વાચકની કલમ .
તહેવારોનો રાજા દિવાળી
તહેવારોનો રાજા દિવાળી
મનમાં હરખાય ઘરવાળી
એમ તો છે જાડી પાડી
અંદરથી લાગે દુ:ખીયારી
જીવન વીતે ન સુખાકારી
શેનું દુ:ખ છે કહે સાળી
સાંભળી મે લીધું ઘણું દુ:ખવાળી
રાતો વીતે નહિ હવે કાળી
ખેતરમાં છે મારા હરિયાળી
વાવી છે મે વરિયાળી
ફૂલો ખિલ્યા ઉપવનમાં
મહેનત ફળી ખુશ છે માળી
ગુલફામ જીવે સાદગીથી
નથી ઝંઝટ ફેશનોવાળી
ગુલફામ જાવેદ અનસારી 'સચીન'
કોણ હશે?
સકળ વિશ્વનું
સંચાલન કરનાર
કોણ હશે?
માનવીને શોક ને આનંદ
આપનાર કોણ હશે?
કોણ છે એ રોજ સવારે
ઊંઘમાંથી જગાડે મને,
ને સુંદર મઝાની ઊંઘને
આપનાર કોણ હશે?
આ જગત, આકાશ અને
સર્વત્ર શાસન આપનું,
પૃથ્વી, પાણી, હવાને
મફત આપનાર કોણ હશે?
આ સરોવર, આ તરૂવર,
આ નદી નાળાં છે બધાં
ગગનમાંથી
અમીજળ મોકલનાર
કોણ હશે?
અડગ મનનો ઈન્સાફી
તું સૌને આપે ન્યાય સાચો,
માનવીને એનાં કર્મફળ
આપનાર કોણ હશે?
મારા જીવનના સારથિને
શોધી રહ્યો છું સર્વત્ર
જન્મ ને મરણનો હિસાબ
રાખનાર કોણ હશે?
કોઈ રંક કે રાજા કંઈક
સિકંદર બાદશાહ
આ ખુમારી ભરેલું જીવન
આપનાર કોણ હશે?
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
વહાલનો દરિયો
દીકરી તો ઈશ્વરના
હર્ષના આંસુ છે,
ને મા-બાપના
વહાલનો દરિયો છે.
ઈશ્વરની કૃપા ને માવતરનું
વહાલનું ઝારણ છે,
બ્રહ્માંડમાંથી અવતરેલ
અજવાળું ઊબરો છે.
તુલસીની પવિત્રતા,
ઉડતું રૂપવાન પતંગિયું છે,
નભ સરિતા સાગરની
ગંભીરતા છે.
અવનીની ભીનાશ
કોકિલાનું ગુંજન છે,
ત્યાગ સમર્પણની
વાદલડી અવિરત છે.
કૃણા હાથતી દાદા-દાદીના
હાથે ખુદે કૂલં રેલવે,
દાદીના હાલરંડાથી ત્યારે
હર્ષની નિરાત છે.
પિતાની પીઠપર બેસે ને
'મા' ખોળામે સૂવે,
ને સારા દિવસનો ભાર
હળવો કરી દેનાર છે.
પગે પહેરી ઝાંઝર પ્રેમ વરસાવે,
પિતા ઘર છોડી પતિ ગુહે પારકાં
પોતાના ગણે છે.
મારી કંરુના, થાપા પારકા
પોતાના ગણી જીવે છે,
ત્યાગ, સમર્પણની મિશાલ
થઈ સાસરે જાય છે.
'રાહી'ને મન તો
એ ઢીંગલી ટોડલે મહેકતી કોયલ છે.
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)
મેગમગતું જીવન
સ્વભાવની સદ્ભાવનાં તારી
સ્નેહની સરિતા તારી
પ્રિતની પ્રેરણા તારી
આકર્ષક અદા તારી
મધુર વાણી તારી
મંદમંદ મુસ્કાન તારી
કાળી ઝૂલ્ફો તારી
નયોની ચમક તારી
લાગે મને ન્યારી ન્યારી
નિર્દોષ મીઠી વાતો તારી
લાગે મને પ્યારી પ્યારી
સત્ય કહું છું
મારા જીવનની શ્રેષ્ઠ છો તમે સન્નારી
ખીલી ઊઠી જીવનબાગની કયારી
તારા વિના જિંદગી બાગની કયારી
તારા વિના જિંદગી લાગે ખારી
મેગમગાટ કરીશ પ્રેમનો
થાય જો તું જીવનસાથી મારી
સતીશ ભુરાની (અમદાવાદ)
અહો અમ ભાગ્ય!
જરાક બારણું ખોલીને
નજર કરી તો
તમે હૃદયે પ્રવેસી ગયા!
જરાક સ્મિતે બોલીને
ટહુક કરી તો
તમે મન-વને વસી ગયા!
જરાક આંખો ખોલીને
દ્રષ્ટિ કરી તો
તમે નિજાનંદ ભરી ગયા!
ઓહ ! અમ ભાગ્ય
ઓહ ! અમ ભાગ્ય
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
વેદના
સંવેદનહીન લોકોને
સમજાતી નથી વેદના
જે સમજે છે, તમારી વેદના
તેની વેદના જ કોઈ સમજતું નથી
સ્પંદનહીન સમાજ
ક્યાં જઈ અટકશે?
અનુમાન લગાવતા જ
થાય છે વેદના.. વેદના
હવે તો માત્ર સહન જ
કરવી જ રહી વેદના..!?
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
આશાનું કિરણ
પ્રારબ્ધના ભરોસે કદીય ના બેસી રહે,
લક્ષ્ય પામીને જ જંપે પરિશ્રમી ચરણ.
આત્મસન્માન અને પર સન્માન કાજ,
થાય કદીય નહીં એ
પ્રલોભનને શરણ.
સદવિચાર અને સદ્ભાવ જેમના હૃદયે,
એમની સંગાથે હરિ સદાય કરે વિચરણ.
ગૌરવ અને કૃતજ્ઞાતા બેય
શિરે લઈ ચાલતાં,
જીવ તો જીવન,
શોભી ઉઠે એમનું મરણ.
સંઘર્ષોને મુસીબતોને હસતાં જે સહી લે,
અચૂક જડી જાય એમને આશાનું કિરણ.
પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ' (વલસાડ)
મોજથી જીવો
સંજોગો સામે લડતાં શીખો
આંસુ પીને હસતાં શીખો
દુનિયામાં રહેવું હોય તો
દુનિયાથી ડરો નહીં
દુનિયા તો દરિયો છે
આ દરિયામાં તરતા શીખો
જિંદગી છે તો
ઠોકર પણ વાગશે
અને ક્યારેક
પડી પણ જવાશે
નથી આસાન
તોયે માણવાની છે જિંદગી
અઘરી છે છતાં મજાની છે જિંદગી
જે થવાનું હતું એ થઈ ગયું, હવે
જે થશે એ સારું જ તશે, બસ
આ સમજીને ચાલો કહે છે 'ધરમ'
જિંદગી જીવવાની તાકાત મળી જશે
મગનલાલ પ્રજાપતિ 'ધરમ' (લાલજીનગર)