વાચકની કલમ .
શમણા
શમણા તમારી યાદના ઝાકળ
બની ઉડી ગયા
આવે છે સૌ સાથમાં બધાં અધૂરાં રહી ગયાં
તમે દૂર છો મુજથી ભલે પણ
યાદ મારી પાસ છે
એ યાદના પ્રવાહમાં વરસો
ઘણા વહી ગયા
મુજને મિલનની આશ છે
મન દોડતું ચારે દિશા
આ ઝાંઝવાનાં નીરમાં મૃગલાં
તરસ્યાં રહી ગયાં
ફૂલો ખિલાવી ના શક્યો
મારા જીવનઉદ્યાનમાં
માળી વિહોણાં બાગમાં કાંટા
બધા ઉગી ગયા
મંઝિલ તો ઘણી દૂર છે
આવે તોફાનો સામટા
બાકી જીવન સફરમાં પગલાં
અધૂરાં રહી ગયાં
યાંદો તણી વણઝાર
આવે તોફાની
સાગર બની
ઉછળતા સાગર મહીં મોજાં
બનીને સમી ગયાં
દિલમાં તમારી યાદ છે
એને સતાવો ના હવે
આશા ભરેલી જિંદગીનાં
અરમાન અદૂરાં રહી ગયાં
ભગુભાઈ ભીમડા
(હલદર, ભરૂચ)
સાચુ પુણ્ય
મા-બાપ જીવતા હોય ત્યારે
તેમને પ્રેમથી રાખ્યા હોય
એ જ સાચુ પુણ્ય કહેવાય
બાકી જીવતા રડાવ્યા હોય
અને પછી એમની પુણ્યતિથી
પર દાન કરે તેમને તો ઢોંગી જ કહેવાય
મા-બાપ જીવતા હોય ત્યારે
એમની જોડે દવાખાને ગયા હોય
એ જ સાચુ પુણ્ય કહેવાય
બાકી જીવતા દવા એ ન આપી હોય
અને પચી હોસ્પિટલ બંધાવે
એમને તો ઢોંગી જ કહેવાય
મા-બાપ જીવતા હોય ત્યારે
એમને માન આપ્યું હોય
એ જ સાચુ પુણ્ય કહેવાય
બાકી જીવતા અપમાન કર્યું હોય
અને પછી મંદિરો બંદાવે
એમને તો ઢોંગી જ કહેવાય
મા-બાપ જીવતા હોય ત્યારે
એમના વારા ન પાડયા હોય
એ જ સાચુ પુણ્ય કહેવાય
બાકી જીવતા પરાણે રાખ્યા હોય
અને પછી શ્રાદ્ધ કરે
એમનો તો ઢોંગી જ કહેવાય
કિંજલ સંઘવી (વિદ્યાવિહાર, મુંબઈ)
પ્રેમ અને પ્રેમભક્તિ
રાધા જેવો શુધ્ધ-પવિત્ર પ્રેમ જોવા મળ્યો
મીરાં જેવી સુંદર-સાચી
પ્રેમભક્તિ જોવા મળી
સુંદર ચહેરા, ચહેરા પર હાસ્ય પ્રસન્નતા
આંખોમાં સાગર જેટલો વિશાળ પ્રેમ
વાણીયાં અદભૂત કોયલ જેવી મીઠાશ
મન ખુબ જ સુંદર, હૃદયમાં હંમેશા સ્નેહ
હર પળ- ઘર ઘડી શુધ્ધ પવિત્ર પ્રેમ
દિવસ રાત સવાર-સાંજ સતત સાચો પ્રેમ
હસતાં હસતાં દોડીને આવીને
મને મળી જવું જતાં જતાં હૃદયમાં પ્રેમ આંખોમાં આંસુ મૂકી જવું આવો આઠ-આઠ વરસનો સુંદર સાચો પ્રેમ
પેરિ-અપ્સરાની યાદ અપાવે એવો પ્રેમ
રાધા-કૃષ્ણ, મીરાં-શ્યામને ગમે એવો
અવિસ્મરણીય શ્રેષ્ઠ પ્રેમ
જગદીશ બી. સોતા (મુલુન્ડ-વે.)
સાચુ સુખ
ટેન્શનમાં રહે છે સૌ
ચિન્તા કર્યા કરે છે સૌ
'હાય પૈસો હાય પૈસો' કરે છે સૌ
દોડાદોડી નાહકની કરે છે સૌ
મોહમાયા લોભમાં ફસાયા છે સૌ
ક્રોધી અભિમાની થયા છે સૌ
ઈશ્વરની કૃપા ક્યાંથી વરશે?
નસીબદાર છું હું
જે મળ્યું છે તેમાં સંતોષ છે
જે કાંઈ થશે સારું જ થશે
ભવિષ્યની ચિન્તા છોડીને
વર્તમાનમાં ખુશખુશાલ રહું છું
છેલ્લો દિવસ હશે આજે મારો
તેમ વિચારીને સૌનું ભલુ કરતો રહું છું
સતીશ ભુરાની (અમદાવાદ)
જુદા નીકળ્યા
સમુદ્રની જેમ એના દિલનું મંથન કર્યું તો
ઉલ્ફતને બદલે નારાજગીના
ફોદા નીકળ્યા સીધા સટ અમે માની
બેઠા ચાહતના રસ્તા
લ્યો અહી તો દોસ્તો!
ઠેરઠેર 'રોદા' નીકળ્યા
હોય એકવાર તો માનીયે હશે
કદાચ ભુલકણા
ન જાણે કેટલીકવાર એના વાયદા
કોટા નીકળ્યા
સમજ્યા રણકતા રૂપિયા જેવા
એ બોદા નીકળ્યા
ને માન્યા જેને ખુદા
જેવા એ જુદા નીકળ્યા
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
ગેટ ટુ ગેધર કરીએ
ચાલોને સૌ મળીને એક યાદગાર,
ગેટ ટુ ગેધર કરીએ
પરિવારના પાંખા
માળામાં થોડી ડાળખીઓ
એડ કરીએ
કોણ બોલ્યું, કૌણ મૌન છે,
શું આપ્યું, શું લઈ ગયા
આ બધું મૂકીને એકબીજાના જીગરજાન
ફ્રેન્ડ બનીએ,
નાના પાસેથી નવું શીખીએ
મોટા પાસેથી જૂનું જાણીએ
ચાલોને ગામની પંચાત
મૂકીને બસ દિલથી
નોલેજ લઈએ.
ક્યાંક દર્દ તો ક્યાંક હાસ્ય અને એકલતા
તો ક્યાંક માનવતા
ચાલોને સાથે મળીને
એકબીજાના સ્વપ્નાઓ
પુરા કરવાની ટ્રાઈ કરીએ
રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ
કહે 'ધરમ' ચાલોને એક
ગેટ ટુ ગેધર કરીએ.
ધરમ મગનલાલ પ્રજાપતિ (લાલજીનગર)
યાદ કરી જોજે એકાદ વાર
તારી લાગણી ભલે સૂંકી હોય
મારી લાગણીની ઝેરોક્ષ કરજે
ભીનાશ એમાં પણ આવશે
તારી દૂરી ભલે ગમે જેટલી હોય
મારા પ્રેમને તુ યાદ કરજે
જ્યાં હશે ત્યાં સુગંધ આવશે
તારો સ્વભાવ ભલે ભૂલકણો હોય
તારો 'ગાંડીયુ' શબ્દ યાદ કરજે
નક્કી ધડકન ચૂકી જવાશે
તારી વ્યસ્ત ને મસ્ત જિંદગી હોય
મારા ઈમાનદાર પ્રેમનાં સપનાં તુ જોજે
નક્કી એય રંગીન દેખાશે
તારી વ્યસ્ત જિંદગી ભલે વહેતી હોય
આપણાં ભૂતકાળને યાદ કરી જોજે
'મીત'ના મનો વર્તમાન હૂંફ આપશે
'મીત' (સુરત)
નિષ્ઠુર
ઈશ્વર તો કરુણાનો સાગર છે,
તેના આગળ જઈને માગો..
જેટલું માગશો તેથી બમણું આપશે,
પરંતુ સાચા આંસુ પાડશો તો જ.
ખોટુ ખોટુ રડનારાને ઈશ્વર પણ
ઓળકી જાય કે ભલે રડે!!
એ જ લાગનો ને પછી ના ગમશે.
ઈશ્વર તો કરુણનો સાગર છે
જૂઠ્ઠા બોલો આ માણસ જાણી
'નિષ્ઠુર' છે તને જ કાપશે..
ને જે હશે તે લઈ લેશેને
પછી તારી ઉપર હસસે!!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
બે ઘડી તમને મળી
બે ઘડી તમને મળી
વાતો કરુ છું પ્રેમની
વિતે છે દિવસ આખો
ખૂબ જ આનંદમાં
જો સમય હોય નબળો
યાદ કરી લઉં તમને
ભૂલી જાવ છું હું પારકી પંચાતને
તમે માનો કે ન માનો
કરુ છું દુ:ખનો સામનો
સુખ તો નસીબ નથી
કોઈની ફરિયાદ નથી
આ તો સંજોગ છે આપણે બેઉં મળ્યાં
એવી તે કરશુ રચનાં
આપણાં જીવન ઘડતરની
તારા પ્રેમ આલિંગનમાં
વિતાવી દઉં આયખું
તારા પાલવનો છેડો
કફન બને મારું
રામજી ગોવિંદ કુંઢયિયા