Get The App

વાચકની કલમ .

Updated: Sep 26th, 2022


Google NewsGoogle News
વાચકની કલમ                                                     . 1 - image


સ્વપ્ન કિનારે 

અવસ્મરણીય આવે યાદ સ્વપ્ન કિનારે

ઉરમાં ઉમંગો ઉભરાય સ્વપ્ન કિનારે

વસંતના વાયરામાં ઝૂમે ફોરમતો ફાગણ

કેસૂડો ચારેકોર લહેરાય સ્વપ્ન કિનારે

આશાઓના અંકુર ફૂટે ે વારંવાર અને

અરમાનોની માળા ગુંથાય સ્વપ્ન કિનારે

જીવન બાગ તો ખીલ્યો છે 

વસંતની સાથે સાથે

પછી જણાય છે  

પાનઘર સ્વપ્ન કિનારે

જિંદગી પણ એક સ્વપ્ન સમાન છે લાગે છે

જીવતર અધુરું જણાય સ્વપ્ન કિનારે

સ્મૃતિ વિસ્મૃતિઓની થાય છે બાદબાકી

સરવાળા ભ્રમના જણાય સ્વપ્ન કિનારે

સંસાર સાગરનો તો નથી મળતો કિનારો

ડૂબી, તણાતી જણાય નાવ સ્વપ્ન કિનારે

ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)

વલોપાત

પાપા પગલી ભરતી ને

પપ્પા પપ્પા કરતી એ માસુમ બાળા

આવીને ગોદમાં સમાઈ જાય છે

ને હેત ભર્યા હાથ એને માથે મુકાઈ જાય

ઘર અને આંગણિયે કિલ્લોલ કરતી મુગ્ધા

યુવાનીને આંગણે આવીને

આજ શોળે શણગાર ને દુલ્હન બનેલી

દીકરીની જ્યારે વસમી વિદાય થાય છે

ત્યારે ઉદાસ વદન ઉપર 

વિષાદની રેખા અંકાઈ જાય છે

ને નત મસ્તકે 

ઉભેલા તાતનું હૈયું વલોવાઈ જાય છે

મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

અંતિમ શ્વાસ

ધીરે ધીરે ચાલી રહ્યો છે 

મારો અંતિમ શ્વાસ

મલ્યો હતો અને જિંદગીભર

 જેનો મને ઉષ્માભર્યો સાથ

શ્વાસ તને આપુ છુ સલામી 

અને કરુ છુ તને વંદન

ન જાને  ક્યારે બંધ થઈ જશે 

મારા દિલની ધડકન

ધન-વૈભવના મોહમાં 

મગ્ન રહી કર્યો હતો મેં તારો અનાદર

વિસરાઈ ગયું સત્ય કે  દુનિયામાં નથી 

કોઈનું અસ્તિત્વ સનાતન

ક્ષણભર કર વિલંબ

 નિરખવા દે મને સૃષ્ટિનું સૌંદર્ય

ઉષાના ગુલાબી રંગ 

અને પંખીોના કલરવ

વાદળોની ગડગડાહત 

વીજળીની ચમક  વર્ષાના જળ-બિંદુ 

અને માટીની મહક

અંતિમ શ્વાસે કર્યું મંદ સ્મિત

મૃત્યુ સામે માનવી છે કેટલો વિવશ

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

સમજવાની કોશિષકર

સારુ લાગે છે

તારી વાત કરવી

તારી યાદ કરવી

તું મારી કંઈ નથી હવે

છતાં ઘણું ખરું તું જ છે

મને ભૂલી જઈશ તું

પણ..

જે રીતે હું તને પ્રેમ કરું છું

તે ક્યારેય તું ભૂલી નહીં શકે

આવ હવે

ફરીથી એકવાર

કોઈને પારખવાની જીદ છોડ

ને.. સમજવાની કોશિષ કર

'મીત' (સુરત)

તું અને હું

ગોતીશ 'તું'

તોય તને નહીં મળીશ 'હું'

યાદ આવીશ 'હું'

અને રડિશ 'તું'

મળશે તને જગમાં લાખો

પણ એમાં ક્યાંય નહીં

'હોઈશ હું'

પહેલાં તું અને પછી હું

વિચાર કર તો હવે

એમાં બાકી રહ્યું 'શું'

હર ઘડી સંભારીશ 'તું'

પણ હવે ક્યારેય નહીં

'આવીશ હું'

જરા હાથ તો રાખ 

દિલ પર 'રાખ તો'

ધડકનોમાં 'તને' સંભાઈશ 'હું'

હું તને 'હર હમેશ' 

યાદ આવીશ

કંઈ રીતે ભૂલાવીશ મને

'તું'

નિમિષા ગલિયા છેડા (બોરીવલી)

રોશન કોણ કરાવે?

(ગઝલ)   

ઉજાગર નથી આત્મા જેની રોશન કોણ કરાવે?

નિયત તોય બદલે ના એની રોશન કોણ કરાવે?

વિચારો વિવાદોમાં રોશની ક્યાંથી લોક સમીપે,

કુભાવો મહાઆફટ તેની રોશન કોણ કરાવે?

ઉહાપો થતાં બળવાખોરો વધતાં જોઈ તમાશા

લડી ના શકે ઈજ્જત શાની? રોશન કોણ કરાવે?

થશે ના કદી ઇન્સાનો જાગૃત તો બચવાનું શું?

શરીરે હિફાઝત ના રાખી રોશન કોણ કરાવે?

કહીશું જ કોને લેવે ના ધ્યાને સામા લડશે

ઉપરથી તકરારો એથી રોશન કોણ કરાવે?

જલી છે ખરી આગે લાપરવાહીની બેકાબુમાં

શરારત ભયાનકતા કેવી રોશન કોણ કરાવે?

સમજવી નહીં ભાર્તની તો શાને હાલ જુઓ તો

મરે છે હજી લાખો જનની રોશન કોણ કરાવે?

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

 જિંદગીમાં ક્યારેય હારવું ન પડે

ગરીબી જેણે વેઠી હોય 

તેને સમજાય

કે બે છેડા કેમ ભેગા થાય?

ખાવામાં ઘણી બધી 

બાંધછોડ કરવી પડે

કપડાં પણ રફુ કરાવેલા પહેરવા પડે

આપણા શોખને 

કાબુમાં રાખવા પડે

બીમારીમાં સરકારી હૉસ્પિટલમાં 

ધક્કા ખાવા પડે

સેકન્ડ હેન્ડ ચોપડાંથી ભણતર

 પૂરું કરવું પડે

ઉચ્ચ અભ્યાસ માટે બીજા 

કોઈની પણ મદદ લેવી પડે

ઉનાળાની ઋતુમાં કુદરતી 

હવાથી સંતોષ માનવો પડે

શિયાળામાં ઠંડા,

 ચોમાસામાં 

વરસાદથી બચવું પડે

કોઈ પ્રસંગ આવે ત્યારે 

 ફેરફાર કરવો પડે

ટ્રેન કે બસની 

હાલાકી સહન કરવી પડે

ડગલે ને પગલે 

કષ્ટો સહન કરવા પડે

ડગલે ને પગલે મનને મારવું 

અને વાળવું પણ પડે

ડગલે ને પગલે અપમાન પણ 

સહન કરવું પડે

પણ ગરીબીમાં 

મોટો થયેલો માણસને

કહે 'ધરમ' જિંદગીમાં 

ક્યારેય હારવું ન પડે

ધરમ મગનલાલ પ્રજાપતિ (મગુના)

અતીત

હૃદયમાં લાગણીઓ વાળી બેઠી, જ્યાં

સ્વપ્નાં સેવ્યા હતા મેં કળી ખીલવાના

પણ સમયની રેતે તાણી નાખ્યાં રણના ઢગલામાં

વાતને પણ દિવસો વિતતા ગયા

થોડાક ભીંજાણા, થોડાક પલળ્યાં,

એ યાદ આવે છે, પછી..

ક્યારેય વાદળો વરસ્યા તે યાદ જ નથી

સમજાઈ ગઈ એ વાત એ જ સમયે

વાત ઢંઢોળીને બેસી ગઈ તે  જ સ્થાને

જિંદગીના પાના ઉથલાવીને થાકી ગઈ

છેવટે નીકળ્યાં દરેકે દરેક કોરાજ

રે શીવા ક્યાંય સાંજ ઢળી ને 

ફરી સવાર થયું

નથી ક્યાંય અસ્તિત્વ તારા વિનાનું

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)


Google NewsGoogle News