વાચકની કલમ .
હારેલા નથી
અલવિદા કહી
દઉં આ દુનિયાને
એવો હારેલો નથી
અને રડીને રાજ કરું
એવો સાવ હું કાયર પણ નથી
અમુકને ત્યાં જ
ચોંટાડી દેવા પડે છે જવાબ મારે
કારણ સૌના કામ કરું
એવો હું સામાન્ય નોકર નથી
દુઃખ લાગે ઘણાને મારું
તો રિસાવવા દઉં છું ક્યારેક
વળી થાકી જાઈ ત્યારે એવું કહે
હું ભૂલ કરતો નથી
લોહી ઓકાવવાની
તાકાત રાખી છે
કોઈ ચાળો કરે તો
સાવ મૂંગા મોઢે બેસી રહે
એવું હું અબોલ પ્રાણી નથી
'આત્માનંદી'
ધીરજ રાખીએ છીએ
સમાજની સામે
ખોટા બદનામ થવું
એ સિવાયની
બીજી કોઈ બીક નથી
હેમાલી એ. શીપાણી 'આત્માનંદી'
તું આવ તો
તું આવ તો ઈનકાર નથી
આવ નહીં તો ફરીયાદ નથી
આ તો 'પ્રેમ'ની મહેફિલ છે
ગયેલા દિવસોની લાગણી
આવ તો મરજીથી આવજે
કોઈ દબાણ નથી કોઈ
લાગણીથી મળવાનું ને
'પ્રેમ' કરવાનું નક્કી છે!
તું આવ તો બહુ ગમશે
નહીં આવતો યાદ રહેશે તારી
મળવાનું મન થાય તેવો દોસ્ત છું
તારા- દુઃખમાં જરૂર આવીશ
તું આવે તો ગમે અને તું
ન આવે તે તારી મરજી
તું આવ તો...
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
તૂટે જ્યાં મનડાની આશ
તૂટે જ્યાં મનડાની આશ
હૈયુ થઈ જાય ઉદાસ
દુઃખી ઉદે દેખે સુખ પણ
એ તો મૃગજળીયું આવાસ
પોતીકા જ્યારે થાય પરાયા
કરવો કોના પર વિશ્વાસ
ઝૂરી ઝૂરીને જીવન વીતે
જ્યાં જીવતી ફરતી લાશ
'લઘુગોવિંદ' ઈશને વિનવે
મનડે જગાવી દે તું આશ
ધનજી કા. છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
કડકાઈ
ધંધો બદલવાની વાત
હતી બદલો લીધો
વરલી મટકા મૂકીને
સટ્ટો અપનાવી લીધો
દૂધ-ઘીની નદીઓ
વહેતી થઈ જશે
જુઓ નેતાશ્રીએ
આજ કોલ આપી દીધો
વધે મોંઘવારી તો
અમને કઈ બીક નથી
સરકારે વધુ આજ
એક હપ્તો આપી દીધો
કંટાળી ગયા હજામતના
વધતાં ભાવથી
શેવિંગ કરવાને બદલે
આજ ટકો કરવી લીધો
ડાચું ફાડીને જોઈ રહ્યા
શ્રીમતી ને મણિલાલ
પગાર આપો આજ
એક સાડી મે ધરબી દીધી
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
પ્રેમ
જિંદગીમાં ઘણું બધું છે
મને પ્રેમ કરવો ગમે છે
તેથી જિંદગીને ચાહું છું
ફૂલો વચ્ચે કાંટા હોય છે
છતાં ફૂલોમાં પ્રેમ ખીલ્યો છે
તેથી ફૂલોને ચાહું છું
સાગરના પાણી હોય ખારાં
પ્રેમથી અમૃત જળ વરસાવે છે
એ વિશાળ દિલમાનાં પ્રેમને ચાહું છું
આંખો મીંચો તો મૌનનું આકાશ
એકાંતમાં પ્રેમનો ટહુકો સંભળાય છે
એ સત્યમ શિવમ સુંદરમ્ના
પ્રેમને ચાહું છું
જિંદગીમાં ઘણું બધું છે
અખૂટ પ્રેમનો ભંડાર છે
તેથી જિંદગીને હું ચાહું છું
પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)
વિરલ પ્રેમ
નિરવ રાત્રિની શાંતિમાં
પ્રેમાળ નજરે જોઈ
રહ્યો ચંદ્ર ધરતીને
કર્યો એ પાષાણ હૃદયે અનાદર
એના પ્રેમનો ફેલાવી
ધરતી પર અંધકારને
ન કરી શક્યો ચંદ્ર ધરતીનો
આ અનાદર સહન
ફરી ધરતીને આકર્ષિત કરવા
બિછાવી તારાની ચાદર
અને શણગાર્યું ગગન
જંપી ગયા પશુ-પક્ષી
ફેલાઈ ગઈ સર્વત્ર
નિરવ-શાંતિ
અફાટ ગગનએ પણ કરી
પોતાની મંદ-ગતિ
નિરખી શકે પોતાનું રૂપ
ચાંદએ ફેલાવી પોતાની ચાંદની
મૌન રહી કરી અવગણના
ધરતીએ ચાંદના પ્યારની
સાગરના મોજાંએ કર્યો ધુધવાટ
ઉછળીને ટકરાતા રહ્યા કિનારે
હતી આશા શાયદ ધરતી
ચાંદના પ્રેમને સ્વીકારે
ન હતી જાણ સાગરને કે ધરતીએ
કર્યો છે પ્રેમ સૂરજને
કરે છે એના પ્રેમનો સ્વીકાર સૂર્ય
ક્ષિતિજમાં ફેલાવી સોનેરી કિરણોને
નથી સ્પષ્ટ કુદરત કે માનવીના
પ્રેમની ભાગ્ય-રેખા
જોઈને આ અનોખો પ્રેમ-સંબંધ
મંદ-મંદ સ્મિત કરે છે સ્વર્ગના દેવતા
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
ના તારી વાત થશે...
ના હવે કોઈ તારી વાત થશે
ના તારા મારા વચ્ચે વિવાદ થશે
તું સમજે એવું ના થાય બધી વાતે
આવી તો કેટલીયે આખી રાત જશે
હાજર તું પણ હોય અને હું પણ હોય
પણ પ્રેમની પ્રગતિમાં તો જીરો થશે
આમ ને આમ આખું વરસ વીતી ગયું
આવાં કેટ-કેટલાંય વરસો વીતી જશે
એક એવો સમય પણ આવશે કે તારે
જીવવા માટે મને પણ ભૂલવો પડશે
સમયની સાથે બધું ઘરડું થઈ જશે
આમ જ, હેલીક્ બધું
મૂકી ચાલ્યાં જાશું...
હેલીક (અમદાવાદ)
ભૂખ
બ્રહ્માંડમાં ભૂખના હજારો રંગો છે
અડધાથી વધુ લોકો ખાલી પેટે સૂવે છે
શ્રીમંતોને તે ક્યારેય પૂરતું મળતું નથી
લોભને કારણે તેઓ શાંતિ ગુમાવે છે
ગરીબો ભોજન માટે તડપતા હોય છે
શ્રીમંત લોકો હંમેશા પૈસા માટે રડે છે
વિકાસશીલ દેશોના શિક્ષિત
લોકોને જુઓ
ખાવા માટે બ્રેડ નથી,
લીંબુથી હાથ ધૂવે છે
બાળકોને એક ટંક ખવડાવવા માટે જો
લાચર મા-બાપ પોતાની ભૂખ વાવે છે
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)