અજમાવી જૂઓ .
- પગને સુવાંળા, મુલાયમ કરવા હુંફાળા પાણીમાં એક ચમચી શેમ્પુ તથા બેકિંગ પાવડર ભેળવવો. ંપંદર-વીસ મિનિટ સુધી આ પાણીમાં પણ બોળી રાખવા.
- પકોડાને કરકરા તથા ફુલેલા પોચા, નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રુટ સોલ્ટ ભેળવવો.
* પૂરીને કરકરી બનાવવા લોટમાં બેથી ચાર ચમચા રવો ભેળવવો.
- ભાત છુટો રાંધવા માટે ઉકળતા ચોખામાં એક લીંબુનો રસ નીચોળવાથી ચોખાનો એક એક દાણો છુટો થશે.
- ઉપયોગમાં લેવાના હોય તેના કરતાં વધુ પ્રમાણમાં બટાકાની છાલ ઉતારી દીધી હોય તો હવે આ બટાકાનું શું કરવું ? એમ વિચારી મુંઝાશો નહીં વધેલા બટાકાને વિનેગારના થોડા ટીપાં ભેળવેલ પાણીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખી દેવા, ત્રણ - ચાર દિવસ સુધી બગડશે નહીં.
- કાચની બંગડીઓ પહેરતા હાથે ઘસરકાથી રક્ષણ પામવા હાથ ઉપર પાતળું પ્લાસ્ટિક વીંટાળી બંગડી પહેરવી.
- કાચના ગ્લાસ એકબીજામાં ભરાઈ ગયા હોય તો તેને છુટા પાડવા ઝાઝી મહેનત ન કરશો નહીં, એક રાત્રિ માટે તેને રેફ્રિજરેટરમાં મૂકી દો. સવારે બહાર કાઢી છુટા પાડો તરત પડી જશે.
- ચાંદીના વાસણને ચકચકિત કરવા સૂકી રાખ અથવા મીઠાથી ઘસી સાદા પાણીથી ધોઈ નાખવા.
- દૂધ રાતના રેફ્રિજરેટરમાં મૂકવાનું ભૂલી જવાયું હોય તો બગડી જશે એ વિચારી મૂંઝાશો નહીં. બીજે દિવસે ગરમ કરતા પૂર્વે તેમાં થોડો સોડાબાઈકાર્બ બરાબર ભેળવવો ને પછી ગરમ કરવું.
- લસણની દુર્ગંધ હાથમાંથી દુર કરવા આદુનો ટુકડો આંગળીએ ઘસવો. બોલપેનની શ્યાહીના ડાઘા દૂર કરવા ડાઘા પર ટુથપેસ્ટ ઘસો સૂકાઈ જાય બાદ સાબુથી ઘસી ધોઈ નાખો.
- સંડાસની પાણીની ટાંકીમાં વધેલા સુગંધિત સાબુનો ટુકડો રાખી દો. જેટલી વાર ફ્લશ કરશો તેટલી વખત બાથરૂમમાં સાબુની સુગંધ છવાઈ જશે.
- વટાણાનો લીલોછમ રંગ જળવાઈ રહે તે માટે વટાણા રાંધતી વખતે તેમાં ત્રણ-ચાર ટીપાં વિનેગારમાં ભેળવી દેવા.
- ખોડાથી છુટકારો પામવા વાળના મૂળમાં કાંદાનો રસ લગાડવો.
-મીનાક્ષી તિવારી