અજમાવી જૂઓ .
- દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.
- દહીમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે.
- દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેકશનથી બચાવે છે.
- અલ્સર જેવી બીમારીમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે.
- મુખમાંના છાલા પર દહીંના કોગળા કરવાથી છાલામાં રાહત થાય છે.
- ટામેટાના સૂપમાં એક ચમચી ફૂદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે.
- એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું.
- ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક-બે ચમચી પાણીપૂરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે.
- બ્રેડની બન્ને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે.
- તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવો. લાલાશ પડતો ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો.
- ફાટેડી એડી પર રાતના સૂતા પહેલા પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરી સવારે પાણીથી ધોઇ નાખવાથી રાહત થાય છે.
- વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબામાં બ્રેડની સ્લાઇસ મૂકવી.
- વાળમાં ખોડાથી છૂટકારો પામવા મેથીદાણા અને રાઇને વાટી વાળમાં લગાડવું.
- વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોણથી ધોવા.
- મીઠાનું પાણી ઉકાળવુ ંહોય તો પહેલાં સાદું પાણી બરાબર ઉકળે પછી જ તેમાં મીઠું નાખવું. પાણીમાં પહેલેથી મીઠું નાખીને ઉકાળવાથી પાણી જલદી ઉકળશે નહીં.
- મીનાક્ષી તિવારી