Get The App

વાચકની કલમ .

Updated: Jul 18th, 2022


Google NewsGoogle News
વાચકની કલમ              . 1 - image


પ્રેમની  દેવીની પ્રેમભક્તિ 

આટલો  શુદ્ધ પ્રેમ! આટલો પવિત્ર પ્રેમ! આટલો  શ્રેષ્ઠ પ્રેમ!

રાધા જેવો  સાચો પ્રેમ! મીરાં જેવી અદ્ભૂત પ્રેમભક્તિ!

મનની સુંદરતા, વાણીમાં મીઠાશ, આંખોમાં પ્રેમ જોવા મળે

અન્યને નિ:સ્વાર્થ  બિનશરતી-સમગ્રતાથી ચાહવું  એ તો પ્રેમ છે

પ્રેમ એવું  દુર્લભ શિખર છે જ્યાં હૃદયમાં  પ્રેમ-આંખોમાં આંસુ છે

કોઈને  જીવનના બધા શ્વાસ, દરેક ધબકાર ન્યોછાવર કરી દેવા,

શુદ્ધ પવિત્ર, સાચા પ્રેમ માટે આંખોમાં આંસુ સાથે

 જીવનને  આનંદ યાત્રા કે ઉત્સવયાત્રામાં આત્મવાન પ્રેમ -મૈત્રી  પર્યાપ્ત છે

આખા  જીવતરમાં વિસ્તરેલ  એકાદ પ્રેમ-મૈત્રી માનવજાતે અપાતો  

શ્રેષ્ઠ  સંદેશ છે.

જીવનના તમામ આયામોને ખોેલી નાખતો પાસવર્ડ છે, પ્રેમ-મૈત્રી

જીવન એટલે  પ્રેમ- મૈત્રીની આંગળીને એક અનામ કેડી પરની 

લાં...બી લટાર.

જ્યાં સત્ય, સૌંદર્ય, કલ્યાણ, સર્જન જેવી નગરીઓ તો મારગમાં આવે છે.

પ્રેમ  ત્યાં પરમેશ્વર, 

રામકૃષ્ણ બંને પ્રેમ અવતાર છે

- જગદીશ બી.  સોતા 

(મુલુંડ)

છે ઈન્તેજાર

છે  તમારો ઇન્તેજાર

ક્યારે આવશો યાર

ઉમટી છે  ભીડ  ચમનમાં

ખીલી છે આસપાસ બહાર.

આવું છું કહી ગયા છો

હજી કેટલી  લાગશે વાર.

સજીકરીને ઊભી છું હું

ક્યાંક નમી જાય ના શૃંગાર.

ફૂલોની પીડા   કોણે સમજી?

બસ એવા છે મારાં હાલ.

- પ્રફુલ્લ ર. શાહ (મુંબઈ)

શું ખબર....?

ફૂલોને  શું ખબર કે

તેની સુંદરતાને કારણે જ

લોકો મને તોડે છે

પ્રેમિકાને શું ખબર કે....

તેને સુગંધિત પુષ્પ આપનાર

તેને સાચો પ્રેમ કરે છે...

પતંગિયાને શું ખબર

મારી મહેકતા જ મને ભારી પડે છે!

અને  લોકો તેને પકડે છે!

ફળોને શું ખબર  કે

તેનો સ્વાદ જ તેને ઉતારે છે!

પંખીને શું ખબર કે

આકાશમાં ગમે ત્યાં ઊડી ન શકાય?

- મુકેશ ટી. ચંદારાણા  (મીઠાપુર )

પ્રેમ ........

પ્રેમ તો ઈશ્વરે દીધેલું દેણ છે....

બ્રહ્માજીએ વૈદીક વદેલું વેણ છે.....

એક ભાષા હૃદયેથી  છે ઉતારી

કલરવ  કરતી જાણે ગગન વિહારી.....

પ્રેમ તો ખળખળ વહેતું ઝરણું.....

કે છમ છમ નહાતું નિર્દોષ તરણું....

પ્રેમ કેરા બંધને માનવી બંધાતો આવે....

હર્ષે દુ:ખે  નરમગરમ અશ્રુઓ વહાવે...

પ્રેમ તો આખરે  જીવન કેરો સહારો.....

વહે જિંદગી, જો હો મીઠો સથવારો.....

સુવર્ણ પડે   ઝાંખુ પ્રેમની પાસે....

પ્રેમ થકી છવાય આનંદ ચોપાસે ....

- જસ્મીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

પ્રેમદિવાનીનો પ્રેમ 

 પ્રભુને ગમે એવો સુંદરમાં સુંદર પ્રેમ!

રાધા-કૃષ્ણને  ગમે એવો પવિત્ર સાચો  પ્રેમ!

મીરાં-શ્યામને ગમે એવી શ્રેષ્ઠ પ્રેમભક્તિ!

મન-હૃદય-આત્મામાં શુધ્ધ પવિત્ર પ્રેમ!

આંખોમાં આંસુ આવે એવો અદ્ભુત સાચો પ્રેમ!

દિવસ-રાત, સવાર-સાંજ, પ્રેમ કરે એવો પ્રેમ!

હર-પળ, હર-ઘડી સતત પ્રેમ કરે યાદ કરે એવો પ્રેમ!

રાધાને કૃષ્ણની યાદ આવે એવો અવિસ્મરણીય પ્રેમ!

મીરાંને શ્યામની પ્રેમભક્તિ યાદ આવે એવો શ્રેષ્ઠ પ્રેમ!

પરીને સતત દર્શન કરવાનું મન થાય એવો પ્રેમ!

અપ્સરાને હંમેશા યાદ કરવાનું મન થાય એવો પ્રેમ!

પ્રેમદિવાની મળે તો મન-હૃદય  પ્રસન્નતાથી ઝૂમી ઊઠે!

પ્રેમદિવાની દૂર જાય તો આંખોમાં આંસુ આવે!

હસતાં હસતાં દોડીને આવવું અને હંમેશાં મળી જવું!

સદાય હસતો  પ્રેમાળ ચહેરો અને આંખોમાં  સાચો પ્રેમ

મારા જીવનને  પ્રેમ-મય પ્રભુમય  બનાવવા મને લેવા આવી

સરસ્વતીચંદ્રની જેમ , મારી પાસે  પ્રેમ-આંસુ સિવાય કંઈ જ નહીં!

ઘરમાં મારા  અસ્તિત્ત્વ સિવાય મારી પાસે કશું જ નહીં

હૃદયને  ગમતી પ્રેમાળ વ્યક્તિ આંખોના આંસુથી

હૃદયના  પ્રેમથી ખુશીથી પ્રેમથી વિદાય આપી.

- જગદીશ બી. સોતા (મુલુંડ-મુંબઈ) 

દુનિયા  જખ મારે

(ગઝલ)

એકલપંથ પ્રવાસી દુનિયા જખ મારે

કોરીકટ જ જવાની દુનિયા જખ મારે

નોંખામાં  લાગે પ્યારે નાં દેવાતો

પાસેનાં અભિલાષી 

દુનિયા જખ  મારે

મળતાવે કયાં પલટી કાયા દુનિયાભર

મારે શું અભિમાની

 દુનિયા જખમારે

બાહુક જેવી જોયા કરતી થાતું જે

પરિવારે જ નિવાસી દુનિયા જખ મારે

લેવાદેવાનું કંઈજ ના આમે પણ

લેવી શું ઉપાધિ દુનિયા જખ મારે

ચાહે રૂઢી બરબાદી 'સાવન'ની  થાવે

અફળાતફળી  ખાસ્સી દુનિયા જખ મારે

- હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

મહિલા દિવસ

સદીઓથી  ભલે મહિલાઓ 

દબાતી રહી પુરુષોથી,

અબળા થઈને દુ:ખિયારી  

બિચારી પળ પળ રહી' તી મરતી

સહનશક્તિ  ખૂટીને 

હિંમત જાગી, 

અચાનક પોતાની અંદરની 

શક્તિ જાણી જાણી

અવાજ ઉઠાવ્યો, ફરી દબાયો,  

ફરી ઉઠીને ફરી એ બેઠી.

કરતાં કરતાં આખર 

એણી જીતી લીધી બાજી!

નથી  વેર એને પુરુષો સાથે, 

નથી એ પુરુષોને દબાવવા ચાહે,

એ તો ફક્ત પોતાનું  જીવન 

રાજીખુશીથી   જીવવા ચાહે.

ધીરે ધીરે  પરિસ્થિત સુધરીને, 

એ હસવા  રમવા માંડી,

પોતાને સાબિત કરવા 

માટે એ ઘરથી નીકળવા માંડી,

ઘરનાં કામનો, બહારના કામો, 

સઘળું એ દિલથી હિંમતથી કરતી.

મોંઘવારીના 

આ સમયમાં  પુરુષોની 

થોડી સહાયરૂપ એ થતી.

નથી રહેવું  પુરુષ સમોવડું, 

ના આગળ કે પાછળ

ખભે-ખભા મિલાવીને 

એ તો કામ રહી છે કરતી

સંસાર રથના છે આ બે પૈડાં, 

એકબીજા વિના અધૂરાં

સમયની સાથે ચાલવું પડશે

બનીને એકબીજાના પૂરક.

- શારદા  અરવિંદ કોટક 

(મુલુંડ કોલોની) 

વ્હાલનો દરિયો 

દીકરી તો ઈશ્વરના હર્ષના આંસુ છે,

ને  મા-બાપના વ્હાલનો દરિયો છે

ઈશ્વરની કૃપાને 

માવતરનું  વ્હાલનું ઝારાણ છે

બ્રામણમાંથી અવતરેલ  

અજવાળું ઉબરો છે

તુલસીની પવિત્રતા,  

ઉડતું રૂપવાન  પતંગિયું છે

નભ સરિતા સાગરની ગંભીરતા છે.

અવનીની  ભીંનાશ કોકિલાનું ગુંજન છે

ત્યાગ સમર્પણ ની વાદાલડી અવિરત છે

કુણા હાથથી દાદા-દાદીનાં 

હાથે ખુડે ફૂલ રેલાવે,

દાદીના હાલરડાંથી ત્યારે 

હર્ષની  નિરાંત છે.

પિતાની પીઠ પર બેસી  ને 

'મા' ખોળામાં સૂવે,

ને  સારા દિવસો ભાર 

હળવો કરી દેનાર છે.

પગે પહેરી ઝાંઝર પ્રેમ વરસાવે.

પિતા ઘર છોડી  પતિ ગૃહે 

પારકાં પોતાના ગણે છે.

મારી કરું થાપા પારકાં  

પોતાના ગણી જીવે છે

ત્યાગ, સમર્પણની મિશાલ 

થઈ સાસરે જાય છે

'રાહી' ને મન તો 

એ ઢીંગલી ટોડલે  મહેકતી કોયલ છે

'રાહી' બિપિન વાઘેલા 

(ટુંડજ-અંકલેશ્વર)


Google NewsGoogle News