વાચકની કલમ .
સુંદરતા
ક્યારેક કાદવમાં પથ્થર મારી તો જુવો!
દંભી ને પાપીઓને ઘણા માર્યા હશે....
વાદળ ઉપર એકાદવાર ચાલી તો જુવો!
ઊગ્યું છે આભ હવે આકાશમાં!
વિરહની સાચી વ્યથાને પડકારી તો જુઓ?!
ગરમી નથી આટલી કોઈ 'આગ'માં!!
હવે સહનશીલતા ને મનમા
ઉતારી તો જુવો
નદીનો સાથ માગશે આ પર્વતો....
ખરા દિલથી માફી માગી તો જુઓ
એકસાથે ખિલશે વસંતને પાનખર..!
નિ:સ્વાર્થ પ્રેમની દ્રષ્ટિ વસાવી તો જુઓ
પક્ષી અને પાંદડા બનશે ઘરેણાં..
આ પ્રકૃતિને એકવાર સાચવી તો જુઓ
ઈશ્વર આવશે પ્રેમ કરવા સૌને
કુદરતીની સુંદરતાને શણગારી તો જુઓ
કુદરતની સુંદરતા પાસે 'ફિક્કુ'
લાગશે બધુ..
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
અલ્લડ યુવાની
નિહાળી તમારી મદભરી યુવાની
અમારી બની છે તે પ્રેમ દીવાની
મને ડર છે,
ક્યાંક બહેંકી જવાનો
તમારી અદાઓ છે,
એવી તુફાની
ઝુલ્ફોનું વાદળ હટાવો ચહેરેથી
નિહાળુ છબી ચૌદવીના ચાંદની
પહેલાના દીઠીની આવી સુંદરતા
છે, શોભા, પ્રસાધનની,
કે મહેર પ્રભુની?
હજારો નઝરો છે,
ઝંખતી તમોને
છે, અલ્લડ એવી,
તમારી જવાનીની
મુલાકાત માગો છો, એકાંત જગાની
પણ માનવોની ટોળી વ્યાપી બધે છે
બહાનું બતાવીને આવો બગીચે
લાગણીની લ્હાણી કરીએ બગીચે
આજે નિહાળો તમે જે યુવાની
જવાની છે, એક દિ, આખરે એ યુવાની
સી. જી. રાણા (ગોધરા)
સંસ્કારની ફીરકી
જતનથી ભરી, સંસ્કારોથી સીંચી બની 'તી આ ફિરકી
એક દોરીથી, જોડાયેલી હતી એક પરિવારની ફિરકી
આદરને મર્યાદાના માંજાથી મજબૂત કરી દોરીની ફિરકી
ઊંચે ઉડાન ભરાવી પતંગને, ખાલી કરીને આ ફિરકી
ઘરના વડીલ એ ઢીલ આપી ભૂલ એક મોટી કરી
પેચ લીધા, પતંગને વિદેશ મોકલી ભૂલ બીજી મોટી કરી
પતંગ કપાયો, દોરી ગુમાવી આ તો ભારે કરી
વિદેશમાં દેશનો પતંગ પકડાયો, બહુભારે કરી
વિદેશની વિક્રુતીના પચરંગી પિલ્લા મા દોરી વિટાઈ
પતંગ ફાટયો, ઢઢ્ઢો તુટયો પણ દોરી એ જ રહી
દોરી જોતા ત્યારે મનમાંથી એક આહ નીકળી,
કપાયેલા પતંગની આ સુંદર દોરી કઈ ફિરકીમાંથી આવી..
દીપક અરવિન્દભાઈ રાવલ
તારાં મિલન માટે
કરી દીધું છે, દિલ મારું તને અર્પણ તારા મિલન માટે
ન મળે તું તો આ વે મુજ નયનમાં જડપણ તારા મિલન માટે
વસી ગઈ છે દિલરૂબા એવી દિલમાં કે નથી ભૂલી શકતો
ઝંખી રહ્યો ચું તારા પૂલકિત ચ્હેરાને તારા મિલન માટે
આપે છે તું દિલના ઝખમ તો લાગે છે, એંધાણ વિયોગના
છે તું તો ત્યાગની મૂર્તિ એટલે તડપણ છે તારા મિલન માટે
જાય છે તું જરા દૂર મારાથી ત્યારે હજારો વેદનાઓ ઉમટે છે,
ક્યાં છે અજાણ મારીથી તોય તલ્પાવે તારા મિલન માટે
નથી ભૂલી શકતો આ 'રાહી' તને ક્ષણભર જરા સમજ તું
મળે છે જ્યાં તારું સ્મિત ને ધરી દઉં દર્પણ તારા જ મિલન માટે
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)
તારું અને મારું
(છંદ-ભુજંગી)
અહિં કોણ તારું અહિં કોણ મારું
છતાં સૌ કહે છે અમારું તમારું
જન્મ્યો હું અહિંયા અજાણ્યા મુકામે
નથી જાણતો હું અમારું તમારું
નથી જ્ઞાાન એવું ન તારું ન મારું
જવાનું બધાંએ અજાણ્યા પ્રવાસે
ત્યજીને જવાનું બધું આજ મારું
તિજોરી ભરેલી અહિંયા બધાંની
દુનિયા કહે છે અમારું અમારું
કહે સંત સૌને ખરો સાર એનો
ખરું જ્ઞાાન એવું નથી આ તમારું
અમે જ્ઞાાન સાચું વિચારી શક્યાના
ભલી જિંદગી છે
સદાયે મઝાની
બધું ઈશનું છે નથી આપણું આ
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
ખટકતો ખર
ખુશ્બુ લેવામાં પણ થોડું
અંતર આવે છે
મહેકતા ગુલ સાથે
ખટકતો ખાર આવે છે
ખાલી હૈયું નથી ભરાતું
આહોની અસરથી
આંખોમાં પણ અશ્રુઓનો
ઊભાર આવે છે
બોજ મુક્ત રહેવાનું
નથી લખ્યું લલાટે
ઉતરે જિંદગીનો બોજને
કબરનો ભાર આવે છે
ખાલી ખુશી નથી ભરી દોસ્તો!
દિલની દાસ્તાનમાં
થોડું દર્દ થોડા ગમ
થોડા સિતમનો ચિતાર આવે છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
એ થાય સફળ
ગુમાન ઘોડે જે ચડનારો
ના ગમે વિનય સથવારો
સ્વાભિમાનનું ખોટું નામ
દિલમાં રહે નિત્ય અભિમાન
બદલવાનું જે ના જાણે
એ તો ચડે ઈર્ષાના વહાણે
ગમતો ના મધુરો સંવાદ
કરી જાણે જે વાદવિવાદ
ઝૂકે ના જે થતાં નિષ્ફળ
લઘુગોવિંદ એ થાય સફળ
ધનજી કાનજી છેડા
'લઘુગોવિંદ' (કલ્યાણ)
ઘડીભર મળું
(પૃથ્વી છંદ)
મળી જામતી મદદ એમની ઘડીભર મળું
સમય નીકળી જશે હાથથી ઘડીભર મળું
હકીકત દર્શાવવાં એમને કહેવાં હવે
મદદગાર હોય તો પ્રેમથી ઘડીભર મળું
થતું કામ પણ કદીયે કમાલ લાગે તહીં
અરે જેમનાં થકી પ્યારથી ઘડીભર મળું
રહેવાયના ગળે તો મધુ મળે તો કદી
અહેસાસ તો થશે જ્યારથી ગડીભર મળું
ફરું બેવિચારના અબઘડી પહોંચી જવાં
મળે કોઈ તો મદદ તેમની ઘડીભર મળું
ભરોસો ખરો અહીં કેમનો રહેશે હજી
મને તો થતું હવે આજથી ઘડીભર મળું
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)