વાચકની કલમ .
શોલા જલતા હૈ
હમ મુફલિસો
કી મહેફિલ
આપકો પસંદ
આયેગી નહીં
દિયે કે સહારે જલતી હૈ
રોશની કી
ઝગમગાટ નહીં
ઈંતજાર કરને મે હમે કોેઈ
એતરાજ નહીં મગર
ભૂલ ન જાના કી
તુમને વાદા કિયા હૈ
દો બુંદ કી ઉમ્મીદ નહીં મગર
ઊઠાં ઝનાઝા કી
કઈ આંખે રો પડી
નાગીન કી તરહ ડસતી હૈ
હિજુ મે તન્હાઈયા બૂરી હૈ
પૂછોના હમે કોેઈ
સફર કા બયાન
કી મરતે મરતે હમે
મંઝિલ મિલી હૈ
કાગઝ કે ફૂલો કા ફિઝા
બિચારી કયાં કરે?
પથ્થર કા જિગર હૈ આહે ભી
અસર કયાં કરે?
ન પૂછો કયાં અસર
હુવા નજર કા
હાલ અચ્છા નહીં ક
ઈ દીનો સે જિગર કા
ભૂખ કા શોલા
જો મેરે દિલ મેં જલતા હૈ
કિતને વાર બુઝાઉ ઉસે
મે પાની સે દોસ્તો
મણીલાલ ડી. રૂધાણી
(રાણાવાવ)
કાન
એવા કાન જોઈએ છે
પક્ષીને રહેવા અને આકાશમાં
ઊભાથતાં તેમને અવરોધ
વ્યથાની ચીસ સાંભળી શકે તેવા
કતલ ખાનામાં બે રહમીથી
ચિરાઈ જતા કપાઈ જતા
અને ખતમ થતા જીવ
કરોડો પશુઓનો ભયંકર
ચિત્કાર સાંભળી શકે તેવા
વૃક્ષોના જંગલોમાં
કુહાડીના ઘા ખુશીથી સહન
કરતા વૃક્ષની મૂંગી ચીસ
સાંભળી શકે તેવા અને
તેમની લાગણી સમજી
શકે તેવા કાન જોઈએ.
રાજેશ બારૈયા 'વનવાસી' (બોરડા, ભાવનગર)
યાદમાં તુંજ તો આવતી
આજ પણ યાદમાં તુંજતો આવતી
આવતો માર્ગમાં તુંજ તો આવતી
યાદ છેકે નથી જ્યારથી ના મળી
શું રડી બાદમાં તુંજ તો આવતી
શું થયું જે હશે ને કથા સાચવી
રાખને પાસમાં તુંજ તો આવતી
પ્યાર કરતી મને એટલું જાણતો
જોઈ લેતી સદા તુંજ તો આવતી
જ્યાં જુઓ તુંજ તો ખડી લાગતી
કેમનું સાથમાં તુંજ તો આવતી
એકલું લાગતું કયાં તને કયાં કદી
ચાલનું ના જરાં તુંજ તો આવતી
હિતેશ આર. પેટલ 'સાવન' (બારડોલી)
'તું'
મારું ઘર તું, ખાટીમીઠી
વાત્યુની અસર 'તું'
આવતા ભવના માર્ગમાં પોઢવાની કબર 'તું'
'દ્રષ્ટિ' ક્યાંથી લપશે?
પહેરેદારની નથી નજર 'તું'
સંવેદનશીલ મૂલ્યો સાચવતી કરકસર 'તું'
આંગણાની પ્રતિક્ષા,
ભવિષ્યની પરીક્ષા 'તું'
દ્રૌપદી પાસ ફરતા
સુદર્શનચક્રની ખબર 'તું'
પ્રેમની વ્યાખ્યા સર્વશ્રેષ્ઠ
પ્રકૃતિનું સર્જન 'તું'
સૌંદર્યનું આલ્હાદક સત્ય,
સ્પર્શનું અત્તર 'તું'
ટેરવાની ઝંખના શ્વાસના
ધબકારની ડગર 'તું'
બસ એક 'તુ' એક હું સરવાળે
નમન કદર 'તું'
જીદ્દી 'વીનુ' (અંધેરી-મુંબઈ)
'વિભુ'ને પોકારજો
હિંમત ના હારતા, દિલથી વિચારજો
જીવન એ તો એક દરિયો જો.
ભરતી અને ઓટ તો આવશે જ.
એકવાર દિલથી વિભુ ને પોકારજો
દુઃખની વાતો કોકને કરીશ જો
તો સરખા દુઃખો વાળા મળશે
તો ઈન્વેસ્ટ થશે!
ના, ભૂલ છે મિત્રો,
સમય તમારો જ વેસ્ટ થશે!
એકવાર દિલથી વિભુને પોકારજો
દુઃખો કહેતા પહેલા સો વાર વિચારજો
સમય ખરાબ હોય તો
દુનિયાને ના કહેશો.
દુનિયા દુઃખમાં નાચે ને સુખમાં ચાટશે!
એકવાર દિલથી 'વિભુ' ને પોકારજો
જ્યારે દુઃખ કોઈને કશું કહી ના શકો તો,
ત્યારે મન ભરીને રડી લે જો.
'વિભુ' તો જુએ જ છે ને!
એકવાર દિલથી 'વિભુ'ને પોકારજો.
પટેલ વિભૂતિ (વલસાડ-અટગામ)
રંગાઈ જવું કૈં
આંગણે અશ્રુ ક્યારો
રોપ્યો યાદ મોતી ઉછેરવાં,
થાય કિંમતી લાગણીની પૂજા,
કદી ના વિખેરવા.
આમ કેમ ફૂલોનો બગીચો
બની ગૈ આ હથેળી,
આ નસીબની ગાડી રેખાઓ
પર દોડાવશે ટેરવાં.
રંગીન ઋતુ પતંગિયા કે ડંખીલી મધમાખીઓ
માંડ મળવા આવું ને આવે છે
દોડતી મને ઘેરવાં.
હોય ધૂળેટી કે પીઠીચોળીનો
પર્વ રંગાઈ જવું કૈ
પ્રેમે રંગાઈ જા, હેતે
ભીંજાય થી બન કનકવાં
હૈયાનાં અલંકારો કયાં એ તો સદાનું રક્તબિંબાળ મુખ ઢાંકણું બાંધો ચહેરે,
મિલનમાં છો નવાં સવાં,
ભલો મારો વાયરો, ડાયરો સુરાં ઝરણાનો ધારો પહાડે છાતી ખોલો એને
ઋતુ વસ્ત્રો નથી પહેરવાં.
- વિનોદચંદ્ર બોરીચા 'વિનુ'
(મુંબઈ)
બકસૂર જિંદગાની
હંસતી ગાતી જિંદગી કી,
કિસે સુનાઉ કહાની?
આજ મેરી લબો સે નીકલી,
હુયી આવાજ મેં હૈ,
મેરી એક મનમાની
કોઈ મૂઝે રોકના નહિ,
કોઈ મૂઝે ચૂપ કરાના નહિ,
મેં કોઈ પાગલ નહિ હું.
દિલસે ઉઠે હુએ તુફાન કી,
યહીં તો હૈ ખીચાતાની. હંસતી....
કોઈ રાહ દિખાને વાલે નહિ,
કોઈ મંજિલ પહુચાને વાલે નહિ,
મેં કોઈ આવારા નહિ હું.
અબ તો દુનિયાવાલે બતા દૈ
ઐસી કહાં સે આ ગઈ
બદનામી -હંસતી.....
કોઈ ગલે લગાને વાલે નહિ
કોઈ આંસુ પોંછનેવાલે નહિ
મેં કોઈ અપરાધી નહિ હું
અબ તો ઢીંઢોરા પીટા દો
જીતેજી દે દુંગા કુર્બાની - હંસતી....
ભૂલ ગયા હું અપને આપકો
ઘેર લિયા હૈ જીવન સંધ્યા કો
મેં કોઈ નાદાન નહિ હું
ઉપરવાલે કી મરજીસે ચલને દો
મેરી બેકસૂર જિંદગાની - હંસતી....
નવીનચંદ્ર રતિલાલ (નવસારી)
પ્રગતિની પ્રેરણા
હિમ્મત ધીરજ મહેનત વિના
દુઃખ દર્દ કયાંથી ટળે?
સત્કાર્યો વિના
માન સન્માન કયાંથી મળે?
ભજન સત્સંગ વિનાં
આશા અરમાન કયાંથી ફળે?
પ્રભુમાં શ્રધ્ધા વિના
મનને શાંતિ કયાંથી મળે?
માત્ર મોટી મોટી વાતો કરવાથી
કશુંય જીવનમાં ન વળે
જીભ પર કાબૂ વિના
ઉન્નતિનો ઉદય કયાંથી થાય?
સંતોષી સ્વભાવ વિનાં
મનમાં પરમ શાંતિ કયાંથી છવાય?
માતાપિતાના આશીર્વાદ વિના
પ્રભુ પ્રસન્ન કયાંથી થાય?
સતીશ ભુરાની
આપી દે
હોય નવરાશ તો તારી બે ક્ષણ આપી દે
ઉજાશસ ના જોઈએ બસ
ઝબકાર આપી દે
બેઠો છું એ વળાંકે
તુજ મિલનની આશમાં
તું ન આવી શકે તો એવા વાવડ આપી દે
અમે તો રહ્યા સાવ
અભણ પ્રણયના ખેલમાં
હક્કથી બોલવા તારા
નામનો અક્ષર આપી દે
શીર્ષક વિનાની વાર્તા જેવા
અમે અધૂરા રહ્યા
ઘડી બે ઘડી વાંચને એને શીર્ષક આપી દે
મરજીવા શોધે એ મૂલ્યવાન
મોતી નથી અમે
રસ્તાના પથ્થર સમજી
કંઈક કિમત આપી દે.
ડો. જિતેન્દ્ર બી. ભીમડા (હલદર-ભરૂચ)