વાચકની કલમ .
'પ્રેમ'
'પ્રેમ' શક્તિ છે
જેમાં ભુલો અને અસમજણને
કોઈ સ્થાન નથી.
પ્રેમ 'ભક્તિ' છે.
જેમાં દેવ, દાનવ કે
ભગવાનને કોઈ સંબોધન નથી.
'પ્રેમ' એકબીજાની 'ઓળખ' છે
જેમાં સરનામાં ની કોઈ જરૂર નથી.
'પ્રેમ' એક યુદ્ધ છે
જેમાં 'રણભૂમિ' કે શસ્ત્રોનું
કોઈ કામ નથી.
'પ્રેમ' ભાષા છે
જમાં શબ્દો કે
લિપીઓનું કોઈ 'ઉચ્ચારણ' નથી.
પ્રેમ 'જીવન' છે
જેમાં મરણ જેવા કોઈ ''બંધારણ'' નથી
'પ્રેમ' રાજયોગ છે
જે દરેકની 'લકિરો' માં
જોવા મળતો નથી.
પ્રેમ 'અમૂલ્ય' છે
જેનું મૂલ્ય કહો કે 'ઋણ'
કોઈ ઉતારી શકતું નથી.
પણ નિભાવો 'આપ સહું જાણો જ છો'
'કઠિન છે'
જેને જોઈને 'સર્વસ્વ ભુલી' જવાય
એને ''પ્રેમ કહેવાય''
જેની આંખોમાં 'તને તું જ'
દેખાય એને પ્રેમ કહેવાય.
નિમિષા ગલિયા છેડા (બોરીવલી)
નથી જડતાં
કલમ પકડી હાથમાં
પણ શબ્દો નથી જડતાં,
કાગળ પણ વાટ જુએ
હવે શબ્દો નથી જડતાં.
શૂન્યતા છવાઈ ગઈ,
જાણે ઘેરી કાળી વાદળી,
આ ખુલ્લા આકાશમાં
હવે તારા નથી જડતાં,
પતંગો, પુષ્પો ને વનરાજી
ઉપર હું લખતો.
વર્ષો ગયાં વહી હવે
આ તત્ત્વો નથી જડતાં.
શું એ જગા હશે એવી જ
જે ક્યારેક હતી. પગલાં વળી ગયાં હવે
સરનામાં નથી જડતાં.
ભટકું છું ઠેર ઠેર આ દિલ જખમી લઈને,
રુઝાવી શકતાં ઘા
એ હવે મલમ નથી જડતાં.
એવું લાગે આત્મા બળતો
હોય ગો નિશ-દિન,
તૃપ્ત થતાં ક્યારેક
એ હવે ઝરણ નથી જડતાં.
કોણ કહેશે એને જઈ, કે જીવી રહ્યો છું હું
લઈ જતાં સાદ એ હવે પવન નથી જડતાં.
વર્ષો થયાં સંઘરી રાખી છે બધી વાતો 'રાહી' લાચારી છે સાંભળનારા
હવે જણ નથી જડતાં.
રાકેશ એચ. વાઘેલા 'રાહી'
(વાંસકુઈ- સુરત)
આંખો બની સ્વપ્નીલ
અતિ સુંદર રૂપ તારું
ગીત લખું કે ગઝલ
કામણગારી કાયા તારી
અંગે અંગમાં વસે ચંદન
નજર ન લાગે કોઈની
આંખોમાં લગાવ કાજળ
ખ્યાલોમા તારા ખોવાયો
વિચારોનું થાય છે મંથન
મિત્રો જોડે ચર્ચા કરું તો
તે સમજે છે મને પાગલ
રાત જાય કે દિવસ થાય
બસ ફરું છું તારી પાછળ
આંખો બની છે સ્વપ્નીલ
તારા રૂપનું વર્ણન કરતાં
શબ્દો પણ જડતાં નથી
જ્યાં હાથમાં લઉં કલમ
રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ વિદ્યાવિહાર)
આભાસ
પનઘટની વાટે સરોવરને કાંઠે
માથે મટુકી લઈ ઉભાં તમે
મનમાં જાણ્યું કે તમો છો રાધિકા
હું કાનુડો બની આવું કને
મોરપીંછ લાવીને બાંધુ માથામાં
વાંસળી વગાડું હું વને વને
સોળ સોળ ગોપીઓને રાસ રમાડું
ચીર ઉડાડું હું આ વને વને
કદમનું ઝાડ ભલે નથી આજે
આમલી અને પીપળી સૌને ગમે
ગોપ ગોવાળા સૌ ભેગા મળીને
ગોકુળમાં રાસ રચાવ્યો અમે
કહેશો ના કોઈ ફક્ત રાધાનો કાનુડો
અરે! રાધાકૃષ્ણ તો સૌના મનમાં રમે
ભગુભાઈ ભીમડા (ભરુચ)
અફસોસનો અહેસાસ
સ્નેહાળ હતો
પ્રેમાળ હતો
દિલદાર હતો
પ્રસન્ન રહેતો
સદા ખુશ રહેતો તારી સાથે
શંકા કરીને તારી ઉપર
સાથ છોડયો તારી સાથે
પગે કુહાડી મારી મારા હાથે
અફસોસ થયો.
પ્રાર્થના કરું છું પ્રભુને
કૃપા વરસાવે સદા તારા માથે
માફ કરજે મને
નિભાવી ન શક્યો
સાથ તારી સાથે.
સતીશ ભુરાની (અમદાવાદ)
મળવું છે મારે તને
તું દૂર છે ત્યારથી
જિંદગીના ભંવરમાં
વહે છે મૌન સફર મારી
હરપલ યાદ આવતી સફર
ખબર નથી કયાં અટકશે
ખબર હો તમને
પ્રેમમાં આવી તડપ છે, તો
કસમથી કહું છું
હૃદય જોડતાં પહેલાં
હાથ જોડતે તને
તુ ખૂબ દૂર છે પણ.....
છેલ્લી વાત કહું તને
એક દિવસ
સમયની સીમાને ભૂલીને
મન મુકીને મારે મળવું છે
બોલ તારે મારું
સપનું સાકાર કરવું છે...
'મીત' (સુરત)
અંતિમ શ્વાસ
ધીરે ધીરે ચાલી રહ્યો છે
મારો અંતિમ શ્વાસ
મળ્યો હતો જિંદગીભર
મને જેનો ઉષ્માભર્યો સાથ.
આપું છું તને અંતિમ સલામી,
અને કરું છું તને વંદન,
ન જાણે ક્યારે બંધ થઈ
જશે મારા દિલની ધડકન.
મગ્ન રહી ધન-વૈભવના મોહમાં,
કર્યો હતો મેં તારો અનાદર,
વિસરાઈ ગયું સત્ય, કે
દુનિયામાં કોઈનું
અસ્તિત્ત્વ નથી સનાતન.
વિલંબ કર ક્ષણ-ભર,
નિરખવા દે મને સૃષ્ટિના સૌંદર્યને,
ઉષાના ગુલાબી રંગ,
વિજળીની ચમક,
પંખીઓના કલરવ,
વર્ષાના જલબિંદુ, અને માટીની મહેકને.
અંતિમ શ્વાસે કર્યું મંદ-સ્મિત,
મૃત્યુ સામે માનવી કેટલો છે વિવશ.
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
રજુઆત કરીએ!
ચરણ સાથે ચાલવાની તો
'શરૂઆત' કરીએ
શાંત ચિત્તે સ્પંદનોની કે
'રજુઆત' કરીએ.
પ્રિતના ઉજાગરાં જો
હચમચાવે શમણાંને
ઉર છે આતુર મળવાને,
'ફળિભૂત' કરીએ.
રોજ સંકેતો કરી 'સંકેત'
સઘળાં મમતી ગ્યો,
ભાવના ઉખેળ અંગૂલી
'પરાજિત' કરીએ.
આ વર્ષાના છાંટણે
લીલુછમ યૌવન ચમકે,
ભીંજવે જે હરખ એ ઝરણાં
'અધિકૃત' કરીએ.
હાથ બાળે, મગજ ફાંટે,
હામ ભીડી લલકારો,
રોપવા ''વટવૃક્ષ'' જીવનમાં
'ચક્રવાત' કરીએ.
વિનોદ ચંદ્ર બોરીચા 'વીનુ' (મુંબઈ)