Get The App

વાચકની કલમ .

Updated: Feb 21st, 2022


Google NewsGoogle News
વાચકની કલમ                                 . 1 - image


અફસોસ 

મને તું ચાહતી હતી

સ્નેહ પ્રેમ કરતી હતી

દયા ભાવ રાખતી હતી

મદદરૂપ થતી હતી

પ્રેમભરી નજરથી જોતી હતી

નિરખીને મને મુસ્કરાતી હતી

વાત હું જાણતો હતો

અફસોસ-

તને સાથ આપી ન શક્યો

કારણ -

હું પરણેલો હતો

આ વાત તું જાણતી ન હતી

સતીશ ભુરાની (અમદાવાદ)

સહિયર વાંચીએ

એ તો, 'ગુજરાત  સમાચાર'ની દેન છે,

મંગળવારની મોજ છે,

સમસ્યાઓનું સમાધાન છે,

મહિલાઓની પ્યારી પૂર્તિ છે,

ચાલ સખી, 'સહિયર' વાંચીએ..

એમાં, અનુપમ શૃંગાર માહિતી છે,

બાળકોની સાચી સંભાર છે,

સ્ત્રી-સશક્તિકરણની વાતો છે,

અવનવી દાવતોનો ભંડાર છે,

ચાલ સખી, 'સહિયર' વાંચીએ..

એ તો, પરિધાનની પ્રત્યક્ષતા છે,

આભૂષણોની અસ્મિતા છે,

સ્વાસ્થ્યની સંજીવની છે,

રસોઈની રસથાળ છે,

ચાલ સખી, 'સહિયર' વાંચીએ..

એમાં, લેખકોની લેખ-વાર્તાઓ છે,

કવિઓની કવિતાઓ છે,

ગઝલકારોની ગઝલો છે,

નવલકારોની નવલિકાઓ છે,

ચાલ સખી, 'સહિયર' વાંચીએ..

પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ 

(મુ. કોચલા)

મારી મા 

મારી પ્રથમ પંક્તિની મા 

તું પ્રીત બની ગઈ,

નથી હાર આપી તે કાયમ મા 

તું જીત બની રઈ.

મારા મારગની મૌન મા 

તું  મિત બની ગઈ,

મારો પડછાયો બની મા 

તુ રીત બની ગઈ.

મારા નાનપણની ભેરુ મા 

તુ શીદ બની ગઈ,

હવે ૨૪ કલાક મા 

તુ મીઠી જીદ બની ગઈ.

હું પારણે પોઢ્યો ત્યારે 

તુ ગીત બની ગઈ,

જ્યારે લડતો રડતો ત્યારે 

તું ભીંત બની ગઈ.

મારા દુ:ખમાં હંમેશા મા 

તુ કિલક બની ગઈ,

મારા સુખમાં રાગીલું મા 

તુ સંગીત બની ગઈ.

મારી જિંદગી તુજથી કેવી ટ્રુથ બની ગઈ,

મા દુનિયામાં મારી 

તુ પહેલી પ્રિત બની ગઈ.

ધીરેનકુમાર ગૌરીબહેન રાઠોડ (સુરેન્દ્રનગર) 

શુધ્ધ-પવિત્ર પ્રેમ

ફૂલોની સુગંધ, ધૂપસળીની સુગંધ, અગરબતીની સુગંધ ગમે છે

ચંદનની ખુશ્બુ, અત્તરની ખુશ્બુ, હંમેશા મનને ગમે છે

તમારા મનની સુંદરતા, વાણીયા મીઠાશ હંમેશા મનને ગમે છે

તમારા હૃદયમાં સ્નેહ, આંખોમાં પ્રેમ, હંમેશા પ્રસન્નતા આપે છે

હસતાં હસતાં દોડીને મળી જવું જતાં જતાં આંખોમાં આંસુ આવવા

આવો તમારો હંમેશનો સાત વર્ષનો સાચો-પવિત્ર પ્રેમ

દિવસ-રાત, સવાર-સાંજ તમારો પ્રેમ યાદ આવે, તમારી યાદ

હર પળ, હર ઘડી, તમારા પ્રેમની યાદમાં આંખોમાં આંસુ આવે

તમારા પ્રેમને ભૂલવું, મારા અસ્તિત્વને ભૂલવા જેવું લાગે

તમારા પ્રેમમાં રાધાનો પ્રેમ, મીરાની પ્રેમ ભક્તિ યાદ આવે

પરિ જેવી મનની સુંદરતા, અપ્સરા જેવો પ્રેમ યાદ આવે

પ્રભુને-ઈશ્વરને ગમે એવો એનો શ્રેષ્ઠ પવિત્ર પ્રેમ

જગદીશ બી. સોતા 

(મુલુંડ, મુંબઈ)

દિલનાં દરદો 

દિલનાં દરદો જખ્મ બની ઉભરી ગયાં,

આપ મારા થઈને મને વિસરી ગયાં.

છે મઝાની મૌસમ ને વહેતાં વાયરા,

ફૂલોનાં ચહેરા છતાં ઉતરી ગયાં.

નીંદમાં સપનાં ઘણાં મેં જોયાં હતાં,

આજે મને સપનાં મારા છેતરી ગયાં.

જોતજોતામાં સમય બદલાઈ ગયો,

કાળનાં ઉંદર બધું કાતરી ગયાં.

ઘડાયી જાય છે સૌ ઠોકરો ખાધાં પછી,

સબક શીખીને લોક ઘણાં સુધરી ગયાં.

મૂછે તાવ દઈને ઘણાં ફરતાં હતાં,

ભલભલાનાં પાણી પણ ઉતરી ગયાં.

યોગેશ આર. જોશી (હાલોલ)

મહોબ્બત

તને જોઈ જ્યાં તને, 

મને મહોબ્બત મળી જ્યાં,

બે ખબર હતાં, રંગારંગ 

મહેફિલમાં આપણે.

નયનોંની ઉજતી નજરો 

જ્યાં ગુફતેગું કરતી જ્યાં,

મહોબ્બતમાં મહાલવાને 

તલપાપડ આપણે.

પ્રેમાલાપની તક મળી 

આપણને આ મહેફિલમાં,

બંધનોની બેડીઓમાંથી 

છૂટવાને બે બાકળાં બન્યાં.

મહોબ્બતના સથવારે 

પ્રેમ ગોષ્ઠિ કરવાને કાબેલ જ્યાં,

અનરાધાર વર્ષા પ્રેમ, 

મહોબ્બતના તોફાનમાં ગુલતાન.

ગુલાબસમી સોડમ સમો 

સહવાસ એકબીજાને મળ્યો,

મહોબ્બતના રંગે રંગાયા, 

આપણે ઉપવનમાં જ્યાં.

પરેશ જે. પુરોહિત (કલોલ)

હમને સીખ લીયા

સુના હૈ બિક જાતી હૈ 

ખૂબસૂરત ચીઝ બાઝારો મે,

હમને ભી ગમ કો સજાના સીખ લીયા.

ના સાંકી, ના શરાબ, ના મયખાના,

હમને બીના પીયે હી 

બહેકના સીખ લીયા.

ચંદ લમ્હો કિ ઝીંદગી મે કહા

 ઈન્તઝાર કરે બહારો કા,

હમને હર પલકો 

મહેકાના સીખ લીયા.

અબ, કોન વક્ત જાયા કરે હકિકતો પર,

હમને ખ્વાબો મે 

જીના સીખ લીયા.

અનસુના કર કે 

અપને દિલ કી બાતો કો,

હમને ખુદ કો સમજાના સીખ લીયા.

અબ, ભલે હિ સિર્ફ સાંસે 

વજહ બની હો જીન્દા રહને કિ,

હમને ખુદ કો જીંદા બતાના સીખ લીયા.

સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ' 

(નવા વાડજ)

આશા

જિંદગીમાં ભલે બધું ગુમાવી દીધું હોય

તો પણ પાછું કમાવવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ તમે 

પોતાના પગ પર ઊભા થઈ જશો.

જિંદગીમાં ભલે કેટલાંય 

દુ:ખો સહન કર્યા હોય

તો પણ સુખ જોવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ તમે સુખી થશો.

જિંદગીમાં ભલે 

કેટલી વાર નિષ્ફળતા જોઈ હોય

તો પણ સફળ થવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ 

તમને સફળતા મળશે.

જિંદગીમાં ભલે કેટલીયે 

બીમારી વેઠી હોય

તો પણ સાજા થવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ 

તમે હાલતા-ચાલતા થઈ જશો.

જિંદગીમાં કેટલીયે 

વિકટ પરિસ્થિતિ આવે

તો પણ એમાંથી બહાર 

નીકળવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ તમે જીતી જશો.

કિંજલ સંઘવી

તું મળતી નહીં હવે

તું મળતી જ નહીં,

ને મળે તો

ઝુંકાવી લેજે નજર

નહીં તો

હું નહીં જાણું

પાછો પ્રેમ થઈ જશે

એક જ શર્ત પર રમ્યો હતો

તારી સાથે

પ્રેમની બાજી

હું જીતુ ને

તને મેળવું

હું હારું ને

તારો થઈ જાઉં

તેથી

તું મળતી જ નહીં હવે

'મીત' (સુરત)


Google NewsGoogle News