Get The App

કમળો અને આયુર્વેદ .

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
કમળો અને આયુર્વેદ                                 . 1 - image


- આરોગ્ય સંજીવની

* કમળાનાં દર્દીને હળવો જુલાબ આપી પહેલા પેટ સાફ કરાવવું.

* હળદર, ગોળ અને ધોળી ડુંગળી ખવડાવવા.

* ત્રિફળાનો કવાથ પાવો અથવા જો હરડે, બહેડા અને આમળા લીલા મળે તો તેનો રસ પિવડાવવો.

* એરંડાના કુમળા પાનનો રસ ૨૫ ગ્રામ અને ગાયનું દૂધ ૨૫ ગ્રામ મેળવી પીવું. એક કે બે વાર પી શકાય. ધીરે ધીરે રસ દૂધ વધારી ૫૦ ગ્રામ જેટલાં લઈ શકાય.

* એળિયાનો જુલાબ એકાંતરે લેવો.

* સંદેસરાનાં પાનનો રસ ૧૦૦ ગ્રામ, ૨૦ ગ્રામ સાકર મેળવી ૧ વાર એમ સાત દિવસ પીવો.

* બાવળનાં પાનનો રસ ૧૦૦ ગ્રામ, ૨૦ ગ્રામ સાકર મેળવી તે જ પ્રમાણે રોજ ૧ વાર સાત દિવસ સુધી લઈ શકાય.

* આમળા, હળદર અને સોનાગેરુ સમભાગે વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું તેનું આંખે અંજન કરવાથી કમળો મટે છે.

* કડુ કમળા માટે સારો ઉપાય છે તેનો કવાથ બનાવી બે ચપટી નવસાદ મેળવી લેવો.

* ચણોઠીનાં પાનનાં રસનું નસ્ય લેવાથી આંખ નાકમાંથી કમળાનું પાણી નીતરી જાય છે ને કમળો મટે છે.

* સવારે નરણે કોઠે પીલુડીનાં પાંચ પાન ચાવીને ખાવાં છ દિવસમાં કમળો મટે છે.

* પાન સાથે માખણમાં ખાવાનો ચૂનો લગાવી ખાવાથી કમળો મટે છે.

* લીંબુ શરબત મધ મેળવી બનાવવું તેમાં સોડા બાય કાર્બ મેળવી દિવસમાં બે વાર લેવાથી કમળો મટે છે.

* ૧ બીજોરાનો રસ વહેલી સવારે ખાલી પેટે લેવાથી પણ કમળો મટે છે.

* ભોંયઆમલીના પાન, સરપંખાના પાનનો રસ પીવાથી પણ કમળો મટે છે.

* ઘી, તેલ, ચીકાશ, દૂધ જેવા લીવરને પચાવવા તકલીફ પડે તેવા પદાર્થોને ન ખાવા.

* ચણા (કાળા) બાફી તેનું પાણી આખો દિવસ પીવું.

* ગોળ, શેકેલા ચણા, બાજરીનો રોટલો, ચણાનાં લોટની તેલ-ઘી વગરની વાનગીઓ, મગ, જવ, ચોખાની  શેકેલી વાનગીઓ લેવી.

* શેરડી, પપૈયું, નારંગી, મોસંબી-ખાટા ફળો વધારે લેવાં.

* અંજીર, ખજૂર, ખારેક, કિસમિસ લઈ શકાય.

* આદુ, મરી, તજ, ઈલાયચી, લવિંગ આદિ તેજાનાં વાપરવા.

* પાકી કેરીનો રસ સવારે ખાલી પેટે ભરપેટ લેવો. પછી આખો દિવસ પાણી સિવાય બીજું કંઈ ન લેવું જેથી કમળો મટે છે.

* સમુદ્ર ફીણ પાણીમાં ઘસી અંજન કરવાથી કમળો નરમ પડે છે.

* સફેદ જાસવંતીનાં મૂળ વાટી સાંજે પલાળી રાખવા. તેનું ૨૦૦ ગ્રામ જેટલું પાણી રાત્રે ૧૨ વાગે પીવું. કમળો મટે.

* અડધો તોલો સાજીખાર, સવારે ભૂખે પેટે પાણી સાથે લેવો. ૩ દિવસ પીવો ને ખોરાકમાં ખીચડી લેવી.

* દેવદારનાં મૂળના પાઉડરની પોટલી બનાવી સૂંઘ્યા કરવાથી ફાયદો થાય છે.

* ધતૂરાનાં પાનનો રસ કાઢી દરદીના શરીરે મસળવો મોઢા આગળ શરૂ કરી પગ સુધી મસળતા આવવું પછી ૧૫ મિનિટ તડકે બેસવું ફક્ત ૨ દિવસમાં કમળો મટે છે.

* ગળોની ડાળખીની માળા બનાવી ગળામાં પહેરીવી. ગળોનાં લીલા ટુકડાઓને સૂતરથી ગાંઠ વાળી માળા બનાવવી. જેમ જેમ ગળો સુકાય છે તેમ તેમ કમળો મટે છે.

* ભાંગરાના રસમાં મરી વાટીને મેળવવા. નવ દાણા જેટલાં મરી રસમાં વાટવા. આ મરી ખાવાથી કમળો મટે છે.

- જહાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News