Get The App

સહિયર સમીક્ષા .

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                      . 1 - image


- ત્રણ વર્ષથી હું એક ઑફિસમાં કામ કરું છું. મારે મારા બોસને ઘરે રોજ કામ કરવા જવું પડે છે. મને મારા બોસની પત્ની સાથે પ્રેમ થઇ ગયો છે. 

* હું જે લત્તામાં રહું છું ત્યાં એક આધેડ વયના પુરુષની દુકાન છે. હું તેની દુકાનેથી ઉધાર ચીજ વસ્તુઓ લાવું છું. અને જરૂર પડે તો ઉછીના પૈસા પણ તે મને આપે છે. પરંતુ આના બદલામાં તે મારી સાથે શૈયા સુખ માણે છે. મારા પતિને આ વાતની ખબર પડશે તો શું થશે  એનો ડર પણ મને સતાવે છે. મારે બે સંતાન છે. હું દેખાવડી  છું. હું ૩૫-૪૦ વર્ષની છું. મને આ પુરુષ સાથે શરીર સુખ માણવું ગમે છે પણ પતિને ખબર પડશે  એનો ડર પણ લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક મહિલા (સુરત)

* આજે નહીં તો કાલે તમારા પતિને આ વાત ખબર પડવાની જ છે. આવી વસ્તુ લાંબા સમય સુધી છૂપી રહેતી નથી. તમારે પર પુરુષ સાથે જાતીય સુખ પણ માણવું છે અને પતિના ડર પણ છે. બે નાવમાં સવાર થઇ સફર કરવાની આદત જોખમી છે. આ પુરુષ બીજા સાથે યૌન સંબંધ રાખતો હશે અને ન કરે નારાયણ તેને એઇડ્સ થશે તો તમોને પણ આનો ચેપ લાગવાની શક્યતા છે. એક જ સાથી સાથે શૈયા સુખ માણવાની ભલામણ કરવામાં આવે છે એ તો તમને ખબર જ હશે. આથી આ પુરુષ સાથે સંબંધ તોડી તમારા પતિ સાથે સુખ માણવાનો પ્રયાસ કરો. તેની દુકાનેથી ઉધાર સામાન અને પૈસા લેવાનું બંધ કરો. તમારા લત્તામાં ઘણી દુકાન હશે એમાંની એક દુકાનમાંથી માલ-સામાન લેવાનું રાખો.

* હું  ૧૮ વર્ષનો છું. મારી સગાઇ થયે છ વર્ષ થયા છે. મેં મારી ભાવિ પત્નીને પહેલી વાર જોઇ ત્યાંરથી જ તે મને પસંદ નથી. પરંતુ મારા ઘરવાળા તેને પસંદ કરે છે. કેટલીક વાર મને આપઘાત કરવાનો વિચાર આવે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવક (મામવાડા)

* આપઘાત કરવાનો વિચાર છોડી દો. આપઘાત કરવો એ કાયરતાની નિશાની છે. અને તમે કાયર નથી એમ હું ધારું છું. અને આમપણ ભગવાને આપેલી અમુલ્ય જિંદગીનો અંત લાવવાનો આપણને કોઇ અધિકાર નથી. તમે તમારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરો. હજુ તમારી ઉંમર ઘણી નાની છે. આ યુવતી તમને કેમ ગમતી નથી? કોઇ  વ્યક્તિને પરખવા  માત્ર બાહ્ય સૌંદર્ય પૂરતું નથી. આંતરિક સૌંદર્ય પણ મહત્વનું છે. તમને એ યુવતી પસંદ ન હોય તો તમારા વડીલોને તમારા મનની વાત નિઃસંકોચ જણાવો. કારણ કે, આ યુવતી સાથે તમારે જિંદગી પસાર કરવાની છે  આથી આ મહત્વનો નિર્ણય પણ તમારે જ લેવો પડશે. ચારે બાજુની પરિસ્થિતિ પર વિચાર કરી આ નિર્ણય લેજો. તમારે કારણે કોઇ નિર્દોષની જિંદગીને નુકસાન ન થાય એ વાતનો ખ્યાલ રાખજો.

* હું ૩૦ વર્ષનો છું. ત્રણ વર્ષથી હું એક ઑફિસમાં કામ કરું છું. મારે મારા બોસને ઘરે રોજ કામ કરવા જવું પડે છે. મને મારા બોસની પત્ની સાથે પ્રેમ થઇ ગયો છે. મેં એને મારા મનની વાત જણાવી તો તેણે બે વાર મને માર ખવડાવ્યો હતો. પણ હું તેને ભૂલી શકતો નથી. તેને ખાતર હું મારો પ્રાણ આપવા પણ તૈયાર છું. મને બીજી કોઇ સ્ત્રી ગમતી જ નથી. હું તેના ઘર માટે મારો પગાર ખર્ચી નાખું છું. તેમજ તેના  ઘરનું બધું કામકાજ પણ કરું છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એકભાઇ (વડોદરા)

* તમને  માર્ગદર્શનની કાંઇ પણ જરૂર નથી. કારણ કે, તમે અયોગ્ય વ્યક્તિને પ્રેમ કર્યો છે. આ સ્ત્રી પરિણિત છે તેને તમારામાં જરા પણ રસ નથી. તમારી જગ્યાએ કોઇ બીજું હોત તો તરત જ સમજી જાત અને આ સ્ત્રીથી પોતાની જાતને દૂર કરી દેત. એ સ્ત્રીના ઘર પાછળ તમારો આખો પગાર ખર્ચી તમે મૂર્ખામાં ખપો છો. તમારે આ સ્ત્રીને ભૂલી જવી પડશે. તેના સિવાય મારું મન લાગતું નથી. હું તેને માટે મારા પ્રાણ આપવા પણ તૈયાર છું. એ બધુ ફિલ્મોમાં શોભે છે. વાસ્તવિક જીવનમાં નહીં. તમારે વાસ્તવિકતાનો વિચાર કરવાની જરૂર છે. શક્ય હોય તો નોકરી બદલી નાખો અને યોગ્ય સાથી પસંદ કરી પરણી જાવ. આપોઆપ એ સ્ત્રીને ભૂલી જશો. 

* હું ૨૮ વર્ષની છું. મારા લગ્ન  થયે આઠ  મહિના થયા છે. અમે સેક્સ બાબતે ઘણા અજાણ છે. યોનિ પ્રવેશ પછી તરત જ તેમનું સ્ખલન થઇ જાય છે. મને કોઇ ઉત્તેજના થતી નથી. શું મારા પતિમાં કોઇ ખામી હશે? સ્ત્રી શારીરિક રીતે સંતૃપ્ત ક્યારે ગણાય.

એક મહિલા (અમદાવાદ)

* તમારા પતિ શીઘ્ર સ્ખલનથી પીડાય છે. આ સમસ્યા મોટી નથી. આ પાછળ માનસિક ઉત્તેજના, લિંગના આગળના ભાગમાં વધુ પડતી સંવેદનશીલતા પ્રોસ્ટેટ કે યુરિનમાં ઇન્ફેક્શન કે ડાયાબિટિસની શરૂઆત જેવા ઘણા કારણો કામ કરે છે. તમારા પતિની તપાસ કરાવી ઇલાજ કરાવો.  આ ઉપરાંત  ઓરલ સેક્સ દ્વારા તમારા પતિ તમને સંતોષ આપી શકે છે. મહત્વની વસ્તુ સંતોષ છે સેક્સની પ્રક્રિયા નહીં.

- નયના


Google NewsGoogle News