અજમાવી જૂઓ .
- સાબુના પાણીમાં કેરોસીન મેળળી બાલદી કે ટીનના વાસણો ઘસવાથી ચમકીલા થાય છે.
- મોગરાના ફૂલવાળા પાણીથી સ્નાન કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે.
- રોટલીનો લોટ ગૂંદતી વખતે તેમાં બે ચમચી દૂધ,ઘી કે મલાઈ ભેળવવાથી રોટલી મુલાયમ તથા પાતળી થાય છે.
- લીંબુ નીચોવેલી ઠંડા પાણીમાં શાક પલાળી રાખવાથી શાક તાજુ રહે છે.
- કાયમ સળેખમ રહેતું હોય તો એક જાયફળને દૂધમાં ઘસીને કપાળે તથા નાક પર દિવસમાં ત્રણ વાર લગાડવાથી રાહત થાય છે.
- પુસ્તકના કબાટમાં ડામરની ગોળીઓ રાખવાથી જીવાત થતી નથી.
- સફરજનના ટુકડા અને કેળાના પૈતા પર ખાંડ અથવા લીંબુનો રસ નાખવાથી કાળા પડતા નથી.
- મેથીની પેસ્ટમાં ઓલિવ ઓઇલ, અડધી ટીસ્પૂન કેસ્ટર ઓઇલ અને કોપરેલ ભેળવી વાળમાં લગાડવું.
- ડામરના ડાઘા દૂર કરવા માટે પહેલા માખણ લગાડો પછી સાબુના ઠંડા પાણી વડે ધોઇ નાખો એટલે ડાઘ તરત જ નીકળી જશે.
- અજમામાં મીઠાનું પાણી ભેળવી હળવો શેકવાથી અજમામાંથી તીખાશ દૂર થાય છે.
- વધારે પડતું લસણ છોલવાનું હોય તો લસણની કળીને પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ભીંજવવા. અને પછી ખરબચડા કપડાથી રગડવું. ફોતરાં સરળતાથી ઊતરી જશે.
- ઇડલી બનાવવાના ચોખા અને અડદની દાળને શેકીને પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લેવાથી ઇડલી સ્પંજી અને ડોસા કરકરા થશે.
- કારેલાના શાકમાં વરિયાળી તથા ગોળ નાખવાથી કડવાશ ઓછી થશે તેમજ શાક સ્વાદિષ્ટ બનશે.
- રવો-મેંદો પ્લાસ્ટિકની થેલીમાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી જલદી બગડશે નહીં.
- લીંબુનો રસ અને સાકર ભેળવેલ મિશ્રણથી મસાજ કરવાથી ત્વચા મુલાયમ તેમજ ચળકતી બનશે.
- મીનાક્ષી તિવારી