Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મને મસ્કરા લગાડવાનો શોખ છે પરંતુ મસ્કરાતે આંખ પરથી દૂર કરતા જ મને ખંજવાળ આવે છે તેમજ આંખ પફી બની જાય છે.

હું ૨૨ વરસની યુવતી છું. મારા નખ લાંબા તથા સુંદર છે. તેની કાળજી કઇ રીતે લેવી તેનું માર્ગદર્શન આપશો.

એક યુવતી (મુંબઇ)

નેઇલ પોલીશ લગાડયા બાદ તરત જ લોટ બાંધવો કે રસોઇ કરવી નહીં. વાસણ-કપડા ધોતી વખતે સાબુ-પાવડરથી નખને નુકસાન ન થાય માટે રબરના મોજા પહેરવા. નખને દાંતથી તોડવા કે કોતર્યા કરવા નહીં. તેમજ નખ પરથી નેઇલ પોલીશ દૂર કરવા કોઇ અણીદાર વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ઊચ્ચગુણવક્તાયુક્ત કંપનીના જ નેઇલપોલીશ તેમજ રિમૂવરનો ઉપયોગ કરવો. વારંવાર ઘેરા રંગના નેઇલપોલીશનો ઉપયોગ કરવો નખ માટે યોગ્ય નથી. નખ પર પણ છિદ્રો હોય છે જે નેલપોલિશના રંગને શોષી લેતા હોવાથી નખ પીળા થઇ જાય છે.કોઇ પણ વસ્તુને ખોલવા માટે નખનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી નખ જડથી દૂર થઇ શકે છે. કોઇ પણ ચીજને નખથી ખોતરવી નહીં.

 હું ૨૫ વરસની યુવતી છું. મારી આંગળીઓ લાંબી અને સુંદર છે. પરંતુ મારા અંગૂઠા રફ અને કાળા પડી ગયા છે. તેને  પહેલા જેવા કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

અંગૂઠાને હુંફાળા કોપરેલથી મસાજ કરશો. લીંબુના અડધિયા પર સાકર લગાડી સાકર ઓગળે ત્યાં સુધી અંગૂઠા પર દરરોજ ઘસો ફાયદો થશે.

હું ૪૦ વરસની ગૃહિણી છું. મારા ચહેરા પર વાળ છે. અત્યાર સુધી મેં કોઇ સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કર્યો નથી તેમજ બ્યુટિ પાર્લરમાં ગઇ નથી તે જાણશો. મારા ચહેરા પરના વાળ કઇ રીતે દૂર કરવા તેના ઉપાય જણાવશો.

એક યુવતી (વડોદરા)

એક ચમચો મધમાં ત્રણ ટીપાં લીંંબુનો રસ ભેળવી નિયમિત ચહેરા પર મસાજ કરો.આ મિશ્રણ બિલ્ચનું કામ કરે છે જે વાળનો રંગ હળવો  સોનેરી કરી નાખશે જેથી ચહેરો ખરાબ નહીં લાગે.

હું ૨૯ વરસની યુવતી છું. મને મસ્કરા લગાડવાનો શોખ છે પરંતુ મસ્કરાતે આંખ પરથી દૂર કરતા જ મને ખંજવાળ આવે છે તેમજ આંખ પફી બની જાય છે.

એક યુવતી (ભાવનગર)

મને લાગે છે તમે જે મસ્કરા વાપરો છો તેની તમને એલર્જી હોવી જોઇએ. તમે સંવેદનશીલ ત્વચા માટેની ખાસ બનાવટના સૌંદર્ય પ્રસાધનો આવે છે તેનો ઉપયોગ કરી જુઓ.

હું ૨૮ વરસની નોકરિયાત યુવતી છું.  ત્વચાને તાજી રાખવાના ઉપાય જણાવશો.

એક યુવતી (નવી મુંબઇ)

હળવું મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાડવું. ભારે મેકઅપ કરવો નહીં. આંખ અને હોઠ પર જ મેકઅપ કરવો તેમજ ફેસ પાવડર લગાડવો. બહાર જતી વખતે સનસ્ક્રિન લોશન લગાડવું. ઓઇલયુક્ત ફાઉન્ડેશન લગાડવું નહીં તેમજ રાતના સૂતા પહેલા ચહેરા પરથી મેકઅપ દૂર કરવાનું ભૂલવું નહીં.  ચહેર પર ખીલ હોય તેઓએ ઉનાળામાં ફેસ મસાજ તેમજ ફેસિયલ કરાવવું નહીં.

- જયવિકા આશર


Google NewsGoogle News