વાચકની કલમ .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


એ દીકરી

દિલ એનું નાનકડું અને નાદાન એ દીકરી

ઈશ્વરે કરેલું બાપને 

એક કન્યાદાન એ દીકરી

મીઠા સુર તણી સરવાણી એ દીકરી

જાણે ઝરણામાં વહેતું 

શાંત પાણી એ દીકરી

પરોઢિયે જો જોઈ લઈએ એના 

મુખનું કિરણ એ દીકરી

પછી ન કરવું પડે પ્રભુનું સ્મરણ એ દીકરી

કળિયુગમાં જાણે 

લક્ષ્મીનો અવતાર એ દીકરી

મળે જેને એનો થાય ભવપાર એ દીકરી

સુખનો સતત ગુણાકાર એ દીકરી

ઘરમાં ગુંજે જેનો રણકાર એ દીકરી

ઘર આખામાં હરતી ને ફરતી એ દીકરી

મા મા કહી કોલાહલ કરતી એ દીકરી

પરિવારમાં વહેતી 

'હર્ષ'ની લહેર એ દીકરી

થકી જ છલકતી ખુશીની લહેર એ દીકરી

પંચાલ હર્ષિલ 'હર્ષ' (ચાંદલોડિયા)


તને ટાઈમ જ ક્યાં છે

છોડી દીધું છે હવે મેં

વિનંતી કરવાનું

કાયમ માટે જ તો

કોઈની પાસેથી મેં...

તું દૂર જ એટલી બધી છે કે

હવે કદાચ મળી પણ જાય તો

મને ઓળખશે કે કેમ..?

એ પ્રશ્ન નથી પ્રશ્નાર્થ છે

છોડી દીધું હવે

વિનંતીની માગણી કરવાનું

એટલી બદલાઈ ચૂકી છે કે તું

તને ના પાડવાનો કદાચ

ટાઈમ ના હોય ને..!

એટલે...

છોડી દીધું છે હવે મેં

વિનંતી કરવાનું

'મીત' (સુરત)


નારી તું નારાયણી

સારા જગમાં વંદનીય છે, જ્યાં

સંસાર-સાગર પાર કરવાને તરાપો

આંગણું દીપી ઊઠે છે, નારી આગમને

સંસ્કારોની જનની સમી સારા જગમાં

બાળકોને ઉત્તમ સંસ્કારો બક્ષે જ્યાં

પરોણાગતની ઉમદા સરભરા કરે

સૌભાગ્ય સમું બિરુદ નારીને શિરે

પ્રેમાળ વર્તાવે સારા જગમાં વંદનીય

કર્તવ્ય, ફરજ ને નિષ્ઠામાં માહિર

નર ને નારાયણ બનાવી જાણે છે

સુખાકારી જીવન બનાવવા કાજે

નારીનું યોગદાન છે રાહબર સમુ

આદર્શ વર્તાવ થકી પૂજાય નારી

જાણે કે જીવનવૃક્ષમાં ડાળી સમી

પરેશ જે. પુરોહિત (કલોલ, રણાસણ)

ક્યા ક્યા નહીં દેખા હોગા

(ગઝલ)

દેખનેવાલોંને ક્યા નહીં દેખા હોગા

યકીનસે કહેતાં તુજસા નહી ઐસા હોગા!

કઈ લોગોંને ક્યા 

અનુમાન લગાયા દેખકે?

દાવેસે બોલતાં તુમ્હા હા નઝારા હોગા

સોચનેવાલે ન જામે ક્યા 

સોચતે રહે હોંગે?

રાસ્તા મુજે માલુમ 

પ્યાર સહી કૈસા હોગા?

કઈ તરહ કી બાતેં કઈ 

તરહ કે વિચાર આતે

દિલ ખોલકે કહેતાં તુમસા 

નહીં પાયા હોગા

બરસતા રહે 'સાવન' 

મહેકતા આલમ ભી

આજ ફિર બતા દું 

મેરે સિવા કોઈ કૈસા હોગા?

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

* મારી કવિતા

અટપટા શબ્દો તો નથી આવડતા

પણ સરળ શબ્દોથી લાવીને

રચાય છે મારી કવિતા

ભાષાનું ટેકનિકલ જ્ઞાાન નથી

બસ લાગણીને વણી લઉં એટલે

રચાય છે મારી કવિતા

શબ્દકોશ ભલે ઓછો છે પણ

જાણીતા શબ્દોને ગોઠવું એટલે

રચાય છે મારી કવિતા

શબ્દોની આ અટકડી રમતમાં

સાથ સમયનો મળી જાય ત્યારે

રચાય છે મારી કવિતા

થયેલી અનુભૂતિઓ યાદ કરીને

યોગ્ય મથાળાથી રજૂઆત કરુંને

રચાય છે મારી કવિતા

ના હું કોઈ કવિ કે ના હું લેખક

બસ મન થાય ત્યારે લખું એટલે

રચાય છે મારી કવિતા

એવી અદ્ભુત રચનાઓ તો ના હોઈ શકે

બસ સરળ શબ્દોથી લાગણીને વર્ણવી

રચાય છે મારી કવિતા

મન 'રાવ ભાવિની'

 વ્યર્થ

મંઝીલ ભણી દોરી ન ગયા

મોડ પર મુકામ લઈને બેઠા

સેરવી ગયા હાથમાંથી બાજી

ફૂટેલા કરમ લઈને બેઠા

રુઝાયા રુઝાઈ નહીં એવા

બેસુમાર જખમ લઈને બેઠા

મહેંકતી વસંતને છોડી

પાનખરની મૌસમ લઈને બેઠા

નાહક દિલ દઈને બેઠા

ઢગલો એક સિતમ લઈને બેઠા

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

વાચકની કલમ                                                   . 2 - image

* સમજો તો સારું

એક બીજાને સમજવાનું રાખો તો સારું

મનમાંથી કાઢી નાખો હું 

રિસાયો તમે રિસાયા

તો પછી આપણે 

બન્નેને મનાવશે કોણ?

આજની આ તિરાડ બની જે 

ઊંડી ખાઈ તો

પછી આ ખાઈ ભરશે કોણ? 

હું પણ મૌન

તમે પણ મૌન તો પછી બોલશે કોણ?

જો નાની વાતોમાં દિલ તૂટી જશે તો

પછી સંબંધો ટકશે કેમ? આમનેમ?

જો છૂટા પડી જશું તો હું દુઃખી

તમે દુઃખી તો પછી આગળ વધીશું કેમ?

એક અહં તારો ને પાછો મારો!

આ જિંદગી કોને મળી છે હંમેશા?

એટલે જ કહું છું, એક બીજાને

સમજો તો સારું, ભૂલોને ભૂલી જાવ!

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)


* જીવનની સુંદરતા


સેંથીમાં સિંદુર અને 

હાથમાં શોભે છે મહેંદી

મંગળ સૂત્રની સાથે સુંદર લાગે છે મહેંદી

આશા અરમાનો ભર્યું જીવન માનવીનું

અનેરો આનંદ જીવનમાં આપે છે મહેંદી

સાજનને મળવાના કોડ હોય સજનીને

નવવધૂના રૂપને શણગારે છે મહેંદી

રૂપાળા હાથ વડે ઢંકાયો નમણે ચહેરો

ત્યારે રૂપને ચાર ચાંદ

 લગાવે છે મહેંદી

મહેંદી ભર્યા હાથ વડે નિરખે જગતને

અને વિશ્વ આખું રૂપાળું બતાવે છે મહેંદી

સ્મિત અને હર્ષની છોળો ઊડે મુખપર

જીવતરમાં અનેક રંગો પૂરે છે મહેંદી

મળ્યું છે જીવન તો માણીએ 

એની સુંદરતા

નારીના રૂપને સુંદર બનાવે છે મહેંદી

ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)


* બલિહારી

ખોવાયેલી તમન્નાઓ

શોધવી દુસ્વાર હતી

ઝાંઝવાનાં જળ ને

ઝાલવા જેવી વાત હતી

આહ નીકળી જાય જોઈને

એવી સાવ ખંડહર હતી

ભવ્ય હતી ઇશ્ક્કી ઈમારત

આજ હાલાત સાવ બેહાલ હતી

સરનામુ પૂછીને આવેલા

દરદોને એ ફીકર હતી

એને સમાવતા દોસ્તો

જિગરમાં જગ્યા ક્યાં હતી?

ડુસ્કાં ભર્યો માહોલ હતાં

અશ્રુ ભીની આંખો હતી

દરદ-એ-દિલની દોસ્તો

જ્યાં દાસ્તાન કહેવાતી હતી

ઉણપ કોઈ મારી

ઈબાદતમાં ક્યાં હતી

માગુ હું ને ન મળ્યું

એમાં નસીબની બલીહારી હતી

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ) 



Google NewsGoogle News