સૌંદર્ય સમસ્યા .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                           . 1 - image


-  મને આઇમેકઅપ ખૂબ જ પસંદ છે અને તેનાથી મારી આંખો વધુ આકર્ષક પણ લાગે છે. મને આઇમેકઅપની થોડી ટિપ્સ આપશો.

હું ૨૫ વરસની યુવતી છું. નિયમિત ત્વચાની કાળજી કરવાની થોડી ટિપ્સ આપશો.

એક યુવતી (નાસિક)

* સંતરાનો રસ અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા કોમળ બને છે.

ખીરાનો રસ,લીંબુનો રસ,બટાકાનો રસ,અડધો ચમચો ગ્લિસરીન તથા થોડું ગુલાબજળ ભેળવી લગાડવાથી ઝાંય આછી થાય છે.

 હું ૧૮ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય હોવાથી ચહેરા પર ખીલ ફૂટી નીકળે છે. ત્વચામાંથી ચીકણાઇ દૂર કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (ભુજ)

દિવસમાં ત્રણ વખત પાણીથી ચહેરો ધોવો. એક ચમચો કેવોલીન પાવડર,અડધો ચમચો જવનો લોટ,ચપટી ચંદન પાવડર પાણી સાથે ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું દસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. રોજિંદા આહારમાં ફળ,શાક,ફણગાવેલા કઠોળનું પ્રમાણ વધારવું. આ બાબતોમાં નિયમિત રહેવાથી ત્વચા સ્વસ્થ નજર આવશે અને ત્વચા સામાન્ય બનશે. 

હું ૨૨ વરસની યુવતી છું. મારી પાંપણ પાતળી છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* જૈતૂનના તેલને આંગળી પર લગાડી હળવા હાથે પાંપણ પર માલિશ કરવું. દરરોજ રાતના નિયમિત કરવું.તેલવાળો હાથ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.

 હું ૨૧ વરસની યુવતી છું. મને આઇમેકઅપ ખૂબ જ પસંદ છે અને તેનાથી મારી આંખો વધુ આકર્ષક પણ લાગે છે.મને આઇમેકઅપની થોડી ટિપ્સ આપશો.

એક યુવતી (અમદાવાદ)

આઇમેકઅપથી આંખ તેમજ પોશાકનો ઉઠાવ આવે છે. આઇમેકઅપ ડાર્ક કર્યો હોય તો લિપકલર હળવો રાખવો.

દિવસમાં વોટરપ્રૂફ આઇલાઇનર પેન્સિલનો ઉપયોગ સારો છે. પરંતુ એમાં બે રંગને બ્લેન્ડ કરવા નહીં. જો બે રંગનો ઉપયોગ કરવો હોય તો પાવડર આઇશેડો સારો રહેશે. આઇપેન્સિલને આઇલાઇનરની માફક લગાડવી. દિવસમાં ડાર્ક બ્લશર અને લિપર ન લગાડવું.

જો તમે ગોરા હશો તો કોઇ પણ કલર તમને  સારો લાગશે. 

ઘઉંવર્ણા પર લાલ, કોપર, ડાર્કપિંક, ટરક્વાઇઝ બ્લેક અને મરૂન રંગ સારો લાગે છે. ડસ્કી અથવા શ્યામ ત્વચા પર કોપર, બ્રાઉન, નેવી બ્લ્યૂ, ગ્રે રંગ સારા લાગે છે.

- જયવિકાઆશર


Google NewsGoogle News