Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 23rd, 2023


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


૨૮ વર્ષની એક યુવતી સાથે મને પ્રેમ હતો. અમે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ તેને અમેરિકાના શ્રીમંત યુવાનોના માંગા આવે છે. આ કારણે હું ઘણો હતાશ થઇ ગયો છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

* હું ૩૦ વર્ષની પરિણીત મહિલા છું. મારે બે સંતાન છે. મારી ઓવરીમાં સિસ્ટ છે. સહવાસ દરમિયાન પેટના નીચલા હિસ્સામાં દરદ રહે છે. શું સિસ્ટને કારણે આમ થતું હશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (ગુજરાત)

* હા, ઓવરીમાં સિસ્ટ ઉપરાંત પેડૂમાં સંક્રમણ હોય તો આ સમસ્યા ઉદ્દભવવાની શક્યતા છે. સમય  ન ગુમાવતા તમારે કોઇ સ્ત્રી રોગ વિશેષજ્ઞા પાસે તમારી તપાસ કરાવવાની જરૂર છે.

* હું ૨૪ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને બે મહિના થયા છે. લગ્ન પૂર્વે મારું માસિક અનિયમિત હતું. પરંતુ લગ્ન પછી સેક્સ માણ્યા પછી માસિક જરા વહેલું આવ્યું હતું. શું હું ગર્ભવતી હોઇશ? અમારે અત્યારે સંતાન જોઇતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

* સેક્સને કારણે માસિક ચક્રમાં કોઇ ફરક પડતો નથી. હા, તમે ગર્ભવતી હો તો માસિક બંધ થઇ જાય છે. માસિક ચક્રમમાં થોડી ઘણી અનિયમિતતા સામાન્ય છે. માનસિક તાણને કારણે આમ થઇ શકે છે. તમને માસિક આવ્યું છે એટલે તમે ગર્ભવતી નથી. હમણા  સંતાનની ઇચ્છા ન હોય તો તમે તમારા ફેમિલિ ડૉક્ટર કે ગાયનેકોલોજીસ્ટની સલાહ લઇ ગર્ભ નિરોધક સાધન વાપરો.

* હું ૨૨ વર્ષનો છું. મારી સમસ્યા એ છે કે બોલતી વખતે હું તોતડાઉં છું. આ કારણે મારે મજાકનો વિષય બનવું પડે છે. હું ભણવામાં હોશિયાર છું. સારો રમતવીર પણ છું. હાલમાં મારી ઓળખ એક યુવતી સાથે થઇ છે. મને તે ગમે છે. મને લાગે છે કે હું તેના પ્રેમમાં છું. પરંતુ મારી સમસ્યાને કારણે હું તેને મારા મનની વાત કહેતા ડરું છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવક

* તમારી આ સમસ્યા પાછળ બીજું કોઇ કારણ કામ કરી રહ્યું છે. તમારા બાળપણમાં તમારે સહન કરવી પડેલી કોઇ સમસ્યા આ પાછળ જવાબદાર છે. શું તમે સ્પીચ થેરાપિસ્ટની સલાહ લીધી છે. ન લીધી હોય તો લેવાની શરૂઆત કરો. આ પછી તમારા બોલવામાં ફેર પડી શકે છે. આ સમસ્યાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો હોય એવા કિસ્સા પણ છે. શ્વાસોશ્વાસના ટેક્નિક, યોગ અને મેડિટેશન પણ તમારી માનસિક તાણ ઘટાડશે અને તમારી માનસિક તાણ ઓછી થશે તો આ સમસ્યા પણ આપોઆપ દૂર થશે. આ યુવતી સાથે મૈત્રી બાંધવાનો પ્રયાસ કરો. તમારી સમસ્યા ભૂલી સામાન્ય રીતે વાતચીત કરો. તમારા પ્લસ પોઇન્ટ પર ધ્યાન આપો.

* હું ૨૯ વર્ષનો છું. ૨૮ વર્ષની એક યુવતી સાથે મને પ્રેમ હતો. અમે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ કેટલાક સપ્તાહ પૂર્વે તેણે મારી સાથેના બધા સંપર્ક કાપી નાખ્યા હતા. તેનું કહેવું છે કે તેને અમેરિકાના શ્રીમંત યુવાનોના માંગા આવે છે. આ કારણે હું ઘણો હતાશ થઇ ગયો છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (વડોદરા)

* તમારી પ્રેમિકાના આ વર્તન પાછળ બીજું કોઇ કારણ જવાબદાર હોઇ શકે છે. તેને ઘરેથી તેના પર દબાણ  આણવામાં આવ્યું હોય, તમારી પૂર્વે તે કોઇના પ્રેમમાં હોય, તમારા બંનેના ભવિષ્ય પ્રત્યે તેને શંકા હોય. આવા ઘણા કારણોમાંનું એક કારણ હોઇ શકે છે. અને તમારે તમારો વ્યક્તિગત પરાજય માની હતાશ થવાની જરૂર નથી. જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવો જ પડે છે આથી તેને ભૂલી તમારે તમારી જિંદગીમાં આગળ વધવાની જરૂર છે. એક રીતે જોતા  આ સંબંધનો અંત આવ્યો એ સારું જ થયું છે.

* હું ૨૯ વર્ષની છું. મારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને  સંતાનની ઇચ્છા છે. પરંતુ સમસ્યા એ છે કે સહવાસ પછી મોટા ભાગનું વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય? યોગ્ય ઉપાય દેખાડવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

* ગર્ભ ધારણ કરવા માટે વીર્યુનું એકાદ ટીપું પણ કાફી છે. વીર્ય બહાર આવી જવાને કારણે તમને ગર્ભ રહેતો નથી. એમ લાગતું નથી. તમારે અને તમારા પતિએ કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની જરૂર છે. સહવાસ દરમિયાન પતિના સ્ખલન પછી તમે ઘૂંટણ  ઉપર રાખી દસ મિનિટ સુધી એ અવસ્થામાં સૂઇ રહો. 

સ્ત્રી બીજાશયમાંથી ઇંડુ બહાર આવવાના ૨૪ થી ૪૮ કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે. સોનોગ્રાફીની મદદથી ઇંડુ ક્યારે નીકળ્યું એ સમય જાણી શકાય છે. આ માટે તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી પડશે. સાધારણ રીતે માસિક આવી ગયા પછી એક અઠવાડિયા પછી આ પિરિયડ શરૂ થાય છે. આથી માસિક  આવ્યા પછીનું  એક અઠવાડિયું છોડી દેવું  અને બીજા તથા ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધવો. આ ઉપાય કારગત ન નીવડે તો ગાયનેકની સલાહ લો.

- નયના


Google NewsGoogle News