વાચકની કલમ .
સંભારણું
દુઃખ આવ્યું તો કોઈ પૂછનાર ન હોતું.
આંખમાં આવ્યા અશ્રુ
કોઈ લૂછનાર ન હોતું
સાથ છોડી ને જતાં રહ્યાં આપ્તજનો બધા
સાથે અમારી કોઈ રહેનારું ન હોતું.
આ એકાંતની વ્યથા કહું પણ કોને?
પાસે બેસી કોઈ સંભાળનારું નહોતું.
અહીં કોને યાદ કરી માનવું જિગર ને
અમારી પાસે કોઈ સંમભારણું ન હોતું.
જે બોલું એના અહીં પડતાં હતાં પડઘાં
શબ્દોને રહેવાનું કોઈ ઠેકાણું ન હોતું
એવી મુફલિસોમાં ચાલી ગઈ જિંદગી
કે જીસ્મ પર કફન કોઈ ઢાંકનાર નહોતું.
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
- તારી ખૂબીઓ.....
આપની વાત જે મને ખેંચે છે!
આપની કઈ ખૂબીઓ મને ખેંચે છે !
ક્ષણિક ખેંચાઈને મન ભેટવાને આવને
આપના મનમાં હશે શું એ ન જાણું?
આપ કેવળ આપ છો ને હું તો હું છું !!
હું તને જોવા મળું એ માન્ય છે કે ના મને!
તું સકલને સાચવે મારે પણ જંજાળ છે !
હું ખૂબ નાનો 'કનૈયો'
તું ઘણો વિશાળ છે....
તું મને ચાહે છતાં, કહેતાં ડરે શાને?
કેમ તે સર્જન કર્યું છે, બધુ આવું?
ઊંઘમાં કે જાગતાં બસ 'કનૈયા'
એક તું ને તું!?
આપની કઈ વાત જે મને ખેંચે ''કનૈયા''
આપની કઈ ખૂબીઓ ખેંચે મને ''કનૈયા''
આપની 'ખૂબીઓ' મને ખેંચે
કનૈયા... રે કનૈયા....
મુકેશ ટી. ચંદારાણી (મીઠાપુર)
- મધુર મિલન
આકાશના ચાંદ-તારાઓએ
આપી સલામી,
મહેકી ઉઠી પ્રેમીજનોના
જીવનની રંગીન ફૂલવારી
ઓઢી લે ચાંદની રાત કાળી શ્યામ ચાદર,
તેઓના મધુર મિલનથી
થઈ જશે દુનિયા પાવન,
પવનના સુરિલા સંગીતથી
ઝણઝણી ઉઠશે હૃદય વીણાના તાર,
જ્યારે દિલને કરશે ઘાયલ
પ્રિયતમાના નયન બાણ
શરમાઈને છુપાઈ ગયા
શ્યામ-શ્વેત વાદળ,
જોઉં છું રાત્રિનો અંધકાર
અને તારા નયનોનું કાજળ
રાત્રિની નિરવ શાંતિમાં
સંભળાઈ છે મને
તારા દિલની ધડકન,
સાંભળી રહ્યો છું ફૂલો પર
ભ્રમણ કરતાં ભમરાનું ગુંજન.
કરું છું દુઆ, ન થાય પૂરો
આ રાત્રિનો અંધકાર,
ન થાય જલ્દી સૂર્યોદય
અને સોેનેરી પ્રભાત.
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
- મારી નૈયા
પ્રભુ મારી નૈયાને, પાર ઉતારજો
ભૂલો પડયો છું હું (૨)
કિનારો બતાવજો...
જીવન મળ્યું છે અમને એક દિન જવાનું
ખબર છે એટલી કે નથી કોઈ રહેવાનું
આવા ગમનના ફેરા (૨)
ફરી ના બતાવજો...
અહીંયાનું સુક સઘળું અહીંયા રહેવાનું
નથી કોઈ લઈ ગયું ને, નથી લઈ જવાનું
એવા વિચારો સદા (૨)
અમને બતાવજો....
સાચી કમાણી તારી સાથે આવવાની
ધન અને દૌલત તારી અહીં રહેવાની
છોડી દો મોહમાયા (૨)
હરિને સમરજો....
મોહ અને માયાનું, બંધન છે કાચું
સેવાને સ્મરણ છે, નામ એક સાચું
ધરમ કરમને સમજી (૨)
ભવને સુધારજો....
પ્રભુ મારી નૈયાને પાર ઉતારજો
ભગુભાઈ ભીમડા (હલદર-ભરુચ)
- લાજવાબ
એ હતો ઇન્તજાર તમારો
તમારી રાહમાં ફૂટે
પરપોટા તમારા સ્મરણોનાં
જે હતાં લાજવાબ
તમારું આગમન
મહેફિલ ખતમ થઈ ગયા પછી થયું.
જાણે વરસાદ વરસ નગર
પોઢી ગયાં પછી,
પણ હતું લાજવાબ.
તમે મોકલાવી તમારા બદલે,
ચાંદની, રાતરાણીની ખુશ્બુઓ
ખોટા પુરાઈ ગઈ તમારી
એ પળોના આસ્વાદ
હતાં તમે, લાજવાબ
સૌ હતાં તમારાસિવાય હાજર
સૌની તરસી નજરમાં તમે,
થતી રહેતી વાતો કેવળ તમારી,
તમારી ગેરહાજરીમાં
અવસર પણ હતો એ લાજવાબ
હતાં સૌ બેખબર જ્યારે
થઈ તમારી પધરામણી અચાનક
જાણે વીજળીનો ચમકારો
સૌ અંજાઈ ગયાં જોઈ તમને,
હતું સૌંદર્ય તમારું ખરેખર લાજવાબ
પ્રફુલ્લ શાહ (કાંદિવલી)
- માસૂમ ઉંમર
માસૂમ દિલ માસૂમ
ઉંમર દિલ લગાવાની
લાગે પરી એવી જ
સુંદર દિલ લગાવવાની
અભિનયો કરતી ફરે નાની વયે પ્યારે
જોતાં જુઓ ને ખૂબસુરત
દિલ લગાવવાની
લાગી જવાનીની ખુશી પાસે રહીને તો
બેતાબ એ દિલને નિરંતર
દિલ લગાવવાની
ધીમે રહી પગલાં વધે આનંદ લેવામાં
ઉંમર જ આ સાથે જ આંતર
દિલ લગાવાની
ચૂમી જશે અંબર પણ છૂટી
જશે લગાવેથી
જાણે ખુદા આમેય મંગલ
દિલ લગાવાની
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
- અરિસો
જેમ અરીસો સાફ હોય છે.
તોમ મારું દિલ પણ સાફ છે.
જેમ અરિસો પડવાથી ટુકડા થાય છે
તેમ તારા રિસાવાથી મારા
દિલના ટુકડા થાય છે.
જેમ અરિસા પર ચાલવાથી ખૂન વહે છે.
તેમ મારા કાળજાના ટુકડા થાય છે.
તું એકવાર અરિસામાં મને જોજે!
તેમાં મારા પ્રેમના
પારખા જોવા મળશે!
ભલે ને તું મારી થાકે ના થા!
પણ સાત ભવ સુધી તને
મારી જ બનાવીશ!
ભાવેશ ડી. વસવેલીયા (રાજકોટ)