)
રાજીપો છે
તુંજને મળ્યાની સવારનો રાજીપો છે,
વિશેષમાં સારા સમાચારનો રાજીપો છે.
ને ઘણાં વરષે આવી મળેલા જ,
પણ એ ભલાં યારનો રાજીપો છે.
તારા આંગણામાં પગ દેતા મને,
મળેલાં આવકારનો રાજીપો છે.
તારે ઘેર આપણે બંનેએ બેસીને,
કરેલી મીંઠી મનવાર રાજીપો છે.
બંનેએ સાથે આતબાજીની મોજ માણી,
રાજને ઈ દિવાળી ત્હેવારનો રાજીપો છે.
રાજાભાઈ એ. દાફડા 'રાજ' (અમરેલી)
વસમી વીદાય
અણધારી તારી વિદાયથી નીલમ,
હૃદયમાં શુન્યાવકાસ સર્જાયો છે!
બાગમાં ફુલોની સુવાસ આટલી ના હોત
(પણ) પારસ સમા
તારા યૌવનનો સહવાસ છે
છો ને ભલે રાત કાળી ને ભેંકાર લાગે
(પણ) તારા મિલનનો એ ઉજાસ છે
દુઃખના સંજોગમાં ઠારી
જતા તારા બે બોલ
થાય ના એ શબ્દ મલમ તો
પછી બકવાસ છે
જિંદગી ઝેર લાગે છતાં જીવવું સંસારમાં
નંદવાયેલ જીવનમાં શાંતિ
હવે ક્યાંથી મળે
જન્મોજન્મથી સાથ નિભાવવાની
હતી એ જ આશ,
ઠગારી બની એ વાત, જીવન સંગ્રામમાં હોંશને હામ ગુમાવી બેઠો છું હવે સારા-નરસાની આશ, શીદનેશખુ હવે!
સી. જી. રાણા (ગોધરા)
ધન્યતા
તમે મારું શિરનામું બન્યા
મારી ઓળખ ઊભી થઈ
એક સાદા સિધા ફૂલમાં
મહેક ખરે ઉભરી ગઈ
ડોકીયું કર્યું મારા હૃદયમાં
કે તમારા એ ડાંકીયા થકી
જે હતું ખાલીખમ તેમાં
પ્રીત તો ભરી તરી રહી
હાથ પકડયો છે તો ખરે
ન છોડશો જરાય ખસી જઈ
સફર પૂરી થશે જરૂર
કે મંજિલ સામે આવી ગઈ!!
જસમાન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
કોશિશ ઘણી કરી
કોશિશ ઘણી કરી મેં રાહત માટે
જિંદગી અધુરી રહી ગઈ ચાહત વગર
વફાદારીનો હિસાબ માગે છે જિંદગી
પ્રેમના નામે 'માંગેલો' હતો 'સ્પર્શ'
શબ્દો નથી મળતા એ જિંદગી!
કંઈક ઓછું પડે છે, પ્રેમને પામવા માટે
નથી મળતી તારી હાજરીનું પ્રમાણ પત્ર!
કેમ તે કેવી રીતે 'સૃષ્ટિ' સર્જી
સતત દોડતી રહી જિંદગી..
મૃગજળ પાછળ ભટકતી રહી જિંદગી
થોડી લાલચ, થોડો લોભ થોડી ઇર્ષ્ય-દ્વેશ
અંતે તો ખાલી હાથે વિદાય લેતી
આ જિંદગી..
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)