Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                  . 1 - image


- ફેસ પેક અથવા માસ્કની પેસ્ટને આંખ પર લગાડી શકાય કે નહીં તે જણાવશો. મારી બહેનપણીએ એવી સલાહ આપી છે કે તેને આંખ પર લગાડી શકાય નહીં. 

હું ૩૧ વરસની મહિલા છું. મારો ઉપલો હોઠ    ઘેરો છે.ઉપરના હોઠ પાસેથી વાળ દૂર કરવા હું વેક્સિંગ પણ કરાવું છું. મારો વાન ગોરો હોવાથી   ઘેરો રંગ ચહેરા પર ઉપસી આવતાં મારો ચહેરો ખરાબ દેખાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.વેકિસંગ કરાવવાથી તો  રંગ ઘેરો નહીં થતો હોય ને?

એક મહિલા (મુંબઇ)

* વેક્સિંગથી ઉપલો હોઠ કાળો થવાની શક્યતા નહીંવત છે. તમને પિગમેન્ટેશન હોવું જોઇએ.અથવા તો તમે જે વેક્સિંગ વાપરતા હો તે કદાચ ગોળમાંથી બનાવેલા  હોઈ શકે છે. તમે હળવું બ્લિચ લગાડો અથવા સંતરાના જ્યૂસમાં ચપટી મીઠું ભેળવી તેના પર લગાડવાથી ફાયદો થશે.

મારી ૧૪ વરસની દીકરી આઇબ્રો કરાવવાની બહુ જીદ કરે છે. આટલી નાની વયે આઇબ્રો કરાવા દેવી યોગ્ય છે કે નહીં તે જણાવશો.

એક મહિલા (સુરત)

* સામાન્ય રીતે આઇબ્રો કરાવવા માટે તેની વય હજી નાની ગણાય. તેની આઇબ્રોનો ગ્રોથ હજી બરાબર થયો પણ નહીં હોય.ગ્લેમરની દુનિયા સાથે સંકળાયેલ હસ્તીઓ તો સૌંદર્ય બાબત વયનો ભેદભાવ રાખતી હોતી નથી. પરંતુ સામાન્ય માણસોએ વયને અચૂક ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હું ૨૧ વરસની યુવતી છું. મારા નખની નિયમિત કાળજી રાખતી હોવા છતાં મારા નખ ગંદા દેખાય   છે. તેમજ જલદી બટકી જાય છે. મારા નખની કાળજી રાખવાના ઉપાયો જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

* તમે અઠવાડિયે એક વખત મેનિક્યોર કરાવશો.તેમજ બેબી ઓઇલ નખ પર નિયમિત લગાડશો.નેઇલ પોલીશ વારંવાર લગાડવું યોગ્ય નથી. તેમ કરવાથી નખ બરાબર શ્વાસ લઇ શકતા નથી.આ ઉપરાંત તમારા રોજિંદા આહારમાં પ્રોટીન તથા જિલેટીનનું પ્રમાણ વધારશો.

હું ૨૫ વરસની યુવતી છું. મારા વાળ રૂક્ષ છે. હું રાતના વાળમાં તેલ નાખું તો સવારે તેલ શોષાઇ જાય છે. વધુ પડતી રૂક્ષતાને કારણે મારા વાળ નિસ્તેજ થઇ ગયા છે.મારી સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક યુવતી (ભરૂચ)

* વાળ ધોતી વખતે તમે કંડિશનરનો ઉપયોગ કરશો.વાળને મુલાયમ તથા ચમકીલા કરવા વાળ પર ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ નીચોવીને   તેના તેના વાળને લપેટી રાખવા. વાળને આ રીતે  ૧૦-૧૫ મિનિટ સ્ટીમ આપવી. ટુવાલ સુકાઇ જાય તો ફરી ભીંજવવો.

હું ૧૮ વરસની યુવતી છું. ફેસ પેક અથવા માસ્કમા ંઉપયોગમાં લેવાતી પેસ્ટને અંડરઆઇ પણ લગાડી શકાય કે નહીં તે જણાવશો. મને મારી બહેનપણીએ એવી સલાહ આપી છે કે તેને આંખ પર લગાડી શકાય નહીં. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક યુવતી (નવસારી)

* તમારી બહેનપણીએ સાચી સલાહ આપી છે.અંડર આઇ ભાગ ઘણો કોમળ હોવાથી આંખની આસપાસ  કોઇ પણ પેક કે માસ્ક લગાડવું જોઇએ નહીં. તેમજ બ્લીચ પણ ન કરવું. આંખ બંધ કરી તેના પર ગુલાબજળમાં ભીંજવેલ રૂ અથવા ખીરા કે કાકડીની સ્લાઇસ રાખવાથી આંખને ઠંડક પ્રદાન થશે. 

- જયવિકા આશર


Google NewsGoogle News